રોજ રાત્રે ચહેરા પર લગાવો એક વસ્તુ, ત્વચા રહેશે યુવાન

News18 Gujarati
Updated: January 22, 2020, 5:36 PM IST
રોજ રાત્રે ચહેરા પર લગાવો એક વસ્તુ, ત્વચા રહેશે યુવાન
પ્રતિકાત્મક તસવીર

આ મિશ્રણ તમારી ત્વચાની રંગત અંદરથી સુંદર કરશે.

  • Share this:
દરેક સ્ત્રીની ઇચ્છા હોય છે કે તેનો ચહેરો હંમેશા ચમકદાર અને યંગ રહે. દરેક સ્ત્રીઓ ઇચ્છે છે કે તેમના ચહેરા પર કરચલીઓ ન પડે. પણ આ માટે બજારના મોંઘા પ્રોડક્ટર્સ કેટલીક મહિલાઓની ઇચ્છા મનની મનમાં રહી જતી હોય છે. ત્યારે અમે તમારા માટે એક દાદીમાનો નુસખો લાવ્યા છીએ જે તમારી ત્વચાની રંગત અંદરથી સુંદર કરશે અને કરચલી અને ખીલને પણ રાખશે દૂર. આ માટે ખાલી તમારે રોજ રાત્રે એક નાઇટ રૂટિન ફોલો કરવાનું છે. અને તે પણ ઘરમાં ઉપ્લબ્ધ સસ્તી વસ્તુઓથી બનેલું છે. એટલે કે ઓછા ખર્ચે તમે ઘરે બેઠા જ બજારમાં પૈસા ખર્ચીને મળતી સુંદરતા મેળવી શકો છો.

આ માટે તમારે એલોવેરા જેલ અને ચપટી હળદરની જરૂર બનશે. એક ચમચી એલોવેરા જેલમાં ચપટી હળદર નાંખી તેની સારી રીતે મિક્સ કરો. તે પછી રાત્રે ચહેરાને પહેલા સારી રીતે સાફ કરો. અને પછી આ મિશ્રણથી હળવા હાથે ચહેરા પર મસાજ કરો. 10 મિનિટ રહેવા દો. નહે તે પછી ચહેરો પાણીથી કે ટીશ્યુ પેપરથી હળવા હાથે સાફ કરી દો. તમે મિશ્રણ એક સપ્તાહ માટે પણ તૈયાર કરીને કાચની શીશીમાં રાખી શકો છો અને રોજ રાત્રે તેનો ઉપયોગ કરી શકો છો.

એલોવેરા એન્ટીએજીંગનું કામ કરે છે જેનાથી ત્વચાને નેચરલી મોશચ્યુરાઇઝર મળશે. અને હળદર તમારી ત્વચાની રંગત અંદરથી સુધારશે અને સાથે ખીલ જેવી બીજી સમસ્યાઓને પણ ચહેરાથી દૂર રાખશે. આમ તમે ખૂબ ઓછા ખર્ચે નેચરલ રીતે સુંદરતા મેળવી શકશો. Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી અને સૂચનાઓ સામાન્ય જાણકારી ઉપર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પૃષ્ટી નથી કરતી. આ પર અમલ કરવા પહેલા સંબંધિત જાણકારોની સલાહ જરૂર લો.
First published: January 22, 2020, 5:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading