લીમડાનો આ પ્રકારે ઉપયોગ કરવાથી Dandruffની સમસ્યાથી મળશે રાહત

Photo Credit : shutterstock

વાળ માટે લીમડાનું હેયર માસ્ક ખૂબ જ લાભદાયી છે. પાણીને ગરમ કરીને તેમાં લીમડા (Neem)ના પાનને ગરમ પાણીમાં નાંખીને ગેસ બંધ કરી દો અને આખી રાત આ પાણીમાં પલાળીને રાખો

 • Share this:
  આયુર્વેદમાં લીમડાનું ખૂબ જ મહત્વ છે. લીમડો ત્વચા માટે ખૂબ જ લાભદાયી છે અને વાળની સમસ્યાને પણ દૂર કરે છે. મોટાભાગના લોકોને વાળમાં ખોડો (Dandruff) થવાની સમસ્યા હોય છે. જયારે વાળના સ્કેલ્પ ખૂબ જ ઓઈલી થઈ જાય છે અને ત્વચા પર ફુન્સીઓ થવા લાગે છે, ત્યારે વાળને ખૂબ જ નુકસાન થાય છે. આ સમસ્યાને કારણે વાળ જોવામાં સારા નથી લાગતા અને માથામાં ખંજવાળ આવવા લાગે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા લોકો અનેક પ્રકારના નુસ્ખા અપનાવે છે. જો તમને પણ ખોડો (Dandruff) થવાની સમસ્યા છે, તો તમે લીમડા (Neem)નો ઉપયોગ કરી શકો છો. લીમડાનો ઉપયોગ કેવી રીતે કરવો તેની અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  આ રીતે ઉપયોગ કરવો

  સૌથી પહેલા ગેસ પર એક લીટર પાણી ઉકાળો અને લીમડા (Neem)ના પાનને ગરમ પાણીમાં નાખીને ગેસ બંધ કરી દો તથા આખી રાત આ પાણીમાં પલાળીને રાખો. સવારે આ જ પાણીથી વાળ ધોઈ લો. નિયમિતરૂપે લીમડાના પાણીથી વાળ ધોવાથી ખોડા (Dandruff)ના કારણે થતી ખંજવાળથી રાહત મળે છે. અઠવાડિયામાં એકથી બે વાર લીમડાના પાણીથી વાળ ધોવાથી ખોડો (Dandruff)ની સમસ્યાથી કાયમી રાહત મળે છે.

  હેયર માસ્ક

  વાળ માટે લીમડાનું હેયર માસ્ક ખૂબ જ લાભદાયી છે. પાણીને ગરમ કરીને તેમાં લીમડા (Neem)ના પાનને ગરમ પાણીમાં નાંખીને ગેસ બંધ કરી દો અને આખી રાત આ પાણીમાં પલાળીને રાખો. સવારે આ પાણીને ગાળીને લીમડાના પાનની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં મધ ઉમેરીને આખા વાળમાં અને સ્કેલ્પમાં આ પેસ્ટ લગાવી લો. 20 થી 25 મિનિટ સુધી વાળમાં પેસ્ટ લગાવીને રાખો અને વાળને પાણીથી ધોઈ નાંખો. અઠવાડિયામાં એક વાર આ હેર માસ્કનો ઉપયોગ કરવાથી ખોડો (Dandruff)ની સમસ્યાથી રાહત મળશે.

  લીમડો અને નારિયેલ તેલનો ઉપયોગ

  સૌથી પહેલા નારિયેલ તેલને ગરમ કરી લો અને તેમાં લીમડાના પાન નાખો. ધીમા તાપે 10-15 મિનિટ સુધી ઉકાળો અને ગેસ પરથી ઉતારી લો. તેલ ઠંડુ થયા બાદ તેમાં કેસ્ટર ઓયલ અને લીંબુનો રસ ઉમેરો. આ મિશ્રણને એક બોટલમાં ભરીને રાખો. અઠવાડિયામાં બે વાર તમારા વાળના મૂળ સુધી આ તેલ લગાવો અને એક કલાક બાદ વાળ ધોઈ લો. (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.
  First published: