Home /News /lifestyle /

આ રીતે મશીન વગર જ બનાવો ટેસ્ટી વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ

આ રીતે મશીન વગર જ બનાવો ટેસ્ટી વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ

    શાકભાજીથી ભરપૂર વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચનો આનંદ માણો, એ પણ મશીન વગર જ. શાખી લો તેને બનાવવાની રીત...

    સામગ્રીઃ

    8 બ્રેડ સ્લાઇસ
    5 ચમચી બટર
    1 ડુંગળી
    1 કેપ્સિકમ
    1 ટામેટું
    3 લીલાં મરચાં
    ચીઝનું છીણ જરૂર મુજબ
    લીલી ચટણી
    ટોમેટો કેચઅપ

    બનાવવાની રીતઃ
    સૌ પ્રથમ બ્રાઉન બ્રેડની સ્લાઇસ લઈ તેની પર બટર લગાવો. ત્યારબાદ એક બાઉલમાં ઝીણી સમારેલી, ડુંગળી, કેપ્સિકમ, ટામેટાં, લીલી ચટણી, ચીઝ અને થોડું કેચપ ઉમેરી મિકસ કરો. થોડાં લેટ્સનાં પાનને ઝીણાં સમારી આ મિશ્રણમાં ઉમેરી શકાય. ત્યારબાદ બ્રેડ ઉપર લેટ્સનાં પાન મૂકો. તેની ઉપર બનાવેલું મિશ્રણ મૂકો. તેની ઉપર બાકીની બ્રેડ સ્લાઇસ મૂકી થોડું દબાવો. તેને તવા ઉપર કે ગ્રીલ મશીનમાં ગ્રીલ કરી લો. તો તૈયાર છે વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ. આ વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચને વચ્ચેથી કાપીને કેચપ સાથે જ ગરમા ગરમ સર્વ કરો.
    Published by:Bansari Shah
    First published:

    Tags: Kitchen, ખોરાક, રેસીપી

    આગામી સમાચાર