Home /News /lifestyle /Happy Valentine Day 2023: પ્રિય વ્યક્તિ સાથે જતાં પહેલાં આ રીતે MAKE UP કરો, આખો દિવસ મસ્ત રહેશે
Happy Valentine Day 2023: પ્રિય વ્યક્તિ સાથે જતાં પહેલાં આ રીતે MAKE UP કરો, આખો દિવસ મસ્ત રહેશે
સરળ રીતે મેક અપ કરો.
Valentine's Day 2023: કાલે વેલેન્ટાઇન ડે..આ દિવસે તમે આખો દિવસ બહાર રહેવાના છો તો મેક અપ માટેની આ ટિપ્સ નોંધી લો. તમે આ રીતે મેક અપ કરશો તો આખો દિવસે એવોને એવો જ રહેશે અને સાથે તમારો ચહેરો પણ મસ્ત ગ્લો કરશે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કાલે વેલેન્ટાઇન ડે..આ દિવસને યાદગાર બનાવવા માટે લોકો જાતજાતની તૈયારીઓમાં લાગી ગયા છે. આ દિવસે કોઇ બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરે છે, તો કોઇ સરપ્રાઇઝ આપે છે. આમ કોઇને કોઇ રીતે પોતાની પ્રિય વ્યક્તિ સાથે ફુલ ટુ એન્જોય કરતા હોય છે. આમ, જો તમે આ દિવસે પ્રેમી સાથે ફરવા જવાના છો તો આ રીતે મેક અપ કરો. તમે આ રીતે મેક અપ કરશો તો આખો દિવસ એવોને એવો રહેશે અને કશું જ થશે નહીં. મેક અપ કરવાની આ રીત સૌથી બેસ્ટ છે. તો જાણો અહીં..
મેક અપ કરો એ પહેલાં તમે તમારો ફેસ ક્લિન કરી લો. આ માટે તમે નોર્મલ ફેસ વોશનો ઉપયોગ કરી શકો છો.
ફેસ વોશ કર્યા પછી ચહેરાને બહુ વજન આપીને લૂંછવાનો નથી. સામાન્ય હાથ ફેરવી લો. આમ કરવાથી સ્કિન સોફ્ટ રહે છે. ઘણાં લોકો ચહેરો ધોયા પછી ભારે આપીને લૂંછતા હોય છે. આમ, જો તમે આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે.
તમે વધારે મેક અપ કરવા ઇચ્છતા નથી અને તમારી પાસે મેક અપ કરવા માટે બહુ પ્રોડક્ટસ નથી તો તમે ફાઉન્ડેશન, કમ્પેક અને લિપસ્ટિકનો ઉપયોગ કરી શકો છો. તમારી પાસે પ્રાઇમર ના હોય તો લાવવાની કોઇ જરૂર નથી.
તમે આ ત્રણ વસ્તુથી મસ્ત મેક અપ કરી શકો છો.
ફેસ વોશ કર્યા પછી સૌથી પહેલાં હાથમાં થોડુ ફાઉન્ડેશન લો અને એમાં બેથી ત્રણ ટીપાં પાણીના નાંખો.
પછી પૂરા ચહેરા પર એક ટોનમાં લગાવો.
હવે કોમ્પેકનો ઉપયોગ કરો. આ કોમ્પેક બને ત્યાં સુધી લાઇટ શેડમાં લેવો. ઝરીવાળો કોમ્પેકનો ઉપયોગ કરવાનું ટાળો.
આટલું થઇ જાય પછી સ્પ્રે કરી લો. તમારી પાસે સ્પ્રે નથી તો પણ વાંધો નહીં.
હવે આઇ મેક અપ કરી લો.
આઇ મેક અપમાં તમે ડિફરન્ટ કલરનો પણ યુઝ કરી શકો છો. આ સાથે જ તમે જે કલરના આઉટફિટ્સ પહેર્યા હોય એ પણ કરી શકો છો.
આઇ મેક અપ, ફાઉન્ડેશન અને કોમ્પેક આ ત્રણ તમે આ રીતે લગાવશો તો આખો દિવસ મેક અપ એવો જ રહેશે.
તમને ગમતા શેડ મુજબ લિપસ્ટિક કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર