પુરૂષોમાં વાયગ્રાની સાઈડ ઈફેક્ટ્સ, અમુક થયા બહેરા તો અમુકે ગુમાવી યાદશક્તિ

પ્રતિકાત્મક તસવીર

બ્રિટન(England)માં ઘણા લોકોએ દાવો કર્યો છે કે બેડ પર પર્ફોમન્સ સુધારનારી દવા વાયગ્રા(Viagra)ના કારણે તેમને અનેક ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. ત્યારે અમુક લોકોનો દાવો છે કે તેઓ આ દવાના ઉપયોગથી સાંભળવાની ક્ષમતા ગુમાવી ચૂક્યા છે.

 • Share this:
  બ્રિટન(England)માં ઘણા લોકોએ દાવો કર્યો છે કે બેડ પર પર્ફોમન્સ સુધારનારી દવા વાયગ્રા(Viagra)ના કારણે તેમને અનેક ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. ત્યારે અમુક લોકોનો દાવો છે કે તેઓ આ દવાના ઉપયોગથી સાંભળવાની ક્ષમતા ગુમાવી ચૂક્યા છે. છેલ્લા 5 વર્ષમાં આ દવાના 543 નાના-મોટા સાઇડ ઇફેક્ટ્સ સામે આવ્યા છે.

  કોણ લઇ શકે વાયગ્રા?

  વાયગ્રા કનેક્ટ નપુસંકતા ધરાવતા પુરૂષો માટે જ છે. 18 વર્ષથી ઓછી ઉંમર ધરાવતી કોઇ વ્યક્તિ વાયગ્રા ખરીદી શકે નહીં. જોકે સ્ત્રીઓ પોતાના પુરૂષમિત્ર માટે ખરીદી શકે છે, પરંતુ તે માટે ફાર્માસિસ્ટને યોગ્ય કારણો આપવા જરૂરી છે. જે વ્યક્તિ તબીબી રીતે જાતિય સંબંધો બાંધવા ફીટ ન હોય તેવા પુરૂષને આપવામાં આવતી નથી. તેમાં હ્યદય અને લોહીની નસોની ગંભીર સ્થિતિ ધરાવતા પુરૂષો પણ સામેલ છે.

  લોકોમાં ઉઠી આડઅસરની ફરીયાદો

  ધ સન વેબસાઇટની એક રિપોર્ટ અનુસાર, બ્રિટેનમાં ઓછામાં ઓછા 9 લોકોએ દાવો કર્યો કે તેઓ આ દવાના ઉપયોગના કારણે પોતાની સાંભળવાની શક્તિ ઘણા અંશે ગુમાવી ચૂક્યા છે. આ સિવાય અમુક લોકોએ ઉલટી અને કમરના દુખાવાની ફરીયાદ પણ કરી છે.

  ઉલ્લેખનીય છે કે પ્લેબોય મેગેઝીનના માલિક હ્યુઝ હેફનરે પણ દાવો કર્યો હતો કે વાયગ્રાના વધુ પડતા ઉપયોગના કારણે તેમની સાંભળવાની ક્ષમતાને ખૂબ નુકસાન પહોંચ્યું છે અને તેના કારણે તેઓ બહેરા થઇ ગયા હતા. મહત્વનું છે કે વર્ષ 2017માં 91 વર્ષની ઉંમરે તેમનું નિધન થઇ ગયું હતું.

  વાયગ્રાના ઉપયોગ બાદ થતી આડઅસરો

  દસમાંથી એક કરતા વધુ વ્યક્તિને માથાના દુખાવાની સમસ્યા થઇ શકે છે. આ સિવાય ચક્કર આવવા, કુંડાળા દેખાવા કે ઝાંખુ દેખાવું અથવા બ્લૂ રંગની ધૂંધળાશ દેખાવી, ઝાડા થવા, ઉલટીઓ થવી જેવા સામાન્ય લક્ષણો દેખાય છે. આ સિવાય જો છાતીમાં દુખાવો, અચાનક દેખાતું બંધ થવું, શ્વાસ લેવામાં મુશ્કેલી, સસણી થવી, હોઠ, પાંપણ કે મોઢા પર સોજો આવવો કે ફીટ આવવી જેવા લક્ષણો દેખાય તો દવા બંધ કરી તાત્કાલિક ડોક્ટરને બતાવવું જોઇએ.

  આપને જણાવી દઇએ કે વર્ષ 2017માં બ્રિટને ફાર્મસીની દુકાનોમાં વાયગ્રા ડ્રગને ખરીદીને લીગલ જાહેર કરી દીધી હતી.

  લોકોને મોત થયા હોવાના દાવાઓ

  રિપોર્ટ્સ અનુસાર ગત વર્ષે એક શખ્સનું હ્યદય હુમલાના કારણે મોત થયું હતું. આ શખ્સે વાયગ્રાની સાથે અમુક ડ્રગ્સનો પણ ઉપયોગ કર્યો હતો. 44 વર્ષના કુન થેપે થાઇલેન્ડમાં પોતાના દોસ્તો સાથે ડ્રગ્સ લીધું હતું અને આ દવા લીધી હતી. આ શખ્સ એક કલાક ખૂબ થાક મહેસૂસ કરી રહ્યો હતો અને ત્યાર બાદ તેનું મોત થઇ ગયું હતું. જોકે આ રિપોર્ટ અંગે ફાઇઝર કંપનીએ કોઇ નિવેદન આપ્યું ન હતું.

  આ પણ વાંચો: ઊંઘીને ઉઠ્યાં બાદ આંખો દેખાય છે ફૂલેલી, તો આ ઘરેલું ઉપાયો અજમાવી દૂર કરો સમસ્યા

  અમેરિકામાં લોકપ્રિય બન્યુ હતું આ ડ્રગ

  વર્ષ 1998માં લોન્ચ થયેલ આ ડ્રગ અમેરિકામાં ખૂબ લોકપ્રિય બન્યું હતું. ત્યાર બાદ આ ડ્રગને વિશ્વના ઘણા અન્ય દેશોમાં પણ લોકપ્રિયતા મળી છે. ફાઇઝર કંપનીના એક પ્રવક્તાએ પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેઓ વાયગ્રાને લોકોમાં લાઇફસ્ટાઇલ ડ્રગ તરીકે ક્યારેય પ્રમોટ કરતા નથી.

  આ લોકો ટાળે વાયગ્રાનો ઉપયોગ

  મહત્વનું છે કે હ્યદયની સમસ્યા ધરાવતા લોકોએ વાયગ્રા ન લેવી જોઇએ. તેનાથી હાર્ટ પર દબાણ વધે છે. આ સિવાય વાયગ્રાને નાઇટ્રેટ દવાઓ સાથે પણ ન લેવી જોઇએ, કારણ કે ડોક્ટર્સ એક સાથે બ્લડ પ્રેશર લો અને હાઇ કરવા દવાઓ ખાવાની મનાઇ કરે છે. આમ કરવાથી વાયગ્રા ખતરનાક સાબિત થઇ શકે છે.
  Published by:kuldipsinh barot
  First published: