Vastu tips: ઘરમાં રાખો ચાંદીનો મોર, ક્યારેય નહીં થાય ધનની અછત, આવી રીતે થશે ભગવાન કુબેરની કૃપા

Vastu tips: ઘરમાં રાખો ચાંદીના મોર, ક્યારેય નહીં થાય ધનની અછત (પ્રતિકાત્મક તસવીર)

vastu tips in gujarati- જીવનમાં સુખ શાંતિ લાવવા માટે વાસ્તુ શાસ્ત્રમાં ઘણા ઉપાય આપવામાં આવ્યા છે. યોગ્ય વાસ્તુ ટિપ્સથી (Vastu tips)તમે વિપુલ પ્રમાણમાં સંપત્તિને આકર્ષિત કરી શકો છો

  • Share this:
લોકો પૈસા (money)કમાવવા માટે દિવસ-રાત કામ કરે છે. કોઈ શારીરિક શ્રમ તો કોઈ બૌદ્ધિક શ્રમ કરે છે. લોકો પોતાની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા એક યા બીજી રીતે પરસેવો પાડતા હોય છે. પૈસાની કોઈ અછત ન રહે તેવું દરેક વ્યક્તિ ઇચ્છે છે. ત્યારે જીવનમાં સુખ શાંતિ લાવવા માટે વાસ્તુ શાસ્ત્રમાં ઘણા ઉપાય આપવામાં આવ્યા છે. યોગ્ય વાસ્તુ ટિપ્સથી (Vastu tips)તમે વિપુલ પ્રમાણમાં સંપત્તિને આકર્ષિત કરી શકો છો. હિન્દુ સંસ્કૃતિમાં (Hindu culture)ભગવાન કુબેરને (Lord Kuber)ધનના દેવતા માનવામાં આવે છે. જો ભગવાન કુબેર ખુશ હશે તો તમારા જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની અછત નહીં રહે.

ચાંદીના મોર

મોરને સૌથી સુંદર પક્ષીઓ પૈકીનું એક કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં મોરને દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતી સાથે પણ જોડવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરમાં ચાંદીનો મોર( Silver peacock)રાખવો શુભ માનવામાં આવે છે. ઘરમાં નૃત્યની સ્થિતિમાં ચાંદીનો મોર રાખવાથી ધન અને બુદ્ધિ આકર્ષિત થઈ શકે છે.

વાસ્તુ દોષ દૂર થાય છે

ઘરમાં ચાંદીનો મોર રાખ્યા બાદ અન્ય વાસ્તુ દોષ પણ દૂર થાય છે. ઉદાહરણ તરીકે, દાંપત્યજીવનમાં તકલીફ હોય અથવા તમારા જીવનસાથી સાથે વારંવાર તકરાર થતી હોય તો ઘરે ચાંદીના મોર રાખવાથી તમારા દાંપત્ય જીવનમાં પ્રેમ અને શાંતિ આવશે. તેનાથી નકારાત્મક ઊર્જા પણ ખતમ થઈ જશે.

આ પણ વાંચો - Health Tips : વજન ઘટાડવા માંગતા લોકોમાં રહેલી આ 6 ગેરમાન્યતાઓ અને સત્ય

ચાંદીનો મોર ક્યાં રાખવો જોઈએ?

આર્થિક સંકડામણથી પીડાતા વ્યક્તિએ પોતાની ઓફિસમાં કે ઘરે તિજોરીમાં ચાંદીનો મોર દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ. આવું કરવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની અછત નહીં રહે. યાદ રાખો કે, સૌ પ્રથમ ઘરની દક્ષિણ અથવા દક્ષિણ-પશ્ચિમમાં લોકર રાખવું અને તે ઉત્તર દિશામાં ખુલતું હોય તેવી વ્યવસ્થા પણ ગોઠવવી જરૂરી છે. ઉત્તર દિશાને ભગવાન કુબેરની દિશા માનવામાં આવે છે. જેથી ઉત્તર દિશામાં તમારું રોકડ લોકર ખુલવાની વ્યવસ્થાથી ભગવાન તેને ખાલી થવા દેશે નહીં.

ઉલ્લેખનીય છે કે, ભગવાન કુબેર તમારાથી ખુશ હશે તો ક્યારેય પૈસાની કમી નહીં રહે. જો તમે તેમને પ્રસન્ન કરવા ઈચ્છતા હોવ તો ઘરમાં ચાંદીનો મોર રાખવો જરૂરી છે. ચાંદીના મોરને અત્યંત શુભ અને લાભદાયક ગણાય છે. જે આર્થિક તંગી દૂર કરે છે અને ઘરમાં શાંતિ અને સુખ જાળવી રાખે છે. ચાંદીને પણ શુભ માનવામાં આવે છે. આ સાથે જ મોર દેવતાઓને પ્રિય છે.
Published by:Ashish Goyal
First published: