Home /News /lifestyle /

US ઈન્ટેલિજેન્સ રિપોર્ટમાં થયો ખુલાસો, જળવાયુ પરિવર્તનના કારણે 2040માં આવી થશે દુનિયાની હાલત

US ઈન્ટેલિજેન્સ રિપોર્ટમાં થયો ખુલાસો, જળવાયુ પરિવર્તનના કારણે 2040માં આવી થશે દુનિયાની હાલત

સમુદ્રના જળસ્તરમાં વધારો થવાને કારણે તે વસ્તી પર સૌથી વધુ જોખમ સર્જાઈ શકે છે. (પ્રતિકાત્મક તસવીર)

US ઈન્ટેલિજેન્સ રિપોર્ટમાં જળવાયુ પરિવર્તન (Climate change )ની 2040 સુધીમાં થનાર ગંભીર અસર (Serious effect) વિશે જાણકારી આપવામાં આવી છે. જે ગરીબ દેશો વાતાવરણ સાથે વધુ અનુકૂળ નહીં થઈ શકે તે દેશોમાં જળવાયુ પરિવર્તનની સૌથી વધુ અસર જોવા મળશે.

વધુ જુઓ ...
નવી દિલ્હી:  US ઈન્ટેલિજેન્સ રિપોર્ટમાં જળવાયુ પરિવર્તન (Climate change )ની 2040 સુધીમાં થનાર ગંભીર અસર (Serious effect) વિશે જાણકારી આપવામાં આવી છે. જે ગરીબ દેશો વાતાવરણ સાથે વધુ અનુકૂળ નહીં થઈ શકે તે દેશોમાં જળવાયુ પરિવર્તનની સૌથી વધુ અસર જોવા મળશે.આ 27 પેજના રિપોર્ટમાં 18 US ઈન્ટેલિજેન્સ એજન્સી (US intelligence agency)ના દ્રષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યા છે. નેશનલ સિક્યોરિટી (National Security) માટે જળવાયુનો અર્થ શું છે, તે વિશે રજૂઆત કરવામાં આવી છે.

જો બાઈડન ક્લાઈમેટ સમિટમાં લેશે ભાગ

રિપોર્ટમાં જળવાયુ પરિવર્તનના એવા તથ્યો રજૂ કરવામાં આવ્યા છે, જે અંગે દુનિયા સહયોગ કરી શકે તેમ નથી. જેના કારણે ખૂબ જ અસ્થિરતા પેદા થઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન આગામી મહિને ગ્લાસગોમાં COP26 જળવાયુ સમિટ (climate summit) ભાગ લેશે. તે પહેલા આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આંતરરાષ્ટ્રીય સમજૂતીની જરૂરિયાત છે. રિપોર્ટ ચેતવણી આપે છે કે, દેશ પોતાની અર્થવ્યવસ્થાની રક્ષા કરવા અને નવી ટેકનોલોજી વિકસિત કરવાના લાભ મેળવવાના પ્રયાસ કરશે. કેટલાક દેશો કાર્ય કરવાની ઈચ્છાનો વિરોધ કરી શકે છે, 20થી વધુ દેશ ટોટલ એક્સપોર્ટ રેવન્યૂના 50 ટકાથી વધુ ફોસિલ ફ્યુઅલ પર નિર્ભર છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે, કે ફોસિલ ફ્યુઅલમાં ઘટાડો થવાને કારણે મધ્યપૂર્વીય દેશોમાં તણાવ સર્જાશે. આ દેશો પર જળવાયુ પરિવર્તનની વધુ અસર જોવા મળશે. ઉપરાંત સમગ્ર વિશ્વમાં પણ જળવાયુ પરિવર્તનની અસર જોવા મળશે.

ગરીબ દેશ

US ઈન્ટેલિજેન્સ કમ્યુનિટી 11 દેશ અને બે વિસ્તારોની જાણકારી આપે છે, જ્યાં ઊર્જા, ભોજન, પાણી અને સ્વાસ્થ્ય સુરક્ષા સંપૂર્ણરૂપે જોખમમાં છે. આ ગરીબ દેશ ક્લાઈમેટ ચેન્જમાં અનુકૂળ થવા માટે વધુ સક્ષમ નથી. લૂ અને દુકાળને કારણે વિજળી જેવી પ્રાથમિક સેવાઓ પર અસર થશે.

11 દેશોમાંથી 5 દેશ દક્ષિણ અને પૂર્વીય એશિયામાં છે. અફઘાનિસ્તાન, મ્યાનમાર, ભારત, પાકિસ્તાન અને ઉત્તરકોરિયા. 4 દેશ મધ્ય અમેરિકા અને કેરેબિયનમાં છે. ગ્વાટેમાલા, હૈતી, હોંડુરાસ અને નિકારાગુઆ. અન્ય દેશમાં કોલંબિયા અને ઈરાક શામેલ છે. મધ્ય આફ્રિકા અને પ્રશાંત સ્ટેટના નાના રાજ્ય પર પણ જોખમ તોળાઈ રહ્યું છે.

આ પણ વાંચો: Benefits of Drinking Water in Glass: શુ તમે પણ પીવો છો કાચના ગ્લાસમાં પાણી, થશે જોરદાર ફાય

જળવાયુ પરિવર્તનનું જોખમ ઊભું થવાને કારણે અસ્થિરતા ફેલાવાની શક્યતા છે. શરણાર્થીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. અમેરિકાની દક્ષિણ સીમા પર પ્રેશર આવી શકે છે, ઉપરાંત નવી માનવીય માંગો ઉત્પન્ન થઈ શકે છે. આ કારણોસર તેમને અગાઉથી વિદેશી સહાયતા આપવાની જરૂરિયાત છે. વધતા તાપમાનને કારણે દક્ષિણ અમેરિકા, દક્ષિણ એશિયા અને આફ્રિકાના સહારા ક્ષેત્રના ત્રણ ટકા એટલે કે, 14.3 કરોડ લોકો આગામી ત્રણ દાયકામાં અન્ય દેશોમાં પલાયન કરી શકે છે.

ભારતની બીજી તરફ બાંગ્લાદેશની કુલ વસ્તી 16 કરોડમાંથી લગભગ 10 ટકા લોકો તટીય વિસ્તારમાં રહે છે. સમુદ્રના જળસ્તરમાં વધારો થવાને કારણે તે વસ્તી પર સૌથી વધુ જોખમ સર્જાઈ શકે છે.

ફ્લેશપોઈન્ટ્સ

આર્કટિક એક થવાની સંભાવના છે, બરફ ઓછો થઈ જવાને કારણે વધુ એક્સેસિબલ બની જાય છે. જેના કારણે શિપિંગ માર્ગ ખુલી શકે છે અને ફિશ સ્ટોક સુધી પહોંચી શકાય છે. જેમ જેમ સેના આગળ વધશે, તેમ તેમ તેમની સામે જોખમ પણ વધશે.

આ પણ વાંચો: Tips for Good Sleep: સારી ઊંઘ લેવા માટેના ઉપાયો, આવી રીતે મળશે તન અને મનને આરામ

રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, પાણીના સ્તરમાં વધારો થવાને કારણે મુશ્કેલી સર્જાઈ શકે છે. મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં લગભગ 60 ટકા જળ સંસાધનોએ સીમાઓ પાર કરી લીધી છે. પાકિસ્તાન અને ભારત વચ્ચે ઘણા સમયથી પાણીની સમસ્યા સર્જાઈ છે. મેકાંગ નદીના કારણે ચીન, કંબોડિયા અને વિયેતનામ વચ્ચે સમસ્યા સર્જાઈ શકે છે.

ભવિષ્યની ટેકનોલોજી

આ જળવાયુ પરિવર્તનના જોખમ સામે લડવા માટે અનેક દેશ જિયો-એન્જિનિયરીંગનો ઉપયોગ કરવાનો નિર્ણય કરી શકે છે. જેમાં ફ્યૂચરિસ્ટીક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું શામેલ છે. દા.ત, અપર સ્ટ્રેટોસ્ફિઅર કણોને જ્વાળામુખી વિસ્ફોટની અસરને ઠંડી કરવા માટે મોકલવામાં આવે છે. ઉપરાંત મહાસાગરોના કેટલાક વિસ્તારને ઠંડા કરવા માટે એરોસોલનો ઉપયોગ કરવામાં આવે છે.

જો માત્ર કોઈ એક દેશ આ ટેકનોલોજી અંગે કાર્ય કરે છે, તો તે સમસ્યા અન્ય વિસ્તારમાં સ્થાનાંતરિત કરે છે. અન્ય વિસ્તારો પર તેની નકારાત્મક અસર ઉત્પન્ન થાય છે.

આ પણ વાંચો:  મેકઅપ કરવાનો સમય નથી ? તો અપનાવો આ 5 ટિપ્સ, તૈયાર થવામાં નહીં વેડફાય સમય

ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, રશિયા, યૂનાઈટેડ કિંગડમ અને સંયુક્ત રાજ્ય અમેરિકા સાથે સાથે યૂરોપીય સંઘના સભ્યો સહિત અનેક દેશના રિસર્ચર્સ આ ટેકનીક પર વિચાર કરી રહ્યા છે. આ ટેકનિકના કેટલાક નિયમ અને કાયદા છે.

સહયોગ કરવા માટે પ્રેરણા

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કેટલાક પ્રયાસોની મદદથી આ જોખમથી બચી શકાય છે. જિયો-એન્જિનિયરીંગ ટેકનોલોજી સહિત અન્ય ટેકનોલોજી છે. એક અન્ય ક્લાઈમેટ આપત્તિ છે, જે કો-ઓપરેશન માટે પ્રોત્સાહિત કરે છે. રિપોર્ટ પરથી જાણવા મળે છે કે, જળવાયુ પરિવર્તનના કારણે અન્ય સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે.

ક્લાઈમેટ અને સિક્યોરિટી સેન્ટરના એરિન સિકોર્સ્કી નેશનલ ઈન્ટેલિજેન્સમાં કામ કરતા હતા. તેમણે BBC ને કેટલીક જાણકારી આપતા જણાવ્યું છે કે, જળવાયુ પરિવર્તન નેશનલ સિક્યોરિટી લેન્ડસ્કેપને અગાઉની જેમ શેપ આપી રહ્યું છે.

આ પણ વાંચો: itness food ઠંડીમાં સ્વાસ્થય સાથે જોડાયેલી અનેક એવી વસ્તુઓ છે જેને ફિટ રહેવા માટે ડાયટમાં

જળવાયુ સંબંધિત વિચારોને સુરક્ષાના અન્ય સવાલોથી અલગ ન કરી શકાય. જેમ કે, ચીન સાથેની સ્પર્ધા. ચીને જટિલ જળવાયુ જોખમનો સામનો કરવો પડી શકે છે. સમુદ્રનું સ્તર વધવાને કારણે તટીય શહેરોમાં લાખો લોકોને અસર થઈ શકે છે. તેના અંતરિયાળ વિસ્તારોમાં પૂરના કારણે વિજળીની સમસ્યા સર્જાઈ શકે છે. નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટેજી આ પ્રકારના પરિબળોને ધ્યાનમાં લેતી નથી. ન્યુ ઈન્ટેલિજેન્સ આવનારી સમસ્યાઓને નિર્ધારિત કરે છે.

જળવાયુ પરિવર્તનના કારણે બિમારી ફેલાવાની આશંકા

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વધુ ગરમી પડવાને કારણે અને ચક્રવાતને કારણે જળસ્ત્રોત દૂષિત થવાની સંભાવના છે. આ કારણોસર બિમારીથી પીડિત લોકોમાં વધારો થશે, તેના કારણે અન્ય લોકો પણ બિમારીનો ભોગ બની શકે છે. પ્રોજેક્શન મોડેલ અનુસાર ભારત, અફઘાનિસ્તાન, ગ્વાટેમાલા, હૈતી, હોંડુરાસ, ઈરાક અને પાકિસ્તાનમાં ડેંગ્યુ ઝડપથી ફેલાવા લાગશે.
Published by:kuldipsinh barot
First published:

Tags: Climate Change in 2021, Global Warming, Lifestyle

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन