Home /News /lifestyle /Valentine's Day 2023: વેલેન્ટાઇન પહેલાં આ પેસ્ટ ચહેરા પર લગાવો, બધા ખીલ છૂ થઇ જશે

Valentine's Day 2023: વેલેન્ટાઇન પહેલાં આ પેસ્ટ ચહેરા પર લગાવો, બધા ખીલ છૂ થઇ જશે

લીમડાની પેસ્ટ અસરકારક છે.

Valentine's Day 2023: વેલેન્ટાઇન ડેને હવે થોડા દિવસો જ બાખી છે ત્યાં અનેક લોકો જાતજાતની તૈયારીઓમાં લાગી ગયા છે. વેલેન્ટાઇન ડેના દિવસને ખાસ બનાવવા માટે લોકો અનેક પ્રકારની બ્યૂટી ટ્રિટમેન્ટ કરાવતા હોય છે. આમ, જો તમારા ફેસ પર ખીલ છે અને તમે દૂર કરવા ઇચ્છો છો તો આ નુસખાઓ બેસ્ટ છે.  

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક લોકો વેલેન્ટાઇન વીકની રાહ જોઇને બેઠા છે. વેલેન્ટાન વીકને લઇને લોકો જાતજાતની તૈયારીઓ કરી રહ્યા છે. આ સાથે જ લોકો સલૂનમાં પણ અનેક ઘણ ખર્ચો કરી રહ્યા છે. કોઇ ફેસ ટ્રિટમેન્ટ કરાવે છે તો કોઇ હેર કટ કરાવીને લુક ચેન્જ કરાવતા હોય છે. આમ, જો વાત કરવામાં આવે તો અનેક લોકોના ફેસ પર પિંપલ્સ થતા હોય છે. ચહેરા પર થતા ખીલ પર્સનાલિટીને ખરાબ કરવાનું કામ કરે છે. આ માટે પિંપલ્સને દૂર કરવા ખૂબ જરૂરી છે. આમ, જો તમે પણ વેલેન્ટાઇન વીક પહેલાં મોં પરના ખીલ દૂર કરવા ઇચ્છો છો તો દાદીમાંના આ નુસખાઓ સૌથી બેસ્ટ છે. તો જાણો આ વિશે વધુમાં..

આ પણ વાંચો:વેેલેન્ટાઇન વીકમાં આ રીતે ચહેરા પર લાવો ઇન્સ્ટન્ટ ગ્લો

  • ચહેરા પર થતા ખીલને દૂર કરવા માટે એલોવેરા જેલ સૌથી બેસ્ટ છે. એલોવેરા જેલ તમારા ફેસ પરના પિંપલ્સ દૂર કરવાનું કામ કરે છે. આ માટે તમે રાત્રે ઊંઘતા પહેલાં રોજ રાત્રે ફેસ પર એલોવેરા જેલ લગાવો અને 15 મિનિટ માટે રહેવા દો. પછી ફેસ ક્લિન કરી લો. આમ કરવાથી તમારા ફેસ પરના પિંપલ્સ દૂર થઇ જશે.


આ પણ વાંચો:વાંચી લો વેલેન્ટાઇન વીકનું પૂરું લિસ્ટ



    • મુલતાની માટી પણ તમે લગાવી શકો છો. આ માટે તમે એક બાઉલમાં મુલતાની માટી લો અને એમાં જરૂર મુજબ ગુલાબ જળ નાખો. પછી આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી લો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. આ પેસ્ટ ચહેરા પર લગાવ્યા પછી 5 મિનિટ સુધી રહેવા દો અને પછી 2 મિનિટ માટે મસાજ કરો. હવે આ પેસ્ટ સુકાય ત્યાં સુધી ફેસ પર રહેવા દઇને પછી ચોખ્ખા પાણીથી ફેસ વોશ કરી લો. આ પેસ્ટ તમારા ચહેરા પરના ખીલ દૂર કરવાનું કામ કરે છે.






  • ચહેરા પરના ખીલ દૂર કરવા માટે તમે લીમડાની પેસ્ટ મોં પર લગાવો. આ માટે લીમડા પાન લો અને એમાં થોડુ પાણી નાંખીને ક્રશ કરી લો. પછી આ પેસ્ટને ફેસ પર લગાવો અને 10 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ચોખ્ખા પાણીથી ફેસ ધોઇ લો. આનાથી ચહેરો એકદમ ક્લિન થઇ જાય છે.


 















 
First published:

Tags: Life Style News, Valentine Day 2023, Valentine Week