Home /News /lifestyle /

વેલેન્ટાઇન ડે 2021: 10 મિનિટમાં કરો ગુલાબ જળથી ફેશિયલ, પાર્ટી માટે આવી રીતે થાઓ તૈયાર

વેલેન્ટાઇન ડે 2021: 10 મિનિટમાં કરો ગુલાબ જળથી ફેશિયલ, પાર્ટી માટે આવી રીતે થાઓ તૈયાર

પ્રતીકાત્મક તસવીર

How to make facial at home: તમે સરળતાથી ગુલાબ જળ ફેશિયલને બનાવી શકો છો અને ઘરે બેસીને માત્ર 10 મિનિટમાં સસ્તા ફેશિયલથી ચહેરા પર ગ્લો મેળવી શકો છો.

  મુંબઈ: ચહેરા પર ગ્લો લાવવા માટે સ્ત્રીઓ વિવિધ પ્રકારના મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ અને ટ્રીટમેન્ટ્સ (Beauty treatment)નો ઉપયોગ કરે છે. પાર્લરમાં જઇને તેઓ કલાકો સુધી બેસીને ફેશિયલ (Facial) પણ કરાવે છે. પરંતુ કેમિકલ્સ અને મોંઘાદાટ ફેશિયલ તેમની ત્વચા અને ખિસ્સા પર ભારે પડે છે. ત્યારે સ્ત્રીઓ કેટલાક ઘરેલું ઉપાયો અપનાવવાનું વિચારે છે. જો આ વખતે વેલેન્ટાઇન ડે (Valentine Day 2021) પર તમે ફેશિયલ કરીને ચહેરા પર ગ્લો લાવવાનો વિચારતા કરતા હોય, તો ઘરે જ તેનો ટ્રાય કરો. તમે સરળતાથી ગુલાબ જળ ફેશિયલને બનાવી શકો છો અને ઘરે બેસીને માત્ર 10 મિનિટમાં સસ્તા ફેશિયલથી ચહેરા પર ગ્લો મેળવી શકો છો. જે ચહેરા માટે ચહેરા માટે આરામદાયક પણ હોય છે. આવું કરીને તમે પૈસા અને સમય બંને બચાવી શકો છો. અહીં અમે તમને જણાવીએ કે તમે ગુલાબ જળનું ફેશિયલ કેવી રીતે કરી શકો છો.

  ક્લીંજિંગ

  ફેશિયલનું પ્રથમ પગલું ક્લીંજિંગનું છે. ચહેરા પરની ધૂળ, પરસેવો અને તેલ દૂર કરવા માટે ક્લીંજિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ ચહેરા પરથી મેકઅપ દૂર કરવા અને ત્વચાના મૃત કોષોને દૂર કરવા માટે પણ થાય છે. આનાથી ચહેરો ચીવટથી સાફ થાય છે કારણ કે ગુલાબ જળમાં ઔષધીય ગુણધર્મો છે અને તે લોહીનું પરિભ્રમણ પણ સુધારે છે. ક્લીંજિંગ ત્વચાના મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે અને નવા કોષો બનાવે છે. ક્લીંજિંગ ત્વચાના છિદ્રોને બંધ થવાથી રોકે છે, જે પિમ્પલ્સ અને બ્લેકહેડ્સથી રાહત આપે છે.

  ક્લીંજિંગ કરવાની રીત

  ગુલાબજળ દરેક પ્રકારની ત્વચા માટે ખૂબ જ સારું ક્લીંઝર છે. ચહેરો સાફ કરવા માટે એક ચમચી ગુલાબ જળમાં થોડા ટીપાં ગ્લિસરિન નાંખો અને આ મિશ્રણને કોટનની મદદથી ચહેરા પર લગાવવાથી ચહેરો સાફ થાય છે. આનાથી ચહેરા પર રહેલી ગંદકી અને ધૂળ સરળતાથી દૂર થઈ જશે.

  સ્ક્રબિંગ

  ફેશિયલનું બીજું સ્ટેપ સ્ક્રબિંગ છે. સ્ક્રબિંગ ચહેરાની સપાટી પરના મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે. તે ત્વચાના બંધ છિદ્રોને ખોલવા સાથે ત્વચાને પોષણ પણ આપે છે. ત્વચાને સાફ કરવા માટે નિયમિત સ્ક્રબિંગ એ ખૂબ જ સારું છે. જેનાથી રક્ત પરિભ્રમણમાં પણ સુધારો થાય છે.  સ્ક્રબિંગ કરવાની રીત

  ગુલાબ જળ ફેશિયલમાં સ્ક્રબિંગ કરવા માટે ખાંડ અને ગુલાબ જળની જરૂર પડશે. બંને વસ્તુને સારી રીતે મિક્સ કરો અને સ્ક્રબને ચહેરા પર લગાવો. ત્યાર બાદ હલકા હાથે આખા ચહેરા પર સર્ક્યુલર ગતિથી માલિશ કરો. આ દરમિયાન ધ્યાન રાખો કે આ સ્ક્રબ આંખોમાં ન જાય. આ સાથે ગળા પર પણ થોડું સ્ક્રબિંગ કરવું જોઈએ. ઉપરાંત તેને નાકની આસપાસ સારી રીતે સ્ક્રબ કરવું જોઈએ, જેથી બ્લેકહેડ્સ સરળતાથી નીકળી જાય.

  મસાજ

  ચહેરાનું ત્રીજું સ્ટેપ મસાજ છે. ચહેરા પર મસાજ કરવાથી ત્વચા ગ્લો થવા ઉપરાંત નરમ અને મુલાયમ પણ થાય છે. સાથે જ ચહેરા પરથી થાક અદૃશ્ય થઈ જાય છે અને તમે તાજગી અનુભવી શકશો. ફેસ મસાજ તમારા ચહેરા પર એન્ટી એજિંગની જેમ પણ કામ કરે છે. ફેસ મસાજથી ત્વચાના રક્ત પરિભ્રમણમાં સુધારો થાય છે, જે ત્વચાને જુવાન અને સ્વસ્થ બનાવે છે.

  આ પણ વાંચો: અમદાવાદ: પત્નીએ તેના પતિને પ્રેમિકા સાથે બાઇક પર જતા પકડી પાડ્યો અને જાહેરમાં જ થઈ જોવા જેવી

  માલિશ કરવાની રીત

  એક બાઉલમાં થોડું મધ અને ગુલાબ જળ બરાબર મિક્સ કરો. આ મિશ્રણને તમારા હાથની આંગળીઓ પર લઇ, આંખો બંધ કરીને હળશ હાથે મસાજ કરો. આ મિશ્રણને ઓછામાં ઓછી 5 મિનિટ સુધી માલિશ કરો. યાદ રાખો કે, મસાજ હંમેશા ઉપરની તરફ જ કરવું જોઈએ.

  સ્ટીમ

  ફેશિયલના ચોથા સ્ટેપમાં સ્ટીમ આવે છે. સ્ટીમથી ચહેરા પરના બંધ છિદ્રો ખુલે છે અને સ્ટીમથી મૃત ત્વચા પણ દૂર થાય છે. સ્ટીમ ત્વચાને અંદરથી સાફ કરે છે, જેની અસર બહારના ભાગમાં પણ જોવા મળે છે. આ ઉપરાંત, સ્ટીમ લેવાથી ચહેરાની કરચલીઓ પણ ઓછી થાય છે. સ્ટીમ ત્વચાને તાજગી આપવા સાથે ત્વચાના ભેજને પણ અકબંધ રાખે છે.

  આ પણ વાંચો: કળયુગી પુત્રએ માતાનું ધાવણ લજવ્યું: સંપત્તિ માટે વૃદ્ધ માતાપિતાની હત્યા કરી નાખી

  સ્ટીમ લેવાની રીત

  એક બાઉલમાં પાણી ઉકાળી, તેમાં ગુલાબ જળ ઉમેરીને હલાવો અને તેની વરાળ ચહેરા પર લો. ગરમ પાણી અને ગુલાબ જળના મિશ્રણમાં તમે તાજી ગુલાબની પાંખડીઓ પણ ઉમેરી શકો છો.

  ફેસ પેક

  ફેશિયલનું છેલ્લું સ્ટેપ ફેસ પેક લગાવવું છે. આ માટે ગુલાબ જળ અને ચણાનો લોટ વાપરો. બેસન ત્વચા પરના તેલને નિયંત્રિત કરીને પિમ્પલ્સ ઘટાડે છે. ફેસ પેક પિમ્પલ્સ અને તેના ડાઘ ઘટાડવામાં મદદ કરે છે. તે ત્વચાના મૃત કોષોને પણ શુદ્ધ કરે છે. ફેસ પેક લગાવવાથી ત્વચા શુધ્ધ દેખાય છે. ફેસ પેક લગાવ્યા બાદ કરચલીઓ, ફાઇન લાઇન ઓછી થાય છે.

  આ પણ વાંચો: સુરત: યુવતીને લગ્ન બાદ બહેનપણીના ભાઈ સાથે ઓળખાણ રાખવી ભારે પડી!

  ફેસ પેક લગાવવાની રીત

  સૌ પ્રથમ એક ચમચી ચણાના લોટ લો, તેમાં બે ચમચી ગુલાબ જળ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ આ ફેસ પેકને ચહેરા અને ગળા પર લગાવો અને થોડી વાર માટે છોડી દો. ત્યાર બાદ હળવા હાથથી ચહેરા પર મસાજ કરો. હવે ચહેરાને ઠંડા પાણીથી સાફ કરીને ચહેરા પર એક સારું મોઇશ્ચરાઇઝર લગાવો.

  (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચના સામાન્ય જાણકારી પર આધારિત છે. Gujarati News18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો.)
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Beauty treatment, Facial, Gulab, Party, Rose, Valentine Day

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन