શરદી-ખાંસીથી રાહત અપાવશે આ વેજીટેબલ મનચાઉ સૂપ

 • Share this:
  વેજીટેબલ મનચાઉ સૂપ માટેની સામગ્રી :

  1 ડુંગળી
  1 કેપ્સિકમ
  1 ગાજર
  1/4 કપ કોબીજ
  1 લીલી ડુંગળી
  1 ચમચી આદુ
  1 ચમચી લસણ
  1 ચમચી વિનેગર
  2 ચમચી સોયા સોસ
  2 ચમચી રેડ ચીલી સોસ
  મરી પાવડર
  મીઠું
  2 કપ પાણી
  2 ચમચી કોર્ન ફલોર
  1 કપ તળેલા નુડલસ
  2 ચમચી તેલ

  વેજીટેબલ મનચાઉ સૂપ બનાવવાની રીત:

  સૌ પ્રથમ બધા જ શાકભાજીને ઝીણા સમારી લો. પછી એક કઢાઈ કે પેનમાં તેલ ગરમ કરી સમારેલી લીલી ડુંગળી અને ડુંગળી એક મિનિટ માટે સાતંળો. ત્યાર બાદ લસણ, આદુ, ગાજર, કેપ્સિકમ,કોબીજ  ઉમેરી 1 મિનિટ સાંતળો. પછી તેમાં 3 કપ પાણી અને મીઠું ઉમેરી 5 મિનિટ માટે ધીમી આંચે ચડવા દો. પછી તેમાં સોયા સોસ,ચીલી સોસ, વિનેગર અને કાળી મરીનો પાવડર ઉમેરો. પછી એક વાટકીમાં કોર્ન ફલોર અને 1/4 કપ પાણી મિકસ કરી પેસ્ટ બનાવી ઉમેરો. ઘટ્ટ થાય ત્યાં સુધી કૂક કરો. થઈ જાય એટલે સૂપમાં થોડા તળેલા નુડલસ અને લીલી ડુંગળીથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો.
  Published by:Bansari Shah
  First published: