Home /News /lifestyle /Valentine's Day 2023: માત્ર 5 મિનિટમાં ગ્લો લાવો, મુલ્તાની માટીમાં મિક્સ કરો આ વસ્તુ અને ચહેરા પર લગાવો
Valentine's Day 2023: માત્ર 5 મિનિટમાં ગ્લો લાવો, મુલ્તાની માટીમાં મિક્સ કરો આ વસ્તુ અને ચહેરા પર લગાવો
મુલ્તાની માટી સ્કિન માટે બેસ્ટ છે.
Valentine's Day 2023: તમે પણ વેલેન્ટાઇનના દિવસે ચહેરા પર તરત ગ્લો લાવવા ઇચ્છો છો? આ પેક તમારા ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવાનું કામ કરે છે. આ પેકનો તમે રેગ્યુલર દિવસોમાં પણ યુઝ કરી શકો છો. આ પેક તમારી સ્કિન પરનું વધારાનું ઓઇલ કાઢવાનું કામ કરે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કાલે વેલેન્ટાઇન ડે..અનેક લોકો આ દિવસની છેલ્લા કેટલા દિવસોથી રાહ જોઇને બેઠા છે. જો કે હવે આતુરતાનો અંત આવી ગયો છે. આમ, જો તમે વેલેન્ટાઇન ડેનાં દિવસે ચહેરા પર ઇન્ટસ્ન્ટ ગ્લો લાવવા ઇચ્છો છો તો મુલ્તાની માટે તમારા માટે બેસ્ટ છે. મુલ્તાની માટીમાં તમે હળદર અને ગુલાબ જળ મિક્સ કરીને ચહેરા પર લગાવો છો તો માત્ર 5 મિનિટમાં મસ્ત ગ્લો મળે છે. તો જાણો આ પેક વિશે તમે પણ.
આ પેક બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો અને એમાં જરૂર મુજબ મુલ્તાની માટી અને હળદર લો. આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી લો. પછી આમાં એક ચમચી મલાઇ નાંખો અને જરૂર મુજબ ગુલાબ જળ નાંખીને બરાબર મિક્સ કરી લો.
આ પેક લગાવતા પહેલાં સૌ પ્રથમ તમારો ચહેરો ઠંડા પાણીથી ધોઇ લો. પછી આ પેક લગાવો અને 5 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ફેસ ઠંડા પાણીથી ધોઇ લો. આમ જો તમારી પાસે સમય છે તો તમે બે મિનિટ સુધી બરફથી સ્કિન પર હળવા હાથે મસાજ કરો અને પછી ટોવેલથી લૂંછી લો. કોઇ પણ વસ્તુમાં ભારે હાથથી કરવાનું નથી.
આ પેકના ફાયદાઓ
આ પેક તમને 5 જ મિનિટમાં મસ્ત રિઝલ્ટ આપે છે. આ પેક તમે રેગ્યુલર પણ તમે ચહેરા પર લગાવી શકો છો. મુલ્તાની માટી તમારી સ્કિનને અંદરથી ક્લિન કરવાનું કામ કરે છે. આ સાથે જ તમારી સ્કિન પર મોઇસ્યુરાઇઝ કરીને ગ્લો લાવવાનું કામ કરે છે. આ પેક સ્કિન પરનું વધારાનું ઓઇલ પણ કાઢવાનું કામ કરે છે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર