ઉત્તરાયણમાં બનાવો પોચી અને કડક અવનવી 'ચિક્કી'

News18 Gujarati
Updated: January 12, 2018, 5:37 PM IST
ઉત્તરાયણમાં બનાવો પોચી અને કડક અવનવી 'ચિક્કી'
News18 Gujarati
Updated: January 12, 2018, 5:37 PM IST
ઉત્તરાયણ હવે આવવાને થોડા જ દિવસો બાકી છે ત્યારે બધાના ઘરમાં ચિક્કી બનાવવાની તૈયારીઓ થતી હશે. ઘણા એવા પણ હોય કે જેમને ચિક્કી તો બનાવવી હોય પરંતુ સારી બનતી ન હોય. જો તેવુ તમારી સાથે થતું હોય તો તમે આ રીતે ચિક્કી બનાવવાનો ટ્રાય કરો.

 • સીંગ ગોળની ચીકીસામગ્રી

  250 ગ્રામ સીંગદાણા

  250 ગ્રામ ગોળ
  2 મોટી ચમચી ઘી
  5 થી 6 નંગ ઈલાયચીનો પાવડર
  Loading...

  રીત
  -સૌપ્રથમ સીંગદાણાને શેકીને અધકચરા વાટી લો.
  -હવે એક નોન સ્ટિક કઢાઈમાં ઘી ગરમ કરો.
  -ગરમ થાય એટલે તેમાં ગોળને ઓગાળો.
  -ગોળ ઓગળીને ફૂલવા માંડે કે તરત જ અધકચરા વાટેલા સીંગદાણા નાખીને -સારી રીતે મિક્ષ કરી લો.
  -ઈલાયચી પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરીને નીચે ઉતારી લો.
  -હવે એક થાળીની પાછળ તેલ લગાવીને આ મિશ્રણને પાથરી દો.
  -મોટી પાતળી રોટલી વણો.
  -આ મિશ્રણ ગરમ રહે ત્યાં સુધી જ ઝટપટ આની રોટલી વણી લેવી.
  -ઠંડુ થતા જ તેને તોડીને ભરી લેવી. તૈયાર છે સીંગદાણાની ચીકી.


 

કાળા તલ અને ખજૂરની ચીકી

સામગ્રી

500 ગ્રામ કાળા તલ
250 ગ્રામ કાળી ખજૂર
10 ગ્રામ રાજગરો
250 ગ્રામ ચીકી ગોળ
3 ચમચા શુદ્ધ ઘી

રીત
-સૌપ્રથમ તલ, ખજૂર અને રાજગરાને બરાબર સાફ કરી લો.
-ખજૂરના ઝીણા ટુકડા કરી લેવા.
-એક નોનસ્ટિક કડાઈમાં ઘી ગરમ કરો.
-ગરમ થાય એટલે તેમાં ગોળ ઉમેરીને બ્રાઉન થાય ત્યાં સુધી ગરમ કરો.
-ત્યાર બાદ તેમાં કાળા તલ અને ખજૂરને બરાબર મિક્ષ કરી લેવું.
-ગેસ પરથી ઉતારી લો.
-થાળીની પાછળના ભાગે તેલ ચોપડી પાથરી લેવું.
-વેલણથી બરાબર વણતા પહેલાં રાજગરો ઉપર રહે તેમ ભભરાવી દો.
-બરાબર વણી લો. બસ, કાળા તલ તથા ખજૂરની પૌષ્ટિક ચીકી તૈયાર છે.

 • તલની ચીકી 

  સામગ્રી

  2 વાટકી શેકેલા તલ
  1 વાડકી પાણી
  1 વાડકી ગોળ

  રીત

  -સૌપ્રથમ પાણી અને ગોળ ભેગા કરી ધીમી આંચે ઉકાળવા મૂકો.
  -આ પાણી જ્યારે જાડું ફીણ જેવું થવા માંડે એટલે તેમાં શેકેલાં તલ નાખવા ----ત્યારબાદ ગેસ બંધ કરી દેવો.
  -આ મિશ્રણ ગોળો વળે તેવું થાય ત્યાં સુધી હલાવવું.
  -ત્યાર બાદ ઘીવાળા હાથ કરી તેનાં ગોળા કરવા.
  -આ ગોળાને પાતળા વણવા. આ વણતા-વણતા જ ઠંડા પડી જશે. ત્યારબાદ --તેના પીઝા કટરથી કટકા કરવા.

First published: January 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर