વેજીટેબલ કટલેટ બનાવવા માટેની સાચી રીત :

 • Share this:
  વેજીટેબલ કટલેટ બનાવવા માટેની સામગ્રી :

  200 ગ્રામ બટાકા
  100 ગ્રામ લીલા વટાણા
  50 ગ્રામ ફણસી
  50 ગ્રામ ગાજર
  1 ચમચી વરીયાળી
  1 ચમચી આદું મરચાંની પેસ્ટ
  4 ચમચી આરા લોટ
  કોથમીર
  લીંબુ
  ચપટી ખાંડ
  ટોસ્ટ નો ભુક્કો
  મીઠું
  તેલ પ્રમાણસર
  1 બાઉલ ટોસ્ટનો ભુક્કો
  સોસ
  ચાટ મસાલો
  ચીઝ

  વેજીટેબલ કટલેટ બનાવવા માટેની રીત :
  સૌ પ્રથમ એક તપેલીમાં ફણસી, ગાજર, વટાણા જીણા સમારી વરાળથી બાફી લો. પછી બટાકાને બાફીને ખણણી લો. પછી એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં હીંગ, તલ, આદું મરચાં, વરીયાળી, કોથમીર, લીંબુ, ખાંડ બધું જ ઉમેરી વઘાર કરો. પછી તેમાં આરાનો લોટ નાખી હલાવતા જવું જેથી ગાંગડા ન પડે. 2 મિનિટ પછી તેમાં શાક, કોથમીર, ટોસ્ટનો ભુક્કો અને મીઠું નાંખી બધા મસાલા ઉમેરી મિક્સ કરી લો. સહેજ ઠંડુ પડે એટલે શેપ આપી કટલેટ વાળી લો. તેને ટોસ્ટ ના ભૂક્કામાં રગદોળી ગરમ તેલમાં તળી ચાટ મસાલો છાંટી કેચપ અને ગ્રીન ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.
  Published by:Bansari Shah
  First published: