Home /News /lifestyle /Uric Acid: દાળથી લઇને આ વસ્તુઓ રાત્રે ખાવાથી વધી જાય છે યુરિક એસિડ, જાણો અને ખાવાનું બંધ કરી દો નહીં તો..

Uric Acid: દાળથી લઇને આ વસ્તુઓ રાત્રે ખાવાથી વધી જાય છે યુરિક એસિડ, જાણો અને ખાવાનું બંધ કરી દો નહીં તો..

રાત્રે આ ખોરાક ખાવાનું ટાળો

Uric Acid: શરીરમાં યુરિક એસિડ વધવાથી સ્વાસ્થ્યને અનેક ઘણું નુકસાન થાય છે. યુરિક એસિડ તમારા શરીરમાં વધે ત્યારે અનેક નાની-મોટી તકલીફમાં તમે મુકાઇ શકો છો. આમ, જો તમે આ ખોરાક રાત્રે ખાવાનું ટાળો છો યુરિક એસિડ વધવાના ચાન્સિસ ઘટી જાય છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: યુરિક એસિડ એક ટોક્સિન છે જે ખાવાનું પચી જાય એ પછી શરીરમાં બને છે. કિડની આ ટોક્સિનને ફિલ્ટર કરીને યુરિનથી બહાર નિકાળવાનું કામ કરે છે, પરંતુ જ્યારે આ ટોક્સિન વધારે વધી જાય ત્યારે સાંધામાં જમા થવા લાગે છે જેને કિડની બહાર નિકાળી શકતી નથી. આ કારણે તમારા જોઇન્ટ્સમાં દુખાવો વધારે થવા લાગે છે. આટલું તો ઠીક પરંતુ હાલત તો ત્યારે ખરાબ થાય જ્યારે પીડિતને બેસવામાં કે ઉઠવામાં તકલીફ પડતી હોય. તમને જણાવી દઇકે શરીરમાં યુરિક એસિડ વધવાથી સાંધાનો દુખાવો, સોજો અને ગઠિયાની સમસ્યા બહુ વધી જાય છે.

    જમવામાં પ્યુરિનથી ભરપૂર વસ્તુઓ શામેલ કરવાથી શરીરમાં યુરિક એસિડ વધવા લાગે છે. આમ, જો તમે રાત્રે આ વસ્તુઓ ખાવાનું બંધ કરી દો છો તો તમારું સ્વાસ્થ્ય સારું રહે છે અને યુરિક એસિડને લઇને કોઇ સમસ્યા પણ થતી નથી.

    આ પણ વાંચો: બ્રેસ્ટફીડિંગથી માતા-બાળકને થાય છે આ ફાયદાઓ

    દાળ


    તમારા શરીરમાં યુરિક એસિડ હાઇ રહે છે તો તમે રાત્રીના સમયે દાળ ખાવાનું બંધ કરો. દાળમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે જેનાથી શરીરમાં ઉર્જા વધારે થાય છે. યુરિક એસિડ જે લોકોના શરીરમાં બને છે એમને ક્યારે પણ રાત્રે દાળ થાળીમાં લેવી જોઇએ નહીં.

    ગળ્યું ખાવાનું ટાળો


    અનેક લોકોને જમ્યા પછી ગળ્યું ખાવાની આદત હોય છે. જો તમને પણ આવી આદત છે તો તમારે આમાં બદલાવ લાવવો જોઇએ. ગળ્યું ખાવાથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને થાઇરોઇડ જેવી સમસ્યાનો ખતરો વધી જાય છે. ગળ્યું ખાવાથી ગાઉટની સમસ્યા વધી જાય છે અને પછી સાંધામાં દુખાવો થાય છે. આ માટે દરેક લોકો ગળ્યું ઓછુ ખાવું જોઇએ.

    આ પણ વાંચો: હિલ્સ પહેર્યા પછી પગમાં બહુ થાય છે દુખાવો?

    મીટ મટન ખાવાનું ટાળો


    હાઇ યુરિક એસિડવાળા લોકોએ રાત્રે મટન ખાવાનું છોડી દેવું જોઇએ. રેડ મીટ, ઓર્ગન મીટ, કીમા મીટ અને સી ફુડ જેવી વસ્તુઓ રાત્રે ખાવાથી શરીરમાં યુરિક એસિડ વધવાના ચાન્સિસ રહે છે. આ માટે જો તમે પણ રાત્રે આ ટાઇપનો ખોરાક લો છો તો બંધ કરી દો.


    શરાબ પીવાનું ટાળો


    યુરિક એસિડની સમસ્યાથી હેરાન લોકોએ ક્યારે પણ શરાબ પીવું જોઇએ નહીં. ખાસ કરીને રાત્રે શરાબને અડવું જોઇએ નહીં. જો તમે રાત્રે શરાબ પીવો છો તો આ સમસ્યા વધી જાય છે અને તમે તકલીફમાં મુકાઇ શકો છો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Uric Acid

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन