Home /News /lifestyle /

Giloy can lead to liver failure: કોરોનાથી બચવા માટે ગિલોય લઈ રહ્યા છો તો થઈ જાઓ સાવચેત, લિવર ડેમેજ થઈ શકે છે

Giloy can lead to liver failure: કોરોનાથી બચવા માટે ગિલોય લઈ રહ્યા છો તો થઈ જાઓ સાવચેત, લિવર ડેમેજ થઈ શકે છે

કોરોના સંક્રમણથી બચવા માટે લોકોએ ગિલોયનો ઉકાળો પણ ખૂબ પીધો છે. (Image credit- iStock)

Giloy can lead to liver failure: ગિલોયનું વૈજ્ઞાનિક નામ ટાઇનોસ્પોરા કોર્ડિફોલિયા (Tinospora Cordifolia) છે. તેને લઈને હૈદરાબાદ સહિત દેશના 13 શહેરોમાં સંશોધન થયું છે. લગભગ 67.4% દર્દીઓના લિવર (liver)માં ગિલોયનું સતત સેવન કરવાને લીધે નુકસાન (damage) જોવા મળ્યું.

વધુ જુઓ ...
  Giloy can lead to liver failure: કોરોના (coronavirus)થી બચવા માટે ભારતમાં વિવિધ પ્રકારના નુસખા અપનાવવામાં આવ્યા છે, અને એ સિલસિલો હજુ પણ ચાલુ છે. તેમાંથી એક છે ગિલોય (Giloy)નું સેવન. ગિલોયને ઇમ્યુનિટી બૂસ્ટર (Immunity Booster) એટલે કે રોગપ્રતિકારક ક્ષમતા વધારનાર ઔષધિ કહેવાય છે. સાથે એવું પણ કહેવાય છે કે કારણકે તે એક આયુર્વેદિક ઔષધિ છે, એટલે તેના ઉપયોગથી કોઈ નુકસાન પણ નથી થતું. પરંતુ ભારતમાં થયેલા એક તાજેતરના અભ્યાસમાં એવું તારણ નીકળ્યું છે કે ‘નુકસાન ન થવાનો’ મુદ્દો સત્ય નથી. આવો જાણીએ નિષ્ણાતોનું શું કહેવું છે.

  જાણકારો મુજબ, ગિલોયનું વૈજ્ઞાનિક નામ ટાઇનોસ્પોરા કોર્ડિફોલિયા (Tinospora Cordifolia) છે. તેને લઈને હૈદરાબાદ સહિત દેશના 13 શહેરોમાં સંશોધન થયું છે. એશિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ગેસ્ટ્રોએન્ટેરોલોજી (Asian Institute of Gastroenterology), હૈદરાબાદ સહિત કેટલીક અગ્રણી સંસ્થાઓએ મળીને આ અભ્યાસ કર્યો છે. તેનો નિષ્કર્ષ હેપેટોલોજી કમ્યુનિકેશન્સ નામની સાયન્સ જર્નલમાં રજૂ કરવામાં આવ્યો છે.

  આ સંશોધન સાથે જોડાયેલા એક નિષ્ણાતે કહ્યું કે, ‘અમે 43 દર્દીઓ વિશે અભ્યાસ કર્યો. જેમાં અડધાથી વધુ મહિલાઓ હતી. તેમણે જ્યારથી પહેલી વખત ગિલોય લેવાનું શરુ કર્યું હતું, તેના 46 દિવસોમાં તેમની અંદર સાઈડ ઈફેક્ટસ (Giloy Side-Effects) જોવા મળી હતી.

  આ પણ વાંચો: સિઝનલ ફૂડનું સેવન તમારા સ્વાસ્થ માટે છે ફાયદાકારક, જાણો તેના ફાયદા વિશે

  તેઓ જણાવે છે કે લગભગ 67.4% દર્દીઓના લિવર (liver)માં ગિલોયનું સતત સેવન કરવાને લીધે નુકસાન (damage) જોવા મળ્યું. કેટલાક દર્દીઓમાં તો સ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ કે તેમનું લિવર ફેઈલ થવા સુધી પહોંચી ગયું. કેટલાક દર્દીઓમાં હેપેટાઈટિસની બીમારીના લક્ષણ પણ જોવા મળ્યા. જો કે, તેઓ આ અંગે વધુ અભ્યાસ કરવા પર ભાર મૂકે છે. તો બીજી તરફ ગિલોયનો સીમિત અને ડોક્ટરની સલાહ લીધા પછી જ ઉપયોગ કરવાનું સૂચન આપે છે.

  આ પણ વાંચો: ભારતમાં ઓમિક્રોનનું કમ્યુનિટી ટ્રાન્સમિશન શરુ, જાણો કેટલો ઘાતક છે નવો સબ-વેરિઅન્ટ BA.2

  જાણકારી વગર કોઇપણ દવાનો ઉપયોગ ખતરનાક હોઈ શકે છે

  નિષ્ણાતો અનુસાર ગિલોય જ નહીં, કોરોના સંક્રમણ (corona infection)ના સમયમાં લોકોએ અન્ય દવાઓનો ઉપયોગ પણ જાણ્યા-સમજ્યા વિના કર્યો છે જેમ કે, આઇવરમેક્ટીન અને ઝિંક સપ્લીમેન્ટ્સ વગેરે. તેમના મત અનુસાર આ તમામ દવાઓની શરીર પર શું અસર થાય છે તે અંગે પણ અભ્યાસ ચાલુ છે. પરંતુ એટલું નક્કી છે કે દવાઓ વિટામિન- સી, ડી વગેરે હોય તો પણ તેનો ઉપયોગ જાણકારી વિના ન કરવો જોઈએ. તેમણે ઉમેર્યું કે દવા ભલે નેચરલ કે હર્બલ કેમ ન હોય, તેને સંપૂર્ણપણે સુરક્ષિત માની લેવું એ મોટી ભૂલ છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Ayurveda, Corona treatment, Coronavirus, Health care tips, Lifestyle જીવનશૈલી, લાઇફ સ્ટાઇલ

  આગામી સમાચાર