Home /News /lifestyle /Valentine's Day 2023: અમદાવાદની નજીક આ જગ્યાઓ ફરવા માટે છે બેસ્ટ, ફોટોગ્રાફી પણ મસ્ત આવશે
Valentine's Day 2023: અમદાવાદની નજીક આ જગ્યાઓ ફરવા માટે છે બેસ્ટ, ફોટોગ્રાફી પણ મસ્ત આવશે
નળ સરોવર ફરવા માટે બેસ્ટ છે.
Valentine's Day 2023: વેલેન્ટાઇન ડેનાં દિવસે તમે પણ સ્પેશયલ વ્યક્તિ સાથે ફરવા જવાનું પ્લાનિંગ કરો છો તો અમદાવાદની આ જગ્યાઓ બેસ્ટ છે. અમદાવાદની આ જગ્યાઓમાં પર તમે ફરવાની મજા માણી શકો છો. આ સાથે જ તમે તમારી અનેક પળોને યાદગાર બનાવી શકો છો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કાલે વેલેન્ટાઇન ડે છે અને તમે ફરવા જવાનું પ્લાનિંગ કર્યુ છે? તમે કોઇ સારા પ્લેસની શોધમાં છો? તો અમદાવાદની આસપાસની આ જગ્યાઓ ફરવા માટે બેસ્ટ છે. તમારા દિવસને સ્પેશયલ બનાવવા ઇચ્છો છો તો અમદાવાદની આ જગ્યાઓ પર લટાર મારો. આ જગ્યાઓ એવી છે જ્યાં તમે દરેક વસ્તુઓનો ભરપૂર આનંદ માણી શકો છો અને સાથે-સાથે તમારી ફોટોગ્રાફી પણ મસ્ત આવે છે. આ જગ્યા પર ફરવા જાવો અને તમારા વેલેન્ટાઇન ડેને યાદગાર બનાવો.
પોલો ફોરેસ્ટ એક ફરવા માટેનું બેસ્ટ પ્લેસ છે. અહીંયા તમે ફરવાનો પ્લાન બનાવો છો તો તમારી ફોટોગ્રાફી પણ મસ્ત આવે છે. આ જગ્યા એવી છે જ્યાં સ્પેશયલ લોકો પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવવા માટે જતા હોય છે. આ સાથે જ તમે અહીંયા વન ડે રિસોર્ટનું પેકેજ પણ લઇ શકો છો.
થોલ બર્ડ સેન્ચ્યુરી
થોલ બર્ડ સેન્ચ્યુરી તમે નથી જોયું તો તમારે એક વાર અચુક જોવું જોઇએ. આ બહુ મસ્ત જગ્યા છે. અહીંયા તમે મસ્ત અલગ-અલગ પ્રકારની તસવીરો પાડી શકો છો. આ અભ્યારણ્ય મહેસાણા નજીક આવેલું છે. અહીંયા તમે સરળતાથી જઇ શકો છો. તમે ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર પર અહીંયા સરળતાથી જઇ શકો છો. આ અભ્યારણ્યમાં દૂર-દૂરથી પક્ષીઓ આવે છે. આ અભ્યારણ્ય તમે એક વાર જોશો તો તમને વારંવાર જવાની ઇચ્છા થશે.
ઝાંઝરી વોટર ફોલ એક મસ્ત જગ્યા છે. અમદાવાદની પાસે આવેલી આ જગ્યા જોવા જેવી છે. તમને ટ્રેકિંગનો શોખ છે તો તમારી માટે આ જગ્યા સૌથી બેસ્ટ છે. અહીંયા તમે ટ્રેકિંગની સાથે ઊંટની સવારી પણ કરી શકો છો. લાઇફમાં આ પણ એક મજા હોય છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી
કેવડિયા નર્મદા ખાતે આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતની એક ફેમસ જગ્યા છે. અહીંયા તમે નાઇટ સ્ટે પણ કરી શકો છો. સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઇ પટેલની યાદમાં બનાવવામાં આવ્યુ છે.
નળ સરોવર
નળ સરોવર ફરવા માટેનું એક બેસ્ટ પ્લેસ છે. આ અમદાવાદની નજીક આવેલું છે. અહીંયા તમે બોટિંગની મજા પણ લઇ શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર