Health Tips: યૂરિક એસિડની સમસ્યા હોય તેમણે દાળનું સેવન કરવું જોઈએ કે નહીં?

પ્રોટીનનું સેવન કરવામાં કંટ્રોલ રાખવો જોઈએ, તેને બંધ ના કરવું જોઈએ. (પ્રતીકાત્મક તસવીર- Shutterstock)

દાળની જેમ પ્રોટીનવાળી તમામ ચીજો ખાતા પહેલા મગજમાં એક જ વાત આવે છે કે શું તેના ખાવાથી યૂરિક એસિડ વધી ન જાય!

  • Share this:
(અનૂપ કુમાર મિશ્ર)

Health Tips: જે વ્યક્તિઓને યૂરિક એસિડની સમસ્યા (Uric Acid Problem) છે, તે તમામ વ્યક્તિઓના મનમાં એક સવાલ છે. તેમને પ્રશ્ન થાય છે, કે શું યૂરિક એસિડની સમસ્યા હોય તો દાળનું (Pulses) સેવન કરવું જોઈએ કે નહીં? માત્ર દાળ જ નહીં, પરંતુ જે ખાદ્યપદાર્થમાં થોડુ પણ પ્રોટીન (Protein) હોય તે તમામ ખાદ્યપદાર્થ સાથે આ સવાલ જોડાયેલ છે. આ પ્રશ્નનો સવાલ જાણવા માટે અમે ડૉ. મનોજ શર્માનો (Dr. Manoj Sharma) સંપર્ક કર્યો છે, તેઓ વસંતકુંજ ફોર્ટિસ હોસ્પિટલમાં ઈન્ટરનલ મેડિસિનના સીનિયર કન્સલટન્ટ ડૉકટર છે. તેઓ જણાવે છે, કે જે લોકોને યૂરિક એસિડની સમસ્યા છે, તેમણે દાળનું જરૂરથી સેવન કરવું જોઈએ.

ડૉ. મનોજ શર્માએ જણાવ્યું કે લોકોને લાગે છે કે પ્રોટીન એટલે દાળ અને દાળનું સેવન કરવાથી પ્રોટીન વધી જશે. આ કારણોસર તેઓ દાળનું સેવન કરતા નથી. આવું બિલકુલ પણ નથી. કોઈપણ વ્યક્તિ પોતાની નોર્મલ ડાયટમાં સવાર સાંજ બે વાટકીથી અધિક દાળનું સેવન કરતા નથી. આ દાળનું એબ્ઝોર્પ્શન અને પાચન થયા બાદ શરીરમાં પ્રોટીનની અધિક માત્રા રહેતી નથી. આ કારણોસર તેનાથી શરીરમાં સમસ્યા નથી. આપણે જે દાળનું સેવન કરીએ છીએ, તેની પોષણ માત્રા અધિક હોતી નથી. આ કારણોસર તેનાથી પ્રોટીનની માત્રામાં વધારો થતો નથી અને યૂરિક એસિડ પર અસર થતી નથી. નોર્મલ ડાયટમાં લેવા જેટલી દાળનું કોઈપણ પ્રકારના ડર વગર સેવન કરી શકાય છે.

આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે

ડૉ. મનોજ શર્મા અનુસાર જે વ્યક્તિઓને યૂરિક એસિડની સમસ્યા છે, તેમણે મેથી અને લીલા પત્તાવાળી શાકભાજીનું સેવન ના કરવું જોઈએ. કારણ કે, તેની કોઈ ટ્રાંજેટ ન્યૂટ્રીશનલ વેલ્યૂ નથી. જો કોઈ વ્યક્તિ ટમેટાના સૂપનું સેવન કરે છે અને તે ટમેટાના સૂપનું સેવન કરવાનું બંધ કરી દેશે, તો તેનાથી કોઈ પ્રકારની વધારે સમસ્યા નહીં થાય. જો કોઈ વ્યક્તિ નટ્સ (કાજૂ, બદામ, પિસ્તા વગેરે)નું સેવન કરે છે, તો તેનાથી યૂરિક એસિડમાં વધારો થાય છે. આ કારણોસર આ વસ્તુઓનું સેવન બંધ કરી શકાય છે. નોનવેજ (ખાસ કરીને લાલ મટન)માં વધુ માત્રામાં પ્રોટીન હોય છે, આ કારણોસર તેનું સેવન પણ બંધ કરી શકાય છે. દાળનું સેવન બંધ કરતા પહેલા અનેક એવી વસ્તુઓ છે, જેનું સેવન કરવાનું બંધ કરી શકાય છે. તેનાથી આપણા જીવનમાં વધુ અસર થતી નથી.

આ પણ વાંચો, શું તમે પણ શ્વાસની દુર્ગંધથી પરેશાન છો? અહીં જાણો તેના કારણો અને બચવાના ઉપાય

દાળની જગ્યાએ આ વસ્તુઓનું સેવન કરવાનું બંધ કરી શકાય છે

ડૉ. મનોજ શર્માના જણાવ્યા અનુસાર સોડા, બિયર અને સોફ્ટ ડ્રિંક જેવા કાર્બોનેટેડ ડ્રિંકનું સેવન કરવાથી યૂરિક એસિડમાં વધારો થાય છે. જો આ તમામ વસ્તુઓનું સેવન બંધ કરવામાં આવે તો, આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થતી નથી. જો કોઈ વ્યક્તિ સવાર સાંજ ફણગાવેલા ચણાનું સેવન કરે છે અને તેની ડાયટમાં દાળ પણ શામેલ છે, તો તેની પ્રોટીન અને યૂરિક એસિડ પર અસર પડે છે. આ પરિસ્થિતિમાં તમારે તમારી દાળની જગ્યાએ કાર્બોનેટેડ ડ્રિંક, લીલા પત્તાવાળા શાકભાજી, ટમેટાનું સૂપ, નટ્સ જેવી વસ્તુઓનું સેવન કરવાનું બંધ કરવું જોઈએ. તેમ છતાં, જો તમારે દાળનું સેવન બંધ કરવું જ પડે તેમ છે, તો તમારે દવાઓ લેવાની શરૂ કરવી જોઈએ.

આ પણ વાંચો, પેટની ચરબી તથા કમરના દુખાવાથી છો પરેશાન! આ યોગાસન છે રામબાણ ઇલાજ

શરીરને આ ત્રણ વસ્તુઓની ખાસ જરૂરિયાત છે

ડૉ .મનોજ શર્મા જણાવે છે કે કોઈપણ શરીરના સ્મૂધ ફંક્શનિંગ માટે કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીનની જરૂરિયાત હોય છે. આ કારણોસર ભોજનમાં આ ત્રણ વસ્તુઓ હોવી ખૂબ જ જરૂરી છે. ભોજનમાં આ ત્રણ વસ્તુઓ કોઈને કોઈ પ્રકારે હાજર હશે, તમે ઈચ્છવા છતાં ત્રણ વસ્તુઓ હટાવી નહીં શકો. ડૉ.મનોજ શર્મા વધુ માહિતી આપતા કહે છે, કે જો કોઈ વ્યક્તિ પ્રોટીનનું સેવન નહીં કરે, ફેટનું સેવન નહીં કરે અને કાર્બોહાઈડ્રેટનું પણ સેવન નહીં કરે તો તે શું જમશે? આ કારણોસર વસ્તુનો અતિરેક ના કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિના યૂરિક એસિડ વધી ગયું છે, તો તેણે પ્રોટીનનું સેવન કરવામાં કંટ્રોલ રાખવો જોઈએ, તેને બંધ ના કરવું જોઈએ.
First published: