Rose Day પહેલા આ રીતે તમારી ત્વચાને બનવો સુંદર

News18 Gujarati
Updated: February 6, 2020, 5:18 PM IST
Rose Day પહેલા આ રીતે તમારી ત્વચાને બનવો સુંદર
પ્રતિકાત્મક તસવીર

આ રીતે રોઝ ડે પર ચાર્મિંગ અને સુંદર દેખાવો, કરો બસ આટલું.

  • Share this:
7 ફેબ્રુઆરીથી વેલેન્ટાઇન વીકની શરૂઆત થઇ જાય છે. અને સૌથી પહેલા આવે છે રોઝ ડે. જ્યારે તમે તમારા પ્રિય પાત્રને રોઝ આપી તમારી પ્રેમની અભિવ્યક્તિ કરો છો. અને જો આજે હા પડી જાય તો વેલેન્ટાઇન ડે સુધરી જાય છે. તો જો તમે પણ આશા રાખો છો કે આ વેલેન્ટાઇન ડે પર તમને પણ કોઇ પ્રપોઝ કરવાનું છે. અને આ માટે તમે ખાસ દેખાવા માંગો છો તો અમે તમને કેટલીક ટિપ્સ આપી શકીએ છીએ. જેથી કરીને તમે રોઝ ડે પર ચાર્મિંગ અને સુંદર લાગો.

આ માટે તમારે સૌથી પહેલા તો ત્વચાને સ્ક્રબ કરવાની જરૂર છે. તે માટે અખરોટની છાલના મહિમ ભુક્કાને કાચા દૂધ સાથે ભેળવો. પછી આની જાડી પેસ્ટ ચહેરા પર લગાવો અને પેસ્ટ થોડી સુકાઇ જાય તો મસાજ કરી ચહેરા પરથી મેલ નીકાળો. તે પછી ચહેરો સાફ કરો. હવે ચહેરા પર મધ અને ક્રશ કેળાની પેસ્ટ લગાવો. અને તેને 5 થી 10 મિનિટ ચહેરા પર લગાવીને. ચહેરો સાફ કરી દો. હવે રાત્રે સૂતા પહેલા ચહેરા પર અડધી ચમચી એલોવેરા જેલમાં નાની ચપટી હળદળ મેળવી તે મિશ્રણ ચહેરા પર લગાવી 15 મિનિટ રાખો. પછી ટીશ્યૂથી આને દૂર કરો. બીજા દિવસે તમારો ચહેરો તમે ખીલેલો દેખશો.

Disclaimer: ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત તમામ જાણકારી સર્વ સામાન્ય માહિતીના આધારે લખવામાં આવી છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટિ નથી કરતું. જાણકારોની સલાહ લેવી આવશ્યક છે.
First published: February 6, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading