અલ્ઝાઈમર રોગ માટેની પહેલી નવી દવા Aduhelmને FDAએ આપી મંજૂરી

પ્રતિકાત્મક તસવીર

બાયોજેન(Biogen) દ્વારા વિકસિત એડુહેલ્મ અલ્ઝાઈમર રોગ માટે સ્વીકૃત થયેલ અને વર્ષ 2003 બાદથી અલ્ઝાઈમર માટે સ્વીકૃત નવો ઈલાજ છે. હજારો લોકો આ દવાનો લાભ લઈ શકશે

 • Share this:
  અમેરિકી દવા નિયામક ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (Food And Drug Administration)એ સોમવારે અલ્ઝાઈમર રોગના ઈલાજ માટે પ્રાયોગિક નવી દવા એડુહેલ્મ (Aduhelm)ને શરતી મંજૂરી આપી છે. અમેરિકી નિયામક દ્વારા સ્વીકૃત એડુહેલ્મ અલ્ઝાઈમર માટે પહેલી દવા બની ગઈ છે. બે દાયકામાં આ બીમારી માટે પહેલી દવા છે. બાયોજેન(Biogen) દ્વારા વિકસિત એડુહેલ્મ અલ્ઝાઈમર રોગ માટે સ્વીકૃત થયેલ અને વર્ષ 2003 બાદથી અલ્ઝાઈમર માટે સ્વીકૃત નવો ઈલાજ છે. હજારો લોકો આ દવાનો લાભ લઈ શકશે. અલ્ઝાઈમર એક મસ્તિષ્કની બીમારી છે. આ બીમારીમાં વ્યક્તિની સ્મૃતિ પર અસર થાય છે.

  યાહૂ ન્યૂઝના એક રિપોર્ટ અનુસાર પહેલી વાર 115 વર્ષ પહેલા એક જર્મન મનોચિકિત્સક એલોઈસ અલ્ઝાઈમરે અલ્ઝાઈમરની ઓળખ કરી હતી. આ રોગ એક અપરિવર્તનીય, પ્રગતિશીલ મસ્તિષ્કની બીમારી છે, જે ધીરે-ધીરે સ્મૃતિને ઓછી કરે છે અને વિચારવાની ક્ષમતાને દૂર કરે છે. એડુલ્હમ એ અલ્ઝાઈમર રોગ માટે સ્વીકૃત થયેલ ઈલાજનું પ્રતિનિધિત્વ કરે છે. બાયોજન, કેમ્બ્રિજમાં સ્થિત એક બાયોટેકનોલોજી ફર્મ છે અને જાપાની પાર્ટનર ઈસાઈએ તેને બનાવી છે.

  કેવી રીતે મળી મંજૂરી

  FDAએ જણાવ્યું કે 3,842 દર્દીઓના પ્રતિનિધિત્વ કરતા ત્રણ અલગ અલગ સ્ટડીમાં એડુહેલ્મની અસરના મૂલ્યાંકના આધાર પર મંજૂરી આપવામાં આવી છે. FDAના સેન્ટર ફોર ડ્રગ ઈવેલ્યુએશનના નિદેશક ડૉ.પેટ્રીજિયા કેવાજોનીએ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, “આ અંગે ખૂબ જ ચર્ચા કરવામાં આવી છે કે એડુહેલ્મને મંજૂરી આપવી જોઈએ કે નહીં. જેવી રીતે વૈજ્ઞાનિક ડેટાને વ્યાખ્યાયિત કરવાના મામલે થાય છે તે રીતે.”

  મંજૂરી બાદ વિવાદ

  FDAએ મંજૂરી આપ્યા બાદ કેટલાક વિવાદ સામે આવ્યા છે. ગયા નવેમ્બરે FDA દ્વારા નિયુક્ત પેરિફેરલ અને સેંટ્રલ નર્વસ સિસ્ટમ ડ્રગ્સ એડવાઈઝરી કમિટીના 11 સભ્યોમાંથી 10 સભ્યોએ પ્રસ્તુત સંશોધનના આધાર પર દવાને મંજૂરી આપવાના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.
  First published: