Home /News /lifestyle /

Parenting Tip: બાળકને રસી અપાવો ત્યારે ખાસ રાખો આ ધ્યાન, રડશે નહીં અને દુખાવો પણ નહીં થાય

Parenting Tip: બાળકને રસી અપાવો ત્યારે ખાસ રાખો આ ધ્યાન, રડશે નહીં અને દુખાવો પણ નહીં થાય

બાળકને રસી અપાવતા સમયે ખાસ રાખો આ ધ્યાન

Parenting Tip: નાના બાળકોને રસી અપાવવી ખૂબ જ જરૂરી છે. રસી અપાવવાથી બાળકની હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. પરંતુ જો પેરેન્ટ્સ રસી અપાવતા પહેલા અને પછી આ બાબતોનું ખાસ ધ્યાન રાખે છે તો બાળક હેરાન બહુ ઓછુ થાય છે.

  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બાળકો બહુ નાજુક હોય છે. ખાસ કરીને ઇન્જેક્શન જ્યારે બાળકને આપવામાં આવે ત્યારે એ અનેક રીતે ડરતા હોય છે અને ખૂબ રોતા હોય છે. પરંતુ નાના બાળકોને સમય પર વેક્સીન આપવી ખૂબ જરૂરી છે. વેક્સીન અપાવવાથી બાળકને અનેક ઘણાં ફાયદા થાય છે. અમુક રોગો એવા છે જે વેક્સીન અપાવવાથી એમાંથી ફાયદો થાય છે અને સમય જતા ઓછી તકલીફ પડે છે. આ વેક્સીન બાળકોને 12 થી 15 વર્ષ સુધી લગાવવામાં આવે છે. આ વેક્સીનમાં બાળકોની રસીનો પણ સમાવેશ થાય છે. તો જાણો બાળકોને રસી આપ્યા પછી થતા દુખાવામાંથી રાહત મેળવવા પેરેન્ટ્સે શું કરવું...

  બાળકોને રસી અપાવતી વખતે પેરેન્ટ્સ રાખે આ ધ્યાન


  બાળકોને વેક્સીનેશન પછી તાવ આવતો હોય છે તેમજ દુખાવો પણ બહુ થતો હોય છે જેના કારણે બાળક સતત રડ્યા કરે છે. ખાસ કરીને નવજાત શિશુને સંભાળવુ અઘરું પડી જાય છે.

  હળવો હાથ ફેરવો


  રસી અપાવ્યા બાદ બાળકને ઘરે લાવો ત્યારે એને સુવડાવી દો. આમ કરવાથી બાળકને આરામ મળે છે. ત્યારબાદ બે થી ત્રણ કલાક રહીને બાળકને જે જગ્યાએ રસી આપી છે ત્યાં હળવો હાથ ફેરવો. આમ કરવાથી એને રાહત થશે.

  પેનલેસ રસી અપાવો


  આજના આ સમયમાં બાળકો માટે પેઇનલેસ રસી આવી ગઇ છે. પેઇનલેસ રસી અપાવવાથી બાળકને તાવ આવતો નથી અને દુખાવો પણ થતો નથી. આ માટે બાળકોને બને ત્યાં સુધી પેઇનલેસ રસી અપાવવાનો આગ્રહ રાખો જેથી કરીને પેરેન્ટ્સ અને બાળક એમ બન્ને હેરાન ના થાય.

  આ પણ વાંચો: રક્તદાન કરવાથી ઘટે છે વજન

  ડોક્ટરને તાવની દવા વિશે પૂછો


  જ્યારે પણ તમે બાળકને રસી અપાવો ત્યારે ખાસ કરીને ડોક્ટરને પૂછીને તાવની પણ દવા લખાઇ લો. ઘણાં બાળકોને રસી અપાવ્યા પછી તાવ આવતો હોય છે. આ માટે ડોક્ટરના જણાવ્યા મુજબ તાવની દવા આપો જેથી કરીને એ હેરાન ના થાય અને રિલેક્સ રહે.

  આરામદાયક કપડા પહેરાવો


  બાળકને રસી અપાવ્યા પહેલા અને પછી એવા કપડા પહેરાવો જેમાં એ એકદમ રિલેક્સ રહે. આ માટે બને ત્યાં સુધી રૂટિનના કપડા પહેરાવો. નવા કપડા પહેરાવો છો તો બાળકને મજા આવતી નથી અને એ રડ્યા કરે છે.

  આ પણ વાંચો: વાસી થૂંક આંખમાં આંજવાથી થાય છે અનેક ફાયદાઓ

  ખોળામાં બેસાડો


  બાળકને જ્યારે પણ રસી અપાવો ત્યારે ખાસ કરીને તમારા ખોળામાં બેસાડો. ખોળામાં બેસાડવાથી બાળકને હુંફ મળે છે.
  Published by:Niyati Modi
  First published:

  Tags: Child, Child care, Life style

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन