Dear Teenager : તમે જેને પ્રેમ સમજો છો તે એક અત્યાચાર ભરેલો સંબંધ તો નથી ને?

News18 Gujarati
Updated: February 7, 2020, 3:52 PM IST
Dear Teenager : તમે જેને પ્રેમ સમજો છો તે એક અત્યાચાર ભરેલો સંબંધ તો નથી ને?
પ્રતિકાત્મક તસવીર

શૈલી સ્કૂલમાં હવે ઓછું બોલવા લાગી. કોઇ પણ પ્રકારની શાળાની ઇવેન્ટમાં ભાગ લેતા બચતી.

  • Share this:
શૈલી (* નામ બદલ્યું છે) શાળાએથી ચાલીને ઘરે આવતી હતી. અરુણ નામનો યુવક જે તેની બાજુની જ સોસાયટીમાં રહેતો હતો તેને પીછો કરતો હતો. શાળાએથી દરરોજ પાછા આવતા અરુણ તેનો પીછો કરતો. પછી તો તે ટ્યૂશન ક્લાસમાં પણ પાછળ આવવા લાગ્યો. તેના ફેન્ડ્સ શૈલીને તેનો 'બોયફ્રેન્ડ' કહીને ખીજવવા લાગ્યા. એક દિવસે અરુણે શૈલીને કાર્ડ આપ્યું જે પર 'I Love You' લખ્યું હતું. આ વાંચીને શૈલી ખુશીનો કોઇ પાર ન રહ્યો. પહેલીવાર કોઇ યુવકે તેના માટે આવું કર્યું હતું. તે યુવક તેની પાછળ ગાંડો હતો અને ટીનએજની એ કુમળીવયે તમારે બીજું શું જોઇએ!

જેવું જ શૈલીએ તે પ્રપોઝ સ્વીકાર્યું, અરુણ તેને બધે જ ફોલો કરવા લાગ્યો. શૈલી જો તેના ક્લાસના બીજા છોકરાઓ જોડે વાત કરે તો અરુણ ગુસ્સે ભરાતો. તે શૈલીના ફોન પણ ચેક કરતો અને કોઇ અન્ય યુવકના ફોન કે મેસેજ આવે તો શૈલીનું તો આવી જ બને! તે શૈલી પર બૂમો પાડવા લાગ્યો, શૈલી ટ્યૂશનમાં મોડી આવે, રજા પાડે તો પણ તેને અરુણને આ બધી વાતે ખુલાસા આપવા પડતા. તેની બાકીની બહેનપણીઓ શૈલીને કહેતી કે 'તું કેટલી નસીબદાર છે, તે તને કેટલો પ્રેમ કરે છે!' બસ ખાલી શૈલી જ તે વાત સમજતી હતી કે તે કેટલી નસીબદાર છે! શૈલી હવે અરુણથી ડરવા લાગી હતી. તેને સમજાતું નહતું કે તે હવે કંઇક અજાણતા પણ કરશે તો અરુણ વાતનું વતેસર કરી દેશે. શૈલી સ્કૂલમાં હવે ઓછું બોલવા લાગી. કોઇ પણ પ્રકારની શાળાની ઇવેન્ટમાં ભાગ લેતા બચતી. એક સમયે ચંચળ મનાતી શૈલી આજે આ પ્રેમરૂપી પાંજરામાં અટવાઇને પડી ગઇ હતી. ધણીવાર તો તે રાતે ડરના મારે જાગી જતી અને રડી પડતી.

પ્રતિકાત્મક તસવીર


શું તમે પણ કદી આવી ઉપરોક્ત સ્થિતિ અનુભવી છે? શું કદી આવી એબ્યુસીવ સંબંધને પ્રેમ સમજવાની ભૂલ કરી છે. જો હા તો વધુ વાંચો.

તરુણ અવસ્થામાં હોર્મોન્સ, ટેસ્ટોસટોરન બદલાવો આવે છે. જે તમને મુંઝવણ અને કેઓસ તરફ દોરી જાય છે. ટીનએજર, સેફ સેક્સ પ્રેક્ટિસ અને હેલ્ધી રિલેસનશીપ મામલે હંમેશા અડધી પડધી માહિતી ધરાવતા હોય. વળી તે સમયે બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ હોવાનું એક અલગ પ્રેશર પર ટીનએજરમાં હોય છે. અને આજ કારણ છે કે ક્યારેક ટીનએજર પણ આ બધી વાતોના કારણે પાર્ટનર શોધવામાં થાપ ખાઇ જતા હોય છે. તેમ છતાં અનેક ભોગ બનનાર દુ:ખ સહન કરીને પણ આ સંબંધને સાચવી રાખતા હોય છે. તે પાછળ ડર, બ્રેક અપ થવાની શરમ, મા-બાપ અને બાળકો વચ્ચે વાતચીતનો અભાવ જવાબદાર હોય છે, જે સગીર બાળકો માટે સ્થિતિને વધુ મુશ્કેલ બનાવી દેતો હોય છે.

Abuse કે અત્યાચાર ભરેલા સંબંધોના સંકેતભાવનાત્મક અત્યાચાર અને મનોચિકિત્સક અત્યાર આ બે પ્રકારના અત્યાર મુખ્ય હોય છે. જેના કારણે માણસ એકલું પડી જાય છે અને તેને લાગે છે તેનું જીવન સૌથી ખરાબ છે. જે તે વ્યક્તિ તમારા સંબંધમાં તે રીતે તમને કંટ્રોલ કરે છે તમે તેના હાથની કઠપૂતળી બનીને રહી જાવ છો. વળી તેમાં શારિરીક અત્યાચાર જેવા કે થપ્પડ મારવી, પંચ મારવો તેવી સ્થિતિ પણ ઉદ્દભવે છે. જે પણ ખોટું છે.

ધાકધમકી
શરૂઆત ધાકધમકીથી થાય છે. તે તમારી દરેક વસ્તુને જુઓ છે. તેને તમે ક્યારે ક્યાં હશો તે વાત ખબર છે. તે તમારા ફોનથી લઇને બધુ જ તપાસે છે. તે તમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ધમકી આપી શકે છે. જેના કારણે તમે વ્યક્તિગત રીતે સતત ચિંતત અને અસુરક્ષિત અનુભવી શકો છો.

પ્રતિકાત્મક તસવીર


જ્યારે ધાકધમકીથી વાત નહીં બને તો ત્યારે ધમકીઓ વધુ ઉગ્ર બને છે. એસિડ અટેક, પોતાની જાતને નુક્શાન, હું આત્મહત્યા કરી લઇશ કે પછી તને જીવતી નહીં છોડું તેવી ધમકીઓ વધવા લાગે છે.

આ સિવાય પણ કેટલીક પ્રકારની ધમકી હોય છે જેવી કે જો તું મારી સાથે બહાર ન આવી તો હું બધાને કહી દઇશ કે આપણે બેડમાં શું કર્યું હતું. ધણીવાર તમારા પ્રાઇવેટ ફોટો, વીડિયોને જગજાહેર કરવાની ધમકી પણ અપાય છે.

અન્ય પ્રકારના માનસિક ત્રાસમાં તે તમને 'જાડી', 'કાળી' જેવા નામ આપી ત્રાસદી આપે છે. સગીર અવસ્થામાં આમ પણ બાળકોનો આત્મવિશ્વાસ ડગુ મગું હોય છે અને તેમાં આ મેણાં જીવનભર તમારા મગજમાં ઊંડા ઘા મૂકી જાય છે. અને ડિપ્રેશન તરફ દોરી જાય છે.

સાઇલેન્ટ ટ્રીટમેન્ટ પણ આવા જ માનસિક ત્રાસનો ભાગ છે. જેમાં સજાના ભાગ રૂપે પાર્ટનર તમારી સાથે બોલવાનું છોડી દે છે. વળી તે તમને સતત ક્રિટીસાઇઝ કરે. એટલે કે તમે જે કરો તેમાં નકારાત્મક બોલે, તમને ઉતારી પાડે. જેનાથી તમે તમારી જાત પ્રત્યે જ અણગમો અનુભવો. તમે તમારી ઇચ્છા મુજબ કોઇ વસ્તુ નથી કરી શકતા.

સેક્સયુઅલ એબ્યુસ
તમારા મનમાં ડર ઊભો કરવા અને તમને વધુ સારી રીતે કંટ્રોલ કરવા તમારો પાર્ટનર તમને સેક્સયુઅલ એબ્યુસ એટલે કે શારિરીક અત્યાચાર પણ કરી શકે છે. આ પરિસ્થિતિમાં તે તમારી સાથે સેક્સ કરવ, ડેટ રેપ, ફોર્સ ઓરલ સેક્સ, કે કપડા ઉતારતો વીડિયો કે અણગમતો ટચ કરવાનો પ્રયાસ કરે. ધણીવાર ગ્રુપ રેપ સુધી વાત પણ પહોંચી જાય છે.

જો તમે ઉપરોક્ત કોઇ પણ પરિસ્થિતિમાંથી પસાર થયા છો તો તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું જ રહ્યું. અને આ અહીં લખ્યું છે તેટલું સરળ નહીં રહે. પણ તમારા માતા પિતા, મિત્રો કે પછી જે મોટી વ્યક્તિને તમે ટ્રસ્ટ કરતા હોવ તેને આ અંગ વાત કરો. અને આ બકવાસ સંબંધથી બહાર આવો. અને હંમેશા યાદ રાખો આ તમામ માટે તમે કારણભૂત બિલકુલ નથી. અને તમે ઇચ્છશો, યોગ્ય પ્રયાસ કરશો, બધાને જણાવશો તો તમે આ ખરાબ સંબંધમાંથી બહાર આવી શકશો. કશું પણ અશક્ય નથી.

સુરભિ રસ્તોગી જે વિવિધ ઓર્ગેનાઇજેશન જેમ કે કોકા કોલા ઇન્ડિયામાં HR તરીકે કામ કરી ચૂકી છે અને હાલ માતૃત્વનો આનંદ માણી રહી છે તેણે લખ્યો છે. તે સામાન્ય રીતે બાળકો અને મહિલાના ફિક્શન અને નોનફિક્શન સ્ટોરી પર લખે છે. તે ફેમિનિસ્ટ મુદ્દે વાત કરવાનું પસંદ કરે છે. અને તે રેડવોમ્બની એક ભાવનાત્મક વેલનેસ કોલમિસ્ટ છે.

 

 
First published: February 7, 2020, 3:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading