Home /News /lifestyle /

ઓવનમાં હાંડવો બનાવવાની ટ્રીક #Recipe

ઓવનમાં હાંડવો બનાવવાની ટ્રીક #Recipe

    ઓવનમાં હાંડવો બનાવવાની રીત

    સામગ્રી :-

    ચોખા - 1/2 કપ
    અડદની દાળ - 1/4 કપ
    ચણાની દાળ - 1/4 કપ
    મગની પીળી દાળ - 1/4 કપ
    છીણેલી દુધી - 1 કપ
    છીણેલું ગાજર - 1/2 કપ
    છીણેલી કોબીજ - 1/2 કપ
    કોથમીર - 1 કપ
    દહીં - 1/2 કપ
    મીઠું - સ્વાદાનુસાર
    ખાંડ - 3 ચમચી
    હળદર - 1 ચમચી
    મરચું - 2 ચમચી
    લીલા મરચા - 5 નંગ
    આદુ - 1 ચમચી
    લીંબુનો રસ - 2 ચમચી
    બેકિંગ સોડા - ચપટી
    તેલ - 4 ચમચા
    મીઠો લીમડો - 10 પાન
    તલ - 2 ચમચી
    રાઈ - 1 ચમચી
    જીરું - 1 ચમચી
    હીંગ - 1 થી 2 ચપટી

    બનાવવાની રીત :-
    સૌ પ્રથમ એક તપેલીમાં બધી દાળ લઈને સરખી રીતે ધોઈને 4-5 કલાક માટે પલાળવી. ત્યારબાદ તેમાંથી પાણી દૂર કાઢી બધી દાળને મિક્સરમાં થોડી કરકરી રહે તેમ પીસી લેવી. બધી દાળ સારી રીતે હલાવીને મિક્સ કરવી, પછી તેમાં છીણેલું ગાજર, દુધી અને કોબીજ ઉમેરી ચમચાથી મિક્સ કરવું. ત્યારબાદ તેમાં,દહીં, મીઠું, હળદર, છીણેલું આદું, લાલ મરચા પાઉડર, સમારેલી કોથમીર અને લીંબુનો રસ નાખી ફરી હલાવી લેવું.



    હાંડવાનો વઘાર કરવા માટે- એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાખવી, રાઈ તતડે એટલે જીરું અને તલ નાખી તતડાવવા. પછી તેમાં સમારેલાં લીલા મરચાં અને મીઠો લીમડો નાખવો, છેલ્લે હિંગ નાખી ગેસ બંધ કરવો, હવે એક કેક બેક કરવાનું વાસણ અથવા ઓવનમાં ચાલે તેવું કોઈ પણ મોટું, ઊંડું અને ગોળ વાસણને ચારે બાજુ એ તેલ લગાડી ગ્રીસ કરવું. હવે તૈયાર કરેલા વઘાર માંથી અડધો વઘાર આ ગ્રીઝ કરેલ વાસણમાં રેળવો, ત્યારબાદ દાળ વાળા મિશ્રણમાં બેકિંગ સોડા નાખી તેને વ્યવસ્થિત મિક્સ કરી ગ્રીસ કરેલા વાસણમાં રેડવું, હવે બાકીનો વઘાર ઉપર ચમચીથી રેડી દેવો, ત્યારબાદ ઓવનને 200 ડીગ્રી સેન્ટીગ્રેડ પર પ્રી-હિટ કરી, હાઈ તાપમાન પર 15 મિનીટ માટે હાંડવો બેક કરવો, હવે તેને ચપ્પુ વડે ચેક કરવો, જો ચપ્પુ કોરું બહાર ના આવે તો ફરી એજ તાપમાન પર 5 મિનીટ માટે બેક કરવો, આ રીતે હાંડવો ગેસ પર એક પાનમાં પણ બનાવી શકાય, હાંડવો તૈયાર..

    જામુન શૉટ્સ બનાવવાની રીત #Recipe
    Published by:Bansari Shah
    First published:

    Tags: Kitchen, ખોરાક, રેસીપી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन