Vastu Tips: ભૂલથી પણ જૂની સાવરણીને આ જગ્યા પર ન રાખશો, નહીં તો થશે આ મોટું નુકસાન
Vastu Tips: ભૂલથી પણ જૂની સાવરણીને આ જગ્યા પર ન રાખશો, નહીં તો થશે આ મોટું નુકસાન
ભૂલથી પણ જૂની સાવરણીને આ જગ્યા પર ન રાખશો, નહીં તો થશે આ મોટું નુકસાન
Vastu Tips: સાવરણીને દેવી લક્ષ્મી (Godess Laxmi) નું પ્રતિક માનવામાં આવે છે. સાવરણી વડે આપણે ઘરની સાફ-સફાઈ કરીએ છીએ. સાવરણી કચરાની સાથે સાથે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને પણ બહાર કાઢે છે. જેના કારણે આપણા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે. વાસ્તુશાસ્ત્રમાં સાવરણી ખરીદવા, ઘરમાં રાખવા અને જૂની સાવરણીને ઘરમાંથી અલગ કરવા માટે ઘણા નિયમો સૂચવવામાં આવ્યા છે
Vastu Tip for Broom: સનાતન હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર સાવરણીને દેવી લક્ષ્મી (Godess Laxmi) નું પ્રતિક માનવામાં આવે છે. સાવરણી વડે આપણે ઘરની સાફ-સફાઈ કરીએ છીએ. સાવરણી કચરાની સાથે સાથે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને પણ બહાર કાઢે છે. જેના કારણે આપણા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે. વાસ્તુશાસ્ત્રમાં સાવરણી ખરીદવા, ઘરમાં રાખવા અને જૂની સાવરણીને ઘરમાંથી અલગ કરવા માટે ઘણા નિયમો સૂચવવામાં આવ્યા છે.
આજે અહી આપણે જ્યોતિષી અને વાસ્તુ સલાહકાર પંડિત કૃષ્ણકાંત શર્મા પાસેથી જાણવાની કોશિશ કરીશું કે સાવરણીને ક્યાં રાખવી અને જૂની સાવરણીનું શું કરવું? તેમજ જૂની સાવરણીને ક્યાં દિવસે અને ક્યાં ફેંકવી તે પણ આગળ આ લેખમાં જાણીશું
જો તમારે ઘરે સાવરણી એકદમ તૂટી ગઈ છે અથવા જૂની થઈ ગઈ છે અને હવે તમારે તેને ઉપયોગમાં નથી લેવી તો આવી સાવરણીને તરત જ તમારે ઘરમાંથી હટાવી દેવી જોઈએ. કારણ કે જૂની સાવરણીઓ ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. આવી જૂની તૂટેલી સાવરણીનો ઉપયોગ કરવાથી ઘરમાં મુશ્કેલીઓ વધી જાય છે.
ક્યાં દિવસે અને ક્યાં ફેંકશો સાવરણી?
જો તમે પણ અસમંજસમાં છો કે સાવરણીનો યોગ્ય નિકાલ કરવા માટે કયો દિવસ સૌથી યોગ્ય છે તો આપને જણાવી દઈએ કે આ કાર્ય માટે શનિવાર અને અમાસનો દિવસ સૌથી સારો માનવામાં આવે છે. આ સિવાય તમે ગ્રહણ બાદ અને હોલિકા દહન બાદ પણ તૂટેલી કે જૂની થયેલી નકામી સાવરણીને બહાર કાઢી શકો છો. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા ઝાડુ સાથે બહાર ફેંકાય જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.
પ્રથમ તો તમારામાં ઘરમાં જૂની પડેલી સાવરણી પર કોઈનો પગ ન આવે તે ખાસ જોવાનું રહેશે. અને જ્યારે તે નકામી જૂની સાવરણીને ફેંકવાની વાત આવે ત્યારે તેને કોઈ પણ નાળામાં ન ફેંકવી જોઈએ અને તેને સળગાવવી પણ ન જોઈએ.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર