Home /News /lifestyle /Valentine Day Recipe: ફ્રૂટ કેક ઘરે બનાવો અને વેલેન્ટાઇન સાથે સેલિબ્રેટ કરો આ DAY, મોટી સરપ્રાઇઝ મળશે

Valentine Day Recipe: ફ્રૂટ કેક ઘરે બનાવો અને વેલેન્ટાઇન સાથે સેલિબ્રેટ કરો આ DAY, મોટી સરપ્રાઇઝ મળશે

આ કેક ખાવાની મજા આવે છે.

Valentine Day Recipe: આજે વેલેન્ટાઇન ડે..આ દિવસને તમે પણ સ્પેશયલ બનાવવા ઇચ્છો છો તો આ રીતે ઘરે ફ્રૂટ કેક બનાવો. આ ફ્રૂટ કેક તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આ ફ્રૂટ કેક તમે આ રીતે બનાવશો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બનશે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વેલેન્ટાઇન ડે એટલે પ્રેમનો ઇઝહાર કરવાનો દિવસ..આ ડે અનેક લોકો સેલિબ્રેટ કરતા હોય છે. આ ખાસ દિવસ પર તમે પણ તમારા પાર્ટનર માટે કંઇક સ્પેશયલ કરવા ઇચ્છો છો તો એમનું મોં મીઠું કરાવો અને ઘરે બનાવો આ ફ્રૂટ કેક. આ ફ્રૂટ કેક તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. ફ્રૂટ કેક એક ટેસ્ટી સ્વીટ ડિશ છે જે દરેક લોકોને પસંદ પડે છે. તો નોંધી લો તમે પણ આ રેસિપી અને ઘરે બનાવો ફ્રૂટ કેક..

સામગ્રી


દોઢ કપ મેંદો

3 થી 4 કપ દૂધ

અડધો કપ કન્ડેન્સ્ડ મિલ્ક

આ પણ વાંચો:વેલેન્ટાઇન સાથે અમદાવાદની આ જગ્યાઓ પર ફરી લો

અડધો કપ અખરોટ

અડધો કપ કાજુ

અડધો કપ બદામ

અડધો કપ બદામ

અડધો કપ કિશમિશ

અડધો કપ બૂરું ખાંડ

¾ માખણ

½ કપ ટૂટી ફ્રૂટી

½ ચમચી બેકિંગ સોડા

એક ચમચી બેકિંગ પાવડર

બનાવવાની રીત



  • વેલેન્ટાઇન ડેને સ્પેશયલ બનાવવા માટે આ ફ્રૂટ કેક માટે સૌથી પહેલા કાજુ, અખરોટ અને બદામને ઝીણી સમારી લો.

  • પછી કિશમિશને કપડામાં મુકીને સાફ કરી લો.


આ પણ વાંચો:વેલેન્ટાઇન ડેનાં દિવસે ચહેરા પર માત્ર 5 મિનિટમાં ગ્લો લાવો



    • એક મોટુ વાસણ લો અને એમાં મેંદો લો.

    • મેંદામાં બેકિંગ પાવડર અને બેકિંગ સોડા મિક્સ કરો.

    • એક બીજુ વાસણ લો અને એમાં માખણ પીગળવા માટે મુકો.

    • માખણ પીગળી જાય એટલે કન્ડેન્સ્ડ મિલ્ક અને ખાંડ નાંખીને મિક્સ કરી દો.

    • આ મિશ્રણને ત્યાં સુધી ફેંટી લો જ્યાં સુધી એ ફુલે નહીં. મિશ્રણ થોડુ ફુલી જાય પછી ફેંટવાનું બંધ કરી દો.

    • ત્યારબાદ દૂધ નાંખો અને બીજી વાર ફેંટી લો.

    • હવે મેંદો ચાળીને મિશ્રણમાં નાંખો અને મિક્સ કરી લો.

    • કટ કરેલા ડ્રાયફ્રૂટ્સ મિશ્રણમાં નાંખીને બરાબર મિક્સ કરી લો.

    • ઓવનમાં 180 ડિગ્રી પ્રીહીટ કરી લો.

    • પછી કેકનું વાસણ લો અને એમાં નીચે માખણ લગાવીને ગ્રીસ કરી લો.

    • વાસણની સાઇઝ અનુસાર બટર પેપર લગાવો.






  • હવે આમાં બેટર નાંખો અને 25 મિનિટ માટે બેક કરવા મુકી દો.

  • ત્યારબાદ કેકને ઓવનમાંથી બહાર કાઢીને ઠંડી થવા દો.

  • ચપ્પાની મદદતી કેકને વાસણમાંથી બહાર કાઢી લો.

  • સ્વાદથી ભરપૂર ફ્રૂટ કેક બનીને તૈયાર છે.

First published:

Tags: Recipes, Valentine Day 2023, Valentine Day Special