વેલેન્ટાઇન ડે પહેલા યુવકો આ રીતે સાચવો તમારી Skin

News18 Gujarati
Updated: February 12, 2020, 5:53 PM IST
વેલેન્ટાઇન ડે પહેલા યુવકો આ રીતે સાચવો તમારી Skin
પ્રતિકાત્મક તસવીર

તમે દાઢી રાખતા હોય તો વેલેન્ટાઇન ડે પહેલા પોતાની દાઢી અને વાળને સારી રીતે ટ્રીમ કરાવો.

  • Share this:
વેલેન્ટાઇન ડે નજીક આવી રહ્યો છે. આ દિવસની જેટલી તૈયારીઓ છોકરીઓ કરે છે તેટલો ઉત્સાહ છોકરાઓમાં પણ હોય છે. જો તમે વેલેન્ટાઇન ડે પર તમારા કોઇ ખાસ વ્યક્તિને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો કે પછી આ દિવસે ખાસ દેખાવવા માંગો છો. તો નીચેની કેટલીક બ્યૂટી ટિપ્સ તમારા કામમાં આવી શકે છે. આમ તો પુરુષો તેમની લૂકને લઇને થોડા રફ ટફ રહે છે. પણ આ દિવસે જો તમે સુંદર દેખાવ માંગતા હોય તો આટલી વાતોનું ખાસ ધ્યાન રાખો.

સૌથી પહેલા તો જો તમે દાઢી રાખતા હોય તો વેલેન્ટાઇન ડે પહેલા પોતાની દાઢી અને વાળને સારી રીતે ટ્રીમ કરાવો. સાથે જ તમારી સ્ક્રીન ઓઇલી અને ખીલ વાળી હોય તો મુલ્તાની માટી અને નીમનો ફેસપેક તમે તમારા ચહેરા પર લગાવી શકો છો. આ માટે 1 ચમચી મુલ્તાની માટીમાં અડધી ચમચી લીમડાના પત્તાની પેસ્ટ મિક્સ કરી ચહેરા પર 10 મિનિટ રાખી ચહેરો સાફ કરી શકો છો.

વળી વેલેન્ટાઇન ડે પહેલા પોતાના નખ જરૂરથી કાપી લેજો. અને હાથ અને હોઠને મોશ્ચ્યુરાઇઝ કરવાનું ના ભૂલતા. અનેક છોકરાઓ તેમના ચહેરાનું ધ્યાન રાખે છે. પણ પોતાના હાથ અને હોઠનું ધ્યાન યોગ્ય રીતે નથી રાખતા. હોઠ પર વેલેન્ટાઇન ડે પહેલા રોજ રાત્રે સૂતા પહેલા વેસેલાઇન લગાવાનું રાખજો.

વળી જો તમારી ત્વચા સૂકી હોય તો વેલેન્ટાઇન ડે પહેલા કેળા, મધ અને હળદળનો ફેસપેક લગાવી શકો છો. આ માટે અડધુ કેળી છુંદીને તેમાં 5 ટીપા મધ અને નાનકડી ચપટી હળદળ મેળવી આ ફેસપેકથી ચહેરાને મસાજ કરો અને 10 મિનિટ રાખી ચહેરો સાફ કરી લો.

વધુમાં વેલેન્ટાઇન ડે પર તમારા દાંતનું પણ યોગ્ય ધ્યાન રાખજો. કારણ કે યુવતીઓ તમારી સ્માઇલથી ઇમ્પ્રેશ થઇ શકે છે. સાથે જ આ દિવસે લાઇટ સારો પરફ્યૂમ લગાવાનું ના ભૂલશો. જેથી જો કોઇ યુવતી તમારી પાસે આવી તો તે તમારા શરીરની દુર્ગંધથી દૂર ના જતી રહે. ત્યારે વેલેન્ટાઇન ડે પહેલા આ રીતે તમારા લૂકનું ધ્યાન રાખી શકો છો. ઉલ્લેખનીય છે કે આ તમામ જાણકારી સર્વસામાન્ય માહિતી પરથી લેવામાં આવી છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ઠી નથી કરતું. તમે આ પહેલા જાણકારની સલાહ લઇ શકો છો.
First published: February 12, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading