Home /News /lifestyle /પેશાબમાં બળતરા થાય છે તો આ 4 દેસી ઉપાયો છે અસરકારક, તરત જ રાહત થઇ જશે

પેશાબમાં બળતરા થાય છે તો આ 4 દેસી ઉપાયો છે અસરકારક, તરત જ રાહત થઇ જશે

પૂરતી માત્રામાં પાણી પીઓ

Urine burning: અનેક લોકો પેશાબ કરે ત્યારે બળતરા થતી હોય છે. આ બળતરામાંથી રાહત મેળવવી ખૂબ જરૂરી છે. આમ, જો તમને પણ આ સમસ્યા છે તો આ ઘરેલું ઉપાયો તમારા માટે બેસ્ટ છે. આ ઘરેલું ઉપાયોથી તમને તરત જ રાહત થઇ જશે અને તમે રિલેક્સ ફિલ કરશો.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પેશાબમાં બળતરા થવી એક એવી સમસ્યા છે જે વ્યક્તિને હેરાન કરી દે છે. પેશાબમાં થતી બળતરાને તમે ઇગ્નોર કરો છો તો હેલ્થ ઇસ્યુ થાય છે. આ માટે ક્યારે પણ પેશાબમાં થતી બળતરાને નજરઅંદાજ કરશો નહીં. આ સમસ્યા અનેક લોકોને થતી હોય છે. પેશાબમાં થતી બળતરાની સમસ્યાને તમે આ રીતે ઘરેલું ઇલાજથી દૂર કરી શકો છો. આ સમસ્યાથી તમે પણ સતત હેરાન થઇ રહ્યા છો તો આ ઘરેલું ઉપાયો તમારા માટે બેસ્ટ છે. યુટીઆઇનું કારણ છે તો પણ તમારા શરીરમાં સોડિયમની માત્રા વધવી જોઇએ, જેના કારણે પેશાબને બ્લેડરથી નીચે ઉતરવામાં સરળતા રહે. બીજી વાત એ છે કે પાણીની માત્રા ઓછી હોય તો પણ આ થઇ શકે છે. એવામાં તમારે પાણી પીવુ ખૂબ જરૂરી છે. તો જાણો આ ઘરેલું ઉપાયો વિશે તમે પણ..

આ પણ વાંચો:આ રીતે બાળકની દૂધની બોટલ સાફ કરો

પેશાબમાં થતી બળતરાને દૂર કરવાના ઉપાયો


નારિયેળ પાણી પીઓ


નારિયેળ પાણી પીવાથી પેશાબમાં થતી બળતરાને ઓછી કરી શકે છે. જો કે નારિયેળ પાણીમાં બધા ઇલેક્ટ્રોલાઇટની સાથે સોડિયમની માત્રા સારી હોય છએ. આ સાથે જ બ્લેડરના પીએચને સારું કરે છે અને બેક્ટેરિયાને પેશાબની સાથે ફ્લશ આઉટ કરવામાં મદદ કરે છે. આ રીતે તમને પેશાબમાં થતી બળતરા ઓછી થઇ જશે.

ગોળની સાથે ગરમ પાણી પીઓ


ગોળ એક મૂત્રવર્ધકની જેમ કામ કરે છે. આ સાથે જ એન્ટી બેક્ટેરિયલ પણ છે. એવામાં જ્યારે તમે ગોળની સાથે ગરમ પાણીનું સેવન કરો છો તો આનાથી બેક્ટેરિયાના બ્લેડરથી બહાર નિકાળવામાં મદદ કરે છે. આ સિવાય પેશાબની બળતરામાંથી જલદી આરામ અપાવવાનું કામ કરે છે.

આ પણ વાંચો:નોંધી લો વેલેન્ટાઇન વીકનું આ લિસ્ટ

લીંબુ પાણી પીઓ


લીંબુ પાણી પીવાથી શરીરમાં પાણીની ઉણપ પૂરી થાય છે. લીંબુમાં વિટામીન સી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે બ્લેડરમાં પીએચને બેલેન્સ કરવામાં મદદ કરી શકે છે. આ સાથે જ એન્ટી બેક્ટેરિયલ ગુણ યુટીઆઇ ઇન્ફેક્શનને ઓછુ કરવામાં મદદ કરશે.


એપ્પલ સાઇડ વિનેગર


એપ્પલ સાઇડ વિનેગર ડ્રિંક, યૂટીઆઇમાં અનેક પ્રકારે ફાયદાકારક છે. જો કે એપ્પલ સાઇડ વિનેગર એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ હોય છે. આ બ્લેડરને બેક્ટેરિયા અને ફંગસને મારવા અને યુટીઆઇની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરી શકે છે. આ માટે એક ગ્લાસ હુંફાળા પાણીમાં બે ચમચી એપ્પલ સાઇડ વિનેગર નાંખો. પછી આ પાણી પી લો.

(આ આર્ટિકલ સામાન્ય જાણકારી માટે છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Health care tips, Life Style News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો