Home /News /lifestyle /Valentine's Day : કેવી રીતે થાય છે પ્રેમ? દિલ બિલ કશું નહીં દિમાગમાં ફૂટે છે લડ્ડુ! સિંગલ લોકો ખાસ જાણી લો વિજ્ઞાન

Valentine's Day : કેવી રીતે થાય છે પ્રેમ? દિલ બિલ કશું નહીં દિમાગમાં ફૂટે છે લડ્ડુ! સિંગલ લોકો ખાસ જાણી લો વિજ્ઞાન

valentines day

Valentine's Day : વેલેન્ટાઇન ડે પ્રેમનો દિવસ કહેવાય છે. આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે અને લોકો પોતાના સાથી સાથે કેવું ફિલ કરે છે તેમજ આવું કેમ થતું હોય છે? જાણો વિજ્ઞાન

આજે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેનટાઈન ડે. વિશ્વભરમાં લોકો પ્રેમના આ ખાસ દિવસની ઉજવણી કરી રહ્યાં છે. હેડવેએ નામના એક વ્યક્તિએ વર્ષ 1993માં વિશ્વને પૂછ્યું, "પ્રેમ શું છે?" કદાચ તેને યોગ્ય જવાબ ન પણ મળ્યો હોય કેમ કે દરેક માટે પ્રેમની વ્યખ્યા અલગ છે, પણ આજના આ આર્ટિકલમાં આપણે સાઈન્ટિફિક રીતે પ્રેમ શું છે તે સમજવાનો પ્રયત્ન કરીએ.

મગજમાંથી ઉત્પન્ન થાય છે પ્રેમ

એ વાતમાં કોઈ બે મત નથી કે વર્ષોથી લોકો એવું જ માનતા આવ્યા છે કે પ્રેમ દિલમાંથી ઉત્પન્ન થાય છે. જો કે વૈજ્ઞાનિક રીતે જે તારણ નિકળે છે તે જણાવે છે કે પ્રેમ દિલમાંથી નહીં પણ મગજમાંથી ઉત્પન્ન થાય છે. છેલ્લી વખત વિચારો કે જ્યારે તમે કોઈને આકર્ષિત કરો છો. તમે હચમચી ગયા હશો.

રુટગર્સના ડો. હેલેન ફિશરની આગેવાની હેઠળની વૈજ્ઞાનિકોની ટીમના જણાવ્યા અનુસાર, રોમેન્ટિક પ્રેમને ત્રણ વર્ગોમાં વિભાજિત કરી શકાય છે: વાસના, આકર્ષણ અને જોડાણ. દરેક શ્રેણી મગજમાંથી ઉત્પન્ન થતા હોર્મોન્સના પોતાના સમૂહ દ્વારા વર્ગીકૃત થયેલ છે.

આ કેમિકલને કારણે ઉદ્ભવે છે અલગ અલગ લાગણીઓ

વાસના જાતીય તૃપ્તિની ઈચ્છા માટે અનુભવાય છે. મગજનો હાયપોથાલેમસ આમાં મોટી ભૂમિકા ભજવે છે, જે સ્ત્રી અને પુરુષમાંથી સેક્સ હોર્મોન્સ ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજનના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે. ટેસ્ટોસ્ટેરોન લગભગ દરેક વ્યક્તિમાં કામવાસના વધારે છે. કેટલીક સ્ત્રીઓએ એસ્ટ્રોજનનું સ્તર સૌથી વધુ હોય ત્યારે તેઓ ઓવ્યુલેટના સમયની આસપાસ વધુ સેક્સ્યુઅલી પ્રેરિત હોવાનું જણાવે છે.

આકર્ષણ પાછળનુ કારણ છે કંઈક આવું

આપણે ચોક્કસપણે કોઈની માટે આકર્ષણ અનુભવીએ તો તે વલ્યક્તિ વિશે આપણને કામુક વિચારો આવી શકે છે. તેનાથી વિપરીત એકબીજા વિના થઈ શકે છે. આકર્ષણમાં મગજના માર્ગોનો સમાવેશ થાય છે, મગજમાં ઉત્પન્ન થતા ડોપામાઈનને કારણે વ્યક્તિ કોઈ માટે આકર્ષણ સાથે અલગ અલગ લાગણીઓ પણ અનુભવ છે. ડોપામાઈનને કારણે વ્યક્તિના તણાવમાં પણ ઘટાડો થાય છે, જેના કારણે વ્યક્તિ બહેતર હોવાનો અનુભવ કરે છે.

આકર્ષણ સેરોટોનિનમાં ઘટાડો તરફ દોરી જાય છે, એક હોર્મોન જે ભૂખ અને મૂડમાં સામેલ હોવાનું જાણીતું છે. એટલે કહેવાય છે કે જ્યારે વ્યક્તિ પ્રેમમાં હોય તો તેને ભૂખ અને તરસ પણ લાગતી નથી.

આ પણ વાંચો: N18 Health Special : દારૂ પીવાના કારણે થઈ શકે છે હ્રદયને મોટુ નુકસાન, લક્ષણો જાણી લો, બચી જશો

ફ્રેન્ડ ઝોન

આકર્ષણ લાંબા ગાળાના સંબંધોમાં મુખ્ય પરિબળ છે. ફ્રેન્ડશીપ, માતાપિતા-બાળકોનો સંબંધ, સામાજિક સૌહાર્દ વગેરેમાં પ્રેમ જાળવવામાં આકર્ષણ મુખ્ય ભૂમિકા ભજવે છે. અહીં બે પ્રાથમિક હોર્મોન્સ ઓક્સીટોસિન અને વાસોપ્રેસિન કારણભૂત હોવાનું જણાય છે

ઓક્સીટોસિનને ઘણીવાર "કડલ હોર્મોન" તરીકે ઓળખવામાં આવે છે. ડોપામાઇનની જેમ, ઓક્સીટોસિન હાયપોથાલેમસ દ્વારા ઉત્પન્ન થાય છે અને સેક્સ, સ્તનપાન અને બાળજન્મ દરમિયાન મોટી માત્રામાં મુક્ત થાય છે.



પ્રેમમાં આ કારણથી થાય છે દુ:ખનો અનુભવ

આમ તો પ્રેમ એટલે મગજમાં રિલીઝ થતા હાર્મોન. અત્યાર સુધી તો આપણે પ્રેમનુ ખૂબ સુંદર ચિત્ર જોયું, પણ પ્રેમથી દુખ અને ઉદાસીનતાનો બહુ દૂરનો સંબંધ નથી. પ્રેમ ઘણીવાર ઈર્ષ્યા, અનિયમિત વર્તન અને અતાર્કિકતા સાથે હોય છે. આપણા મૈત્રીપૂર્ણ હોર્મોન્સનું જૂથ પણ પ્રેમના ડાઉનસાઇડ્સ માટે જવાબદાર છે. પ્રેમમાં વ્યક્તિને એકબીજાનુ વ્યસન થઈ જાય છે તેમ રહેવામાં કશું જ ખોટું નથી. કહેવાય છે કે કોઈપણ વસ્તુની અતિ હમેશા ખરાબ જ હોય છે. આવું કંઈક આપણા હાર્મોન સાથે પણ છે. જ્યારે ડોપામાઈનના પ્રવાહમાં અવરોધ આવે અથવા તો ઓક્સિટોસીનની વધુ પડતી માત્રા મગજમાં રિલીઝ થવા લાગે તો પણ તેના લીધે સકાકરાત્મક લાગણીઓ નકારાત્મકતામાં પરિવર્તિત થવા લાગે છે. આમ પ્રેમને ઉત્પન્ન કરતા હાર્મોન ડોપામાઇન અને ઓક્સીટોસિન પણ બેધારી તલવાર બની શકે છે અને પ્રેમની ખુશીને બદલે દુખનો પણ અનુભવ કરાવી શકે છે.
First published:

Tags: Love, Science, Valentine, Valentine Day 2023