Home /News /lifestyle /Uric acid: આ 1 ફળ યુરિક એસિડની સમસ્યામાંથી અપાવે છે છૂટકારો, ડાયટમાં એડ કરો
Uric acid: આ 1 ફળ યુરિક એસિડની સમસ્યામાંથી અપાવે છે છૂટકારો, ડાયટમાં એડ કરો
કેળા અનેક વિટામીન્સથી ભરપૂર હોય છે.
Uric acid: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો જાતજાતની બીમારીઓમાં પીડાતા હોય છે. આ માટે હેલ્થનું પ્રોપર રીતે ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અનેક લોકો યુરિક એસિડની સમસ્યાથી કંટાળી જતા હોય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝનમાં સામાન્ય રીતે સાંધાના દુખાવા વધારે પ્રમાણમાં થતા હોય છે. આ દુખાવો સહન ના થાય એવો હોય છે. અનેક લોકો સાંધાના દુખાવાથી કંટાળી જતા હોય છે. આનું એક કારણ યુરિક એસિડનું સ્તર વધવુ હોઇ શકે છે. સામાન્ય રીતે આપણું શરીર કિડની અને યુરિનના માધ્યમથી યુરિક એસિડને ફિલ્ટર કરે છે, પરંતુ તમે આહારમાં વધારે માત્રામાં પ્યૂરિનનું સેવન કરો છો તો શરીર પર્યાપ્ત માત્રામાં યુરિક એસિડને બહાર નિકાળી શકતુ નથી અને લોહીમં યુરિક એસિડની માત્રા વધી જાય છે.
તમારા શરીરમાં યુરિક એસિડ વઘારે જમા થાય છે તો આ ક્રિસ્ટલ બની શકે છે જેના કારણે તમને સાંધામાં દુખાવો થવા લાગે છે. આ સાથે જ ગાઉટની સમસ્યા પણ થઇ શકે છે જે ગઠિયાનો એક પ્રકાર હોય છે. તો આજે અમે તમને એક ફ્રૂટ વિશે જણાવીશું જેની મદદથી તમે યુરિક એસિડની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો.
ઓછા પ્યૂરીનવાળા ફળો ખાવાથી યુરિક એસિડનું ઉત્પાદન ઓછુ થાય છે જે બદલામાં ગાઉટના હુમલાના ઓછા કરે છે. કેળામાં બહુ ઓછી માત્રામાં પ્યૂરીનનું પ્રમાણ હોય છે. આ વિટામીન સીનો એક બેસ્ટ સોર્સ છે. વિટામીન સીનું સેવન કરવાથઈ ગાઉટ જેવી સમસ્યામાંથી બચી શકાય છે. એવામાં તમે નિયમિત રીતે કેળાનું સેવન કરો છો તો યુરિક એસિડની સમસ્યામાંથી રાહત મળી જાય છે.
કેળા સિવાય કેટલાક લો પ્યૂરીન ફૂડ છે જે શરીરમાં યુરિક એસિડની માત્રાને ઓછી કરવામાં અને સાથે દુખાવામાંથી રાહત અપાવવામાં મદદ કરે છે. બ્લેક બેરી, લો ફેટ ડેરી પ્રોડક્ટ્સ જેમ કે દૂધ, દહીં અને પનીર.
આ સાથે જ ઇંડા, ટોફૂ, પાલક, શતાવરી જેવા ફૂડ્સ પણ યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક છે. આમ, જો તમને યુરિક એસિડની સમસ્યા છે તો ડ્રિંક્સથૂ દૂર રહો. આ સાથે જ આલ્કોહોલ, રેડ મીટ અને સી ફૂડથી પણ દૂર રહો.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર