કપડા પરથી ચાનાં ડાઘ નથી જતા? તો અજમાવો આ Trick

News18 Gujarati
Updated: March 7, 2020, 2:13 PM IST
કપડા પરથી ચાનાં ડાઘ નથી જતા? તો અજમાવો આ Trick
આજે આપણે વાત કરવાનાં છે અનેક નાની નાની પરંતુ અકસીર હોમ ટિપ્સની (Home Tips) જે બધાને કામ લાગશે.

આજે આપણે વાત કરવાનાં છે અનેક નાની નાની પરંતુ અકસીર હોમ ટિપ્સની (Home Tips) જે બધાને કામ લાગશે.

  • Share this:
લાઇફસ્ટાઇલ ડેસ્ક : ઘરમાં જો કોઇને નાના નાના પ્રશ્નોનું સોલ્યુશન આવડતું હોય તો તે બધાનું દિલ જીતી લેતા હોય છે. તો આજે આપણે આવી જ નાની નાની વાતો અંગે જાણીએ જેનાથી મોટી મોટી મુસીબતોને તમે ટાળી શકશો. આજે આપણે વાત કરવાનાં છે અનેક નાની નાની પરંતુ અકસીર હોમ ટિપ્સની (Home Tips) જે બધાને કામ લાગશે.

  • ચીઝ છીણતી વખતે છીણી પર થોડુંક તેલ લગાવવાથી ચીઝ છીણીને ચોંટતું નથી અને સરળતાથી ખમણી શકાય છે.


  • સુતરાઉ કપડા પર ચાના ડાઘ પડી ગયા હોય તો એ ડાઘ પર લીંબુનો રસ લગાવી દો. જે બાદ થોડો સમય તડકામાં મૂકવાથી ડાઘ નીકળી જાય છે.

  • ટેબલ કે ખુરશી પર કાગળ ચોંટી ગયો હોય તો તેના પર આખી રાત તેલ લગાવીને રાખી દો. સવારે એક નરમ કપડાથી સાફ કરી લો.

  • માખણનાં મોટા ટુકડાને કાપવો હોય, તો ભીની છરી કરીને કાપો. એનાથી આસાનીથી કપાઈ જશે.
  • લીલ દૂર કરવા તેની પર મીઠું લગાવીને ઘસવાથી લીલ દૂર થાય છે.

  • વાસણોમાં કેરોસીનની કે અન્ય કોઇ ચીજની વાસ આવતી હોય તો એ વાસણોને તડકામાં મૂકી દો. જે પછી તેમાં મીઠું નાખી ધોઈ લો એટલે વાસ જતી રહેશે.

  • પેન્સિલ વડે દોરેલું ચિત્ર લાંબો સમય ટકાવી રાખવા તેના પર દૂધ લગાવી રાખવું.

  • ચાની ઉકાળેલી પત્તીને સૂકવી, કપડાની એક પોટલીમાં બાંધી, એમાં પાંચ-સાત ટીપાં સરસિયાનું તેલ મેળવી એ પોટલીથી ઘરનું ફર્નિચર સાફ કરો. એનાથી ફર્નિચરમાં ચમક આવી જાય છે અને ફર્નિચર નવા જેવું લાગે છે.


આ પણ વાંચો : Health tips: વારંવાર ગુસ્સો આવી જાય છે? તો આ ટિપ્સથી ચપટી વગાડતા જ ગુસ્સો થઈ જશે ગાયબ

આ પણ વાંચો : Corona Virus : સેનિટાઇઝરનો કેટલો ઉપયોગ કરશો? જાણો શું કહે છે વૈજ્ઞાનિકો
First published: March 7, 2020, 2:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading