Home /News /lifestyle /Happy Rose Day: આ દિવસને ખાસ બનાવો 'રોઝ પુડિંગ' સાથે, માત્ર 10 મિનિટમાં બની જશે

Happy Rose Day: આ દિવસને ખાસ બનાવો 'રોઝ પુડિંગ' સાથે, માત્ર 10 મિનિટમાં બની જશે

રોઝ ડેને યાદગાર બનાવો.

Valentine's Day 2023: રોઝ ડે..રોઝ ડેની તમે કંઇક અલગ રીતે ઉજવણી કરવા ઇચ્છો છો તો આ આઇડિયા તમારા માટે બેસ્ટ છે. તમે રોઝ ડેના દિવસે તમારી સ્પેશયલ વ્યક્તિને રોઝ પુડિંગ બનાવીને ખવડાવો છો તો એ ફિદા થઇ જાય છે અને ખુશ-ખુશ થઇ જાય છે. આ પુડિંગ તમે ઝડપથી ઘરે બનાવી શકો છો.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કાલે રોઝ ડે..અનેક લોકો રોઝ ડેની રાહ જોઇને બેઠા હતા. રોઝ ડેના દિવસે તમે તમારા સોલમેટને રોઝ પુડિંગ બનાવીને ખવડાવો છો તો ખુશ-ખુશ થઇ જાય છે. આ સાથે જ તમે અનેક રીતે પ્રેમની પરિભાષા વ્યક્ત કરી શકો છો. આ સ્પેશયલ ફૂડ રેસિપી તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. તમે આ દિવસે કંઇક અલગ કરવા ઇચ્છો છો તો આ આઇડિયા તમારા માટે બેસ્ટ છે. તમે આ રીતે પાર્ટનરને રોઝ પુડિંગ ખવડાવીને હાથમાં એક મસ્ત ગુલાબ આપો છો તો ખુશ થઇ જાય છે અને તમારો આ યુનિક આઇડિયા તરત જ એમને ગમી જાય છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો રોઝ પુડિંગ..

સામગ્રી


100 ml દૂધ

બે ચમચી ખાંડ

આ પણ વાંચો:માત્ર 15 મિનિટમાં ઘરે બનાવો સોજીના મેંદુ વડા

2 ગ્રામ ચાઇના ગ્રાસ

એક ચમચી ગુલાબનું શરબત

પાણી

બનાવવાની રીત





    • રોઝ પુડિંગ બનાવવા માટે સૌ પ્રથમ ચાઇના ગ્રાસ લો અને એને પાણીમાં 10 મિનિટ માટે રાખી મુકો.

    • પછી એક વાસણમાં લઇ લો અને ઘીમા ગેસ પર ગરમ થવા માટે મુકો.

    • એમાં ચાઇના ગ્રાસ અને પાણી નાંખો




આ પણ વાંચો:અહીં માત્ર 30 રૂપિયામાં મળે છે ભેળપૂરી



    • ચાઇના ગ્રાસને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી એ પૂરી પીગળી ના જાય.

    • હવે બીજા એક વાસણમાં લઇ લો અને એમાં દૂધ અને ખાંડ નાંખીને ગરમ કરી લો.

    • દૂધ ઉકળવા લાગે એટલે એમાં ચાઇન ગ્રાસનું પાણી અને ગુલાબનો શરબત નાંખીને મિશ્રણ તૈયાર કરી લો.

    • આ મિશ્રણને 2-3 મિનિટ માટે ધીમા ગેસે ઉકળવા દો.

    • ગેસની ફ્લેમ બંધ કરી દો અને મિશ્રણને ઠંડુ થવા દો.

    • જ્યારે મિશ્રણ હળવુ ગરમ રહે ત્યારે એને મોડમાં ભરી દો અને જામી જાય એ માટે અલગ મુકી દો.

    • 10 થી 15 મિનિટ રહીને મસ્ત જામીને સેટ થઇ જસે.

    • તમને ઠંડુ ખાવાનું ગમે છે તો 2 કલાક માટે ફ્રિજમાં મુકી દો.

    • પછી અનમોલ્ડ કરીને તમારા પાર્ટનરને મોં મીઠું કરાવો.






  • તો તૈયાર છે રોઝ પુડિંગ.

  • આ રોઝ પુડિંગ તમે આ રીતે ઘરે બનાવશો તો પ્રોપર રીતે મસ્ત બનશે અને ખાવાની પણ મજા આવશે.

  • રોઝ પુડિંગ તમારા પાર્ટનરને હેપ્પી ફિલિંગ કરાવે છે.




 



 

First published:

Tags: Life Style News, Recipes, Rose, Valentine Day, Valentine Day 2023, Valentine Day Special