વેલેન્ટાઇન ડે પહેલા માત્ર 10 રૂપિયામાં મેળવો ચહેરા પર ચમકદાર સુંદરતા

News18 Gujarati
Updated: February 11, 2020, 1:51 PM IST
વેલેન્ટાઇન ડે પહેલા માત્ર 10 રૂપિયામાં મેળવો ચહેરા પર ચમકદાર સુંદરતા
પ્રતિકાત્મક તસવીર

જો તમને ખીલની સમસ્યા રહે છે તો...

  • Share this:
વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે. અને કોલેજમાં ભણતા દરેક યુવક યુવતીઓ માટે આ દિવસ ખાસ હોય છે. આ દિવસે દરેક યુવા મનમાં એક આશ હોય છે કે 'કાશ મને પણ તેવું કોઇ મળી જાય જે મારા માટે હોય ખાસ!' જો તમારા મનમાં પણ આજ આશા હોય અને વેલેન્ટાઇન ડે પર તમે સુંદર દેખાવા માંગતા હોવ તો આ ટિપ્સ તમને ખૂબ જ સસ્તી કિંમતમાં ચમકદાર સુંદરતા અપાવશે. વળી આ તમામ વસ્તુઓ પ્રાકૃતિક છે અને તે માટે તમારે ખાસ મહેનત પણ નહીં કરવી પડે રસોડામાં રહેલી આ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે ઘરે બેઠા જ બ્યૂટીપાર્લર જેવી સુંદરતા મેળવી શકશો. આ માટે ખાલી કરો આટલું.

જો તમને ખીલની સમસ્યા રહે છે. તો ઘરની આસપાસ કોઇ લીમડાના વૃક્ષથી ચાર પાંચ લીમડાના પત્તા તોડી, તેની સાફ કરી વાટી લો. આ મિશ્રણમાં મુલતાની માટી અને ગુલાબજળ મેળવો અને આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવો. 10 મિનિટ પર ચહેરો સ્વચ્છ પાણીથી સાફ કરી લો.

દમદાર ત્વચા માટે મધની અંદર હળદળ ઉમેરો અને હળવા હાથે ચહેરા પર આ મિશ્રણથી મસાજ કરો. તે પછી 10 મિનિટ પછી ચહેરો સ્વચ્છ પાણીથી સાફ કરી લો. સૂકી ત્વચા માટે આ મસાજ લાભકારી સાબિત થાય છે.

મુલતાની માટીમાં હળદળ નાંખીને આ મિશ્રણને ચહેરા પર લગાવો. જો તમારી ત્વચા તૈલી હોય તો આ ફેસપેક તમારા ચહેરાનું અંદરથી નિખાર આપશે.

કેળાના છૂંદીને તેમાં અડધી ચમચી મધ ભેળળો. પછી તેમાં નાની ચપટી હળદળ મેળવો. અને તેમાં અડધી ચમચી દહીં ઉમેરો. આ મિશ્રણને ભેગું કરીને તેને ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી ચહેરો પાણીથી સાફ કરી લો. આમ ઓછા ખર્ચે તમે વેલેન્ટાઇન ડે પર સુંદરતા મેળવી શકો છો.
First published: February 11, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading