Valentine's Day 2020 : ઓછા બજેટમાં આ રીતે મનાવો રોમાન્ટિક વેલેન્ટાઇન ડે

News18 Gujarati
Updated: February 13, 2020, 5:56 PM IST
Valentine's Day 2020 : ઓછા બજેટમાં આ રીતે મનાવો રોમાન્ટિક વેલેન્ટાઇન ડે
પ્રતિકાત્મક તસવીર

આ 4 ટિપ્સથી ઓછા બજેટમાં મનાવો રોમાન્ટિક વેલેન્ટાઇન ડે

  • Share this:
વેલેન્ટાઇન ડેમાં જે પણ લોકો એકબીજાથી પ્રેમ કરતા હોય છે તે પોતાના પાર્ટનર સાથે રોમાન્ટિક સમય જરૂરથી પસાર કરવા ઇચ્છે છે. તમે પ્રેમી પ્રેમિકા હોવ કે પછી પતિ પત્ની વેલેન્ટાઇન ડે એવો દિવસ હોય છે જ્યારે તમારો પાર્ટનર તમારાથી કંઇક ખાસ ઇચ્છે છે. પણ આજના મોંઘવારીના જમાનામાં કંઇક ખાસ કરવું મોંઘુ પડી જાય છે. પણ તમે તમારા પાર્ટનરનું મન પણ તોડી નથી શકતા. તો આજે અમે તમને ચાર ટિપ્સ આપીશું જે તમને ઓછા બજેટમાં પણ રોમાન્ટિક વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરવામાં મદદરૂપ થશે.

ઓફિસમાંથી રજા લઇ લો
જો તમે પરણિત છો તો તમારા પાર્ટનરને સપ્રાઇઝ કરવા માટે એક દિવસની સ્પેશ્યલ રજા લઇ લો. અને તેવા કપડા પહેરો જે તેને પસંદ હોય. અને પછી એક ચોકલેટની ભેટ સાથે તેની સાથે ખાસ સમય પસાર કરો. આ સમય છે કે તમે તમારા હનીમૂનની યાદો ફરી તાજા કરો. સાંજે ઘરે ડાઇનિંગ ટેબલ પર તેની સાથે કેન્ડલ લાઇટ ડિનર કરો. અને કૂકિંગમાં અને ઘરના બીજા કામોમાં તેની મદદ કરો.

સ્પેશ્યલ ડિશ બનાવો
પત્નીને પતિ સરસ જમવાનું બનાવીને પોતાના હાથથી જમાડે તે વાત હંમેશા ગમે છે. યુટ્યૂબ પર તેમની ગમતી વાનગીની રેસિપી શીખી લો. અને તેને આ સ્પેશ્યલ ડિશ બનાવી સરપ્રાઇઝ કરો.

બેડ બ્રેકફાસ્ટબજારથી તેનો મન ગમતો નાસ્તો લઇ આવો અને સવારે એક ફૂલ, નાસ્તાની પ્લેટ સાથે તેને સરપ્રાઇઝ કરો. વળી તમે આ સાથે રોમાન્ટિક વેમાં તેના વખાણ કરી પોતાના પ્રેમની અભિવ્યક્તિ પણ કરી શકો છો.

લવ નોટ્સ
બજારમાં નાના કાર્ડ્સ બને છે. તમે ઇચ્છો તો ઘરે પણ નાના ક્યૂટ લવ નોટ્સ બનાવી તે સવારે ઉઠે તે પહેલા ઘરના અલગ અલગ ખૂણે મૂકી શકો છો. આ કાર્ડમાં તેનો આભાર વ્યક્તિ કરી શકો, તેના વખાણ કે રોમાન્ટિક લાઇન્સ લખીને મૂકી શકો છો.
First published: February 13, 2020
વધુ વાંચો
अगली ख़बर