પીરિયડ્સ દરમિયાન વપરાતાં મેન્સ્ટ્રુઅલ કપને આ રીતે પહેરવામાં આવે છે

પીરિયડ્સ દરમિયાન મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કેવી રીતે કરી શકાય?

News18 Gujarati
Updated: September 12, 2019, 2:45 PM IST
પીરિયડ્સ દરમિયાન વપરાતાં મેન્સ્ટ્રુઅલ કપને આ રીતે પહેરવામાં આવે છે
પીરિયડ્સ દરમિયાન મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કેવી રીતે કરી શકાય?
News18 Gujarati
Updated: September 12, 2019, 2:45 PM IST
આવો જાણીએ શું છે આ મેન્સ્ટ્રુઅલ કપ (Menstrual Cup)?

કેવી રીતે માસિકમાં કરી શકાય આ  મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ...

મેન્સ્ટ્રુઅલ કપ (Menstrual Cup) નો અર્થ એ છે કે પીરિયડ્સના સમય દરમિયાન ઉપયોગમાં લઈ શકાય તેવો કપ. તે પેડની અપેક્ષાએ સ્વાસ્થ્ય અને હેલ્થ બંને માટે ફાયદાકારક છે. મેડિકલ ઉપકરણોથી નિર્મિત હોવાના કારણોસર તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી હોતી. આ કપ થર્માપ્લાસ્ટિક એલેસ્ટોમોર, સિલિકૉન કે લેટેક્સથી બનેલો હોય છે. તે એ જ મેડિકલ સામગ્રીથી બનેલું હોય છે તેને શિશુ દ્વારા ઉપયોગમાં લેવાતી દૂધની બૉટલ બનાવવામાં આવે છે.

મેન્સ્ટ્રુઅલ કપને મહિલાઓ માસિક ધર્મ દરમિયાન યોનીમાં પહેરીને રક્ત એકત્રિત કરવાના કામમાં લઈ શકાય છે. આ કપ એકદમ યોગ્ય સાઇઝનો હોવો જોઈએ, અન્યથા લીકેજ થવાની મુશ્કેલી થઈ શકે છે. તેથી તેને યોગ્ય પ્રકારે બેસાડવો જરૂરી છે.

તેને દર 4 કલાકે ફરી ધાઈને ઉપયોગમાં લેવો જોઈએ. અર્થાત્ એક દિવસમાં ઓછામાં ઓછું તેને 4 થી 4 વખત અવશ્ય ધોવો.

ધ્યાનમાં રાખો કે દર મહિને તેને પીરિયડ્સ દરમિયાન ઉપયોગમાં લેતા પહેલાં તેને ઉકળતા પાણીમાં સાફ કરવો જાઈએ. જેથી તેની અંદરની ગંદકી અને જીવાણું નહીં રહે. તેને પહેરતા પહેલાં તેને કોઈ પણ ગંદા સ્થાનના સંપર્કમાં ન આવવા દેશો. નહીંતર તેના પ્રયોગથી તમને યોનીમાં જલન થઈ શકે છે.
Loading...

વજનને બટરની જેમ ઓગાળે છે દૂધીનો રસ
First published: September 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...