Home /News /lifestyle /

કોવિડ-19ના કારણે તૂટી અમેરિકન પ્રવાસન વિભાગની કમર, નવી સ્ટ્રેટજી અમલમાં મૂકવાની તૈયારી

કોવિડ-19ના કારણે તૂટી અમેરિકન પ્રવાસન વિભાગની કમર, નવી સ્ટ્રેટજી અમલમાં મૂકવાની તૈયારી

કોવિડ-19ના કારણે તૂટી અમેરિકન પ્રવાસન વિભાગની કમર, નવી સ્ટ્રેટજી અમલમાં મૂકવાની તૈયારી (પ્રતિકાત્મક ફોટો Shutterstock)

US National Travel and Tourism Strategy યુનાઇટેડ સ્ટેટ્સએ કોવિડ સરહદ પરના પ્રતિબંધો હટાવવામાં અન્ય ઘણા દેશોથી પાછળ રહી ગયું હતું, જેણે વિશ્વના મોટાભાગના ભાગના દેશોને પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો. નવેમ્બર 2021 સુધી યુ.એસ.ના નિયમો હળવા કરવામાં આવ્યા ન હતા.

વધુ જુઓ ...
  યુએસ વાણિજ્ય વિભાગ (US Commerce Department) સોમવારે નવી વ્યૂહરચનાને અમલમાં (unveil a new strategy aimed at boosting international tourism) મૂકશે. જેમાં કોવિડ-19 અને સરકારના પ્રવાસન પ્રતિબંધો દ્વારા ખરાબ રીતે અસરગ્રસ્ત ઇન્ટરનેશનલ ટૂરીઝમને વેગ આપવાના હેતુથી પ્રવેશ પ્રક્રિયાને ફરી નોર્મલ કરીને અને વધુ વૈવિધ્યસભર સ્થળોને પ્રોત્સાહન આપવાનો છે. વિભાગે રોઇટર્સને જણાવ્યું હતું કે, "નેશનલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ સ્ટ્રેટેજી" (National Travel and Tourism Strategy) અંતર્ગત 2027 સુધીમાં 90 મિલિયન આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે, જેઓ વાર્ષિક અંદાજે 279 અબજ ડોલરનો ખર્ચ કરશે. જે મહામારી પહેલાના ખર્ચની સરખામણીમાં સૌથી વધુ છે. યુએસ વાણિજ્ય સચિવ જીના રાયમોન્ડોએ (US Commerce Secretary Gina Raimondo) એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, "ઘણા બધા ઉદ્યોગો છે જે કોવિડથી સારી રીતે અસરગ્રસ્ત થયા છે." રોઇટર્સ દ્વારા દર્શવવામાં આવેલા ડ્રાફ્ટ વ્યૂહરચના દસ્તાવેજ અનુસાર, ઇન્ડસ્ટ્રીને "વધુ સ્થિતિસ્થાપક, ટકાઉ અને પહેલા જેવી" બનવા માટે ફેડરલ સરકારે મુસાફરી અને પર્યટનના પુનઃવિકાસને ટેકો આપવા માટે વધુ પ્રયાસો કરવા જોઇએ.

  2019માં યુનાઇટેડ સ્ટેટ્સમાં 79.4 મિલિયન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ આવ્યા હતા. જે મહામારીના કારણે 2020માં ઘટીને 19.2 મિલિયન થઈ ગયા હતા અને 2021માં વધીને માત્ર 22.1 મિલિયન થઈ ગયા હતા.

  આ પણ વાંચો:  Heart Attack vs Heart Failure: હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યોર વચ્ચે શું છે તફાવત? નિષ્ણાંતોએ દૂર કરી કેટલીક માન્યતાઓ

  કોમર્સ ડિપાર્ટમેંટે  જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓએ 2019માં 239.4 અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. પરંતુ 2019માં ફક્ત 81 અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. કોવિડ પહેલા પ્રવાસન 9.5 મિલિયન યુએસ નોકરીઓના સર્જનમાં ટેકો આપતું હતું અને આર્થિક ઉત્પાદનમાં $1.9 ટ્રિલિયનનું સર્જન કરતું હતું.

  આ વ્યૂહરચના ઘડવાનો એક ધ્યેય મુલાકાતીઓ માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશવા અને મુસાફરી કરવા માટે પ્રવેશ પ્રક્રિયાઓને આધુનિક અને સરળ બનાવવાનો છે.

  રાયમોન્ડોએ જણાવ્યું હતું કે, "અમારે પ્રવેશ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાની જરૂર છે. હાલ તે બોજારૂપ અને ખૂબ જ કાગળ-આધારિત છે અને અમે વધુ ડિજિટલ પ્રક્રિયા તરફ આગળ વધવા માંગીએ છીએ."

  અન્ય ઉદ્દેશોમાં દરિયાકાંઠાના રાજ્યોની બહાર વધુ વૈવિધ્યસભર યુએસ પ્રવાસન અનુભવોને પ્રોત્સાહન આપવું, ક્લાઇમેટ ચેન્જમાં પ્રવાસનનું યોગદાન ઘટાડવું અને કુદરતી આફતો, જાહેર આરોગ્યના જોખમો અને ક્લાઇમેટ ચેન્જની અસરો સામે સ્થિતિસ્થાપક હોય તેવા ક્ષેત્રનું નિર્માણ કરવાનો સમાવેશ થાય છે.

  પર્યટનમાં આટલો તીવ્ર ઘટાડો થવાનું એક કારણ એ હતું કે યુનાઇટેડ સ્ટેટ્સએ કોવિડ સરહદ પરના પ્રતિબંધો હટાવવામાં અન્ય ઘણા દેશોથી પાછળ રહી ગયું હતું, જેણે વિશ્વના મોટાભાગના ભાગના દેશોને પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો. નવેમ્બર 2021 સુધી યુ.એસ.ના નિયમો હળવા કરવામાં આવ્યા ન હતા.

  યુનાઇટેડ સ્ટેટ્સમાં ફરવા આવતા વિદેશી નાગરિકોને હજુ પણ કોવિડની રસી લેવી ફરજીયાત છે અને લગભગ તમામ આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરોએ મુસાફરી પહેલા નેગેટિવ કોવિડ ટેસ્ટ કરેલો હોવો જરૂરી છે. યુ.એસ. એરલાઇન્સ કહે છે કે, તેમની સર્વિસ મળે છે તે દરેક દેશોના લોકોને ટેસ્ટની જરૂરી નથી.

  આ પણ વાંચો: World Food Safety Day: આજે છે 'વર્લ્ડ ફૂડ સેફટી ડે' જાણો તેનો ઇતિહાસ થીમ અને મહત્વ

  રાયમોન્ડોએ સ્વીકાર્યું હતું કે, પરીક્ષણ એ પર્યટન માટે "અવરોધ" સમાન છે અને યુનાઇટેડ સ્ટેટ્સ એક "આઉટલાયર" છે, પરંતુ તે નિયમો ક્યારે હળવા કરવામાં આવશે તેની કોઇ સ્પષ્ટતા કરી નથી. રેમોન્ડોએ કહ્યું કે, "આ બાબતે હું ઇન્ડસ્ટ્રીમાંથી ઘણું સાંભળી રહ્યો છું અને હું તે અંગે પ્રશાસનને અવગત કરવા તમામ પ્રયાસો કરી રહ્યો છું".
  Published by:Rahul Vegda
  First published:

  Tags: અમેરિકા

  આગામી સમાચાર