Home /News /lifestyle /Valentine's Day 2023: વેલેન્ટાઇન વીકમાં આ હોમમેડ ફેસ પેકથી ચહેરા પર લાવો ઇન્સ્ટન્ટ ગ્લો, નહીં કરાવવુ પડે ફેશિયલ

Valentine's Day 2023: વેલેન્ટાઇન વીકમાં આ હોમમેડ ફેસ પેકથી ચહેરા પર લાવો ઇન્સ્ટન્ટ ગ્લો, નહીં કરાવવુ પડે ફેશિયલ

આ ફેસ પેક મસ્ત રિઝલ્ટ આપે છે.

Valentine's Day 2023: થોડા દિવસો પછી વેલેન્ટાઇન વીક શરૂ થશે ત્યાં અનેક લોકો ફુલ તૈયારીઓમાં લાગી ગયા છે. વેલેન્ટાઇન વીક સેલિબ્રેશન માટે લોકો ગિફ્ટસથી લઇને બીજી અનેક પ્રકારે સેલિબ્રેશન કરવાના મુડમાં હોય છે. આમ, જો તમે વેલેન્ટાઇન વીકમાં ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા ઇચ્છો છો તો આ ફેસ પેક તમારા માટે બેસ્ટ છે.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: થોડા દિવસો પછી વેલેન્ટાઇન વીક શરૂ થશે. અનેક લોકો વેલેન્ટાઇન વીકની તૈયારીઓમાં લાગી ગયા છે. વેલેન્ટાઇન વીક એટલે પ્રેમનો તહેવાર. વેલેન્ટાઇન વીકમાં અનેક લોકો પોતાના ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા ઇચ્છતા હોય છે. ઇન્સ્ટન્ટ ગ્લો માટે લોકો જાતજાતની બ્યૂટી ટ્રિટમેન્ટ લેતા હોય છે. જો કે આ રીતની બ્યૂટી ટ્રિટમેન્ટથી સ્કિનને લાંબા ગાળે અનેક નુકસાન થાય છે. આમ, જો તમે વેલેન્ટાઇન વીકના દિવસે ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા ઇચ્છો છો તો આ પેક તમારા માટે બેસ્ટ છે. આ પેકથી ચહેરા પર મસ્ત ગ્લો આવે છે અને સાથે સ્કિન પણ સારી થાય છે. તો જાણો આ પેક વિશે તમે પણ.

સામગ્રી


ત્રણ ચમચી મધ

એક મોટી ચમચી લીંબુનો રસ

આ પણ વાંચો:વાંચી લો વેલેન્ટાઇન વીકનું પૂરું લિસ્ટ

ત્રણ ચમચી ચણાનો લોટ

એક ચમચી ગુલાબજળ

અડધી ચમચી હળદર

બનાવવાની રીત



  • આ ફેસ પેક બનાવવા માટે સૌ પ્રથમ ઉપર જણાવ્યા માપ મુજબ હળદર, ચણાનો લોટ નાંખીને મિક્સ કરી લો.


આ પણ વાંચો:આઇબ્રોના સફેદ વાળ આ નેચરલ રીતે બ્લેક કરો

  • પછી આ મિશ્રણમાં મધ નાંખીને બરાબર મિક્સ કરી લો.

  • હવે આ પેકમાં લીંબુનો રસ અને ગુલાબજળ નાંખીને બરાબર મિક્સ કરી લો.

  • તો તૈયાર છે આ ફેસ પેક.


જાણો આ પેકના ફાયદાઓ





    • આ પેકનો સૌથી મોટો ફાયદો એ છે કે એનાથી તમને તરત જ રિઝલ્ટ મળે છે. આ સાથે જ તમારી સ્કિનને કોઇ સાઇડ ઇફેક્ટ્સ પણ થતી નથી.

    • આ પેકમાં હળદરનો ઉપયોગ થાય છે જે એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. આ સાથે જ તમારી સ્કિનને અનેક પ્રકારના ઇન્ફેક્શનથી બચાવે છે.

    • ગુલાબ જળ તમારી સ્કિનને ઠંડક કરવાનું કામ કરે છે. આ સાથે જ તમારી સ્કિન પર બહુ ડાધા-ધબ્બા છે તો આ પેક તમારા માટે બેસ્ટ છે.






  • તમારી સ્કિન બહુ ડ્રાય છે તો તમે મલાઇનો ઉપયોગ પણ કરી શકો છો. મલાઇ તમારી સ્કિનને સુંવાળી કરવાનું કામ કરે છે.

  • આ પેક તમે વેલેન્ટાઇન વીકમાં દરરોજ પણ લગાવી શકો છો. આ પેક તમને ફેશિયલ કરતા પણ મસ્ત ગ્લો આપે છે.

  • તો તમે પણ વેલેન્ટાઇન વીકમાં આ ફેસ પેકનો ઉપયોગ કરો અને સ્કિન પર તરત જ ગ્લો લાવો.

First published:

Tags: Skin care, Valentine Day 2023, Valentine Week