Home /News /lifestyle /Hair Fall Remedie: ચોમાસામાં કલોંજીના તેલનો કરો ઉપયોગ અને વાળ ખરવાની સમસ્યાથી મેળવો રાહત

Hair Fall Remedie: ચોમાસામાં કલોંજીના તેલનો કરો ઉપયોગ અને વાળ ખરવાની સમસ્યાથી મેળવો રાહત

ચોમાસામાં કલોંજીના તેલનો કરો ઉપયોગ અને વાળ ખરવાની સમસ્યાથી મેળવો રાહત

Kalonji Oil For Hair Fall: ચોમાસામાં વાળની ખૂબ જ ખાસ પ્રકારે સાચવણી કરવી પડે છે. ઘણા લોકો વાળની સાચવણી કરતા નથી અથવા હેર સ્ટાઈલ કરવા માટે હીટિંગ ટુલ્સનો ઉપયોગ કરે છે. જેના કારણે વાળ ખૂબ જ નબળા પડી જાય છે અને વાળ ખરવા લાગે છે.

    Kalonji Oil For Hair Fall: ચોમાસું આવતા જ મોટાભાગના લોકોને વાળની અલગ અલગ પ્રકારની સમસ્યા થવા લાગે છે. ઘણા લોકોને વાળ ખરવાની તો ઘણા લોકો ડેંડ્રફની સમસ્યા હોય છે. ચોમાસામાં વાળની ખૂબ જ ખાસ પ્રકારે સાચવણી કરવી પડે છે. ઘણા લોકો વાળની સાચવણી કરતા નથી અથવા હેર સ્ટાઈલ કરવા માટે હીટિંગ ટુલ્સનો ઉપયોગ કરે છે. જેના કારણે વાળ ખૂબ જ નબળા પડી જાય છે અને વાળ ખરવા લાગે છે.

    ડેમેજ વાળને મજબૂત, સ્મૂધ અને હેલ્ધી બનાવવા માટે તમે ઘરેલુ ઉપાય અપનાવી શકો છો. હોમ રેમેડીઝની વાત કરવામાં આવે તો સૌથી પહેલા તમારે મસાજ થેરાપી લેવી જોઈએ. ઘરે બનાવેલ કલોંજીના તેલ (Nigella seeds Oil)થી વાળમાં મસાજ કરો. જેનાથી તમારા વાળ પર ખૂબ જ સારી અસર જોવા મળશે. આ તેલથી વાળ જડમૂળથી મજબૂત થાય છે. ઘરમાં ખૂબ જ સરળ રીતે કલોંજીનું તેલ બનાવી શકાય છે. આ તેલથી તમારા વાળને ખૂબ જ ફાયદા થાય છે. જો ચોમાસામાં તમારા વાળ ખરી રહ્યા છે, તો કલોંજીના તેલનો જરૂરથી ઉપયોગ કરવો જોઈએ.

    આ પણ વાંચો: Beauty Tips: જાસૂદના ફૂલથી ઘરે જ કરો ફેશિયલ અને મેળવો આકર્ષક ચમકતી ત્વચા

    કલોંજીનું તેલ બનાવવાની રીત


    કલોંજીનું તેલ બનાવવા માટે એક ચમચી કલોંજી, એક મોટી ચમચી મેથી, 200 ml નારિયેળનું તેલ, 50 ml દીવેલ અને કાચની બોટલની જરૂરિયાત રહેશે. સૌથી પહેલા કલોંજી અને મેથીને મિક્સર ક્રશ કરીને પાઉડર બનાવી લો. આ પાઉડર એક વાટકીમાં કાઢી લો.

    આ પાઉડર, નારિયેળ તેલ અને દીવેલને મિશ્ર કરી લો. ત્યારબાદ આ તેલને કાચની બોટલમાં ભરી લો અને બેથી ત્રણ સપ્તાહ સુધી આ તેલ તડકામાં રાખો. ત્રણ સપ્તાહ બાદ તમારું કલોંજીનું તેલ તૈયાર છે. સપ્તાહમાં બે વાર આ તેલ વાળમાં લગાવો. આ તેલ એક કલાક સુધી વાળમાં લગાવી રાખો અને ત્યારબાદ શેમ્પૂથી વાળ ધોઈ લો. થોડા દિવસ બાદ આ તેલની અસર દેખાવા લાગશે.

    કલોંજીના તેલના ફાયદા


    કલોંજીના તેલમાં એન્ટી ઈન્ફ્લેમેટરી, એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા છે. આ તેલના ઉપયોગથી માથામાં ડેંડ્રફની સમસ્યા થતી નથી અને વાળ મજબૂત બને છે.

    આ પણ વાંચો: Monsoon theme baby Photoshoot: વરસાદી માહોલમાં નાના ભૂલકાંઓનું આ રીતે કરો ફોટોશુટ, આ રહી એક્સપર્ટ ટિપ્સ

    કલોંજીના તેલમાં થાયમોક્વિનોન તત્વ હોય છે, માથામાંથી નીકળતા પ્રાકૃતિક તેલ એટલે કે, સીરમને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. સીરમ માથાની ત્વચાને પોષણ પ્રદાન કરે છે અને વાળ ડ્રાય થતા નથી.

    (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.
    First published:

    Tags: Haircare, Lifestyle