Home /News /lifestyle /Valentine's Day 2023: વેલેન્ટાઇન વીકમાં પિરીયડ્સની તારીખ છે? તો આ નેચરલી રીતે પાછળ લંબાવો
Valentine's Day 2023: વેલેન્ટાઇન વીકમાં પિરીયડ્સની તારીખ છે? તો આ નેચરલી રીતે પાછળ લંબાવો
આજથી વેલેન્ટાઇન વીકની શરૂઆત થઇ ગઇ છે.
Periods problems: આજથી વેલેન્ટાઇન વીકની શરૂઆત થઇ ગઇ છે. હવે લોકો જાતજાતની તૈયારીઓમાં લાગી ગયા છે. જો કે છોકરીઓને સૌથી મોટી તકલીફ પિરીયડ્સની હોય છે. આમ તમારી ડેટ છે તો તમે આ નેચરલી રીતે લંબાવી શકો છો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજથી વેલેન્ટાઇન વીકની શરૂઆત થઇ ગઇ છે ત્યાં અનેક લોકો સેલિબ્રેશનના મુડમાં આવી ગયા છે. વેલેન્ટાઇન વીકમાં ખાસ કરીને દરેક લોકો એન્જોય કરતા હોય છે. પરંતુ એક ખાસ વાત એ છે કે ઘણી છોકરીઓ આ દિવસોમાં પિરીયડ્સને લઇને ચિંતામાં રહેતી હોય છે. આમ, જો તમે પણ ચિંતામાં રહો છો તો આ રીતે તમે તમારી તારીખને પાછળ લંબાવી શકો છો. આ એક બેસ્ટ આઇડિયા છે. આમ કરવાથી તમે મસ્ત રીતે વેલેન્ટાઇન વીકને એન્જોય કરી શકશો અને પિરીયડ્સની ચિંતા પણ દૂર થઇ જશે. તો જાણો આ ઘરેલું ઉપાયો અને પિરીયડ્સની તારીખને પાછળ લંબાવીને સ્ટ્રેસ ફ્રી રહો.
તમે દર મહિને પિરીયડ્સમાં રેગ્યુલર થાવો છો તો વિનેગરનું પાણી પીવાનું શરૂ કરી દો. વિનેગરનું પાણી પીવાથી પિરીયડ્સ લેટ આવી શકે છે. આ માટે એક ગ્લાસ પાણી લો અને એમાં ત્રણ ચમચી વિનેગર નાંખીને આ પાણી પી લો. આમ કરવાથી ડેટ લંબાઇ શકે છે.
લીંબુનું સેવન કરો. પિરીયડ્સની તારીખ પાછળ કરવા તમે લીંબુ મોંમા રાખો. તમે લીંબુના કટકા મોંમા રાખી શકતા નથી તો તમે એક ગ્લાસમાં હુંફાળા પાણી લો અને એમાં એક ચમચી લીંબુનો રસ નિચોવી લો. આમ કરવાથી પિરિયડ્સની તારીખ લંબાઇ જશે. લીંબુ અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે.
તમે તમારા ગાયનેકોલોજીસ્ટનો પણ સંપર્ક કરી શકો છો. આમાં કોઇ શરમાવા જેવી કે કોઇ છોછ રાખવા જેવી વાત નથી. આ માટે તમે ગાયનેક પાસે જાવો અને પિરીયડ્સની ડેટને લઇને ખુલીને વાત કરો. આમ કરવાથી તમારી આ સમસ્યાનું નિવારણ આવી શકે છે.
પિરીયડ્સની ડેટને લંબાવવા માટે તમે રાસબરીના પાનનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે રાસબરીના પાનની ચા તમે પી શકો છો.
તીખો-તળેલો ખોરાક ખાવાનો ઓછો કરી દો. આ સાથે જ અથાણું પણ ખાવાનું બંધ કરી દો.
(નોંઘ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર