રસોડાંની આ ત્રણ વસ્તુઓ પીળા દાંતને મોતી જેવા સફેદ બનાવશે

News18 Gujarati
Updated: November 9, 2019, 11:23 PM IST
રસોડાંની આ ત્રણ વસ્તુઓ પીળા દાંતને મોતી જેવા સફેદ બનાવશે
પ્રતિકાત્મક તસવીર

અત્યારે મોટાભાગના લોકો પીળા દાંતની સમસ્યાથી પીડાતા હોય છે. અહીં તમને પીળા દાંતને સફેદ કરવાનાં ઘરેલું ઉપાયો જણાવીશું જેના ઉપયોગથી તમારા પીળા દાંતને મોતી જેવા ચમકાવશે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ દરેકને ઈચ્છા હોય કે તે હશે ત્યારે એના દાંત મોતીઓ જેવા ચમકે. પરંતુ અત્યારે મોટાભાગના લોકો પીળા દાંતની (Yellow teeth) સમસ્યાથી પીડાતા હોય છે. દાંતમાં પીળાશ આવવાના ઘણાં કારણો હોય છે. અહીં તમને પીળા દાંતને સફેદ કરવાનાં ઘરેલું ઉપાયો ( teeth care tips) જણાવીશું જેના ઉપયોગથી તમારા પીળા દાંતને મોતી જેવા ચમકાવશે. આ ઉપાયોમાં ઉપયોગમાં લેવામાં આવતી તમામ વસ્તુ રસોડાંમાં (home remedi) રોજબરોજ વપરાતી હોય છે. અને સરળતાથી મળી પણ શકે.

દૂધની બનાવટ
દૂધ (Milk) અને તેની બનાવટો પીળા દાંતને સફેદ કરવામાં મદદરૂપ છે. કારણ કે તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે દાંતો માટે ઘણું જરૂરી છે. જે લોકોને પીળા દાંતની ફરિયાદ હોય છે તેમણે ચા અને કોફીનું સેવન કરવું હિતાવહ નથી. દૂધ અને તેની બનાવટોના ઉપયોગથી પીળા દાંતમાં જરૂરથી ફરક જણાશે.

આ પણ વાંચોઃ-ઠંડીમાં હાથ-પગ સુકાઈ જાય છે? તો ફટાફટ અપનાવો આ ઘરેલું ઉપાયો

મીંઠુ છે અક્સીર
દાંત ચમકાવવા માટે મીંઠાનો (Salt) ઉપયોગ આપણી સંસ્કૃતિમાં વર્ષોથી ચાલતો આવે છે. મીંઠામાં ભારે માત્રામાં સોડિયમ અને ક્લોરાઈડ હોય છે. જે દાંતોની પીળાશ ઓછી કરવામાં મદદ કરે છે. દાંત સાફ કરતી વખતે હંમેશા બ્રશ પર પેસ્ટ લગાવીને થોડું મીંઠુ જરૂરથી લો. તમને થોડા દિવસમાં ફરક દેખાશે. ધ્યાન રાખવું કે મીંઠુનો વધારે પ્રયોગ હિતાવહ નથી.આ પણ વાંચોઃ-ચહેરાને હંમેશા ચમકતો રાખવા માટે અજમાવો આ Beauty Tips

આ પણ વાંચોઃ-આ 5 ઘરેલું ઉપાય તમારા કાળા પડેલા હાથ, પગ અને ચહેરો ચમકાવશે

લીંબુ ઘસો
દાંતોના બેક્ટેરિયાને મારવા અને સફેદ કરવા માટે લીંબુ (Lemon) ઘણું અક્સીર છે. ખાવાનું ખાધા પછી લીંબુથી દાંત સાફ કરવાથી ધણો ફાયદો થાય છે. તમે રાતે જમ્યા પછી પણ પાણીમાં લીંબુનો રસ નાંખીને કોગળા કરશો તો પણ ઘણો ફાયદો થશે.
First published: November 9, 2019, 11:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading