Home /News /lifestyle /

UPSC માટે મફત કોચિંગ માટે અરજી શરૂ, હેલ્પલાઈન નંબર જાહેર

UPSC માટે મફત કોચિંગ માટે અરજી શરૂ, હેલ્પલાઈન નંબર જાહેર

હોસ્ટેલ સુવિધા પણ મફત મળશે

હોસ્ટેલ સુવિધા પણ મફત મળશે

    સંઘ લોક સેવા આયોગ(સિવિલ સર્વિસિસ)ની પરિક્ષાઓ માટે મફત તૈયારી કરાવતી જામિયા મિલ્લિયા ઈસ્લામિયાની પ્રખ્યાત રેશિડેન્સિયલ કોચિંગ અકાદમી(આરસીએ)માં અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આરસીએમાંથી તૈયારી કરનારા લોકોમાં અત્યાર સુધીમાં 190 વિદ્યાર્થીઓ સફળ થઈ ચુક્યા છે. તેમાં વર્ષ 2018માં ત્રીજા નંબર પર આવનાર જુનેદ અહમદ પણ સામેલ છે. આ સિવાય 245 અન્ય ઉમેદવાર અન્ય કેન્દ્રીય અને પ્રાંતિય સેવાઓ માટે પસંદ કરાયા હતા.

    હોસ્ટેલ સુવિધા પણ મફત મળશે
    ઈચ્છુક ઉમેદવાર 25 જૂન, 2019 સુધીમાં jmicoe.in પર ઓનલાઈન દાખલ થવાનું ફોર્મ ભરી શકે છે. આ અકાદમી અલ્પસંખ્યકો, અનૂસૂચિત જાતી, અનૂસુચિત જનજાતી અને મહિલાઓ સહિત કુલ 150 ઉમેદવારોને લોક સેવા (પ્રારંભિક અને મુખ્ય પરિક્ષા) માટે મફત કોચિંગની સાથે હોસ્ટેલ સુવિધા આપે છે. દાખલો મેળવનાર 20 ટકા વિદ્યાર્થીઓને 2000 રૂપિયા મહિનાના હિસાબે છાત્રવૃત્તિ પણ આપવામાં આવે છે. આ છાત્રવૃત્તિ આર્થિક સ્થિતિ અને મેરિટના આદાર પર આપવામાં આવે છે.

    દેશમાં 12 કેન્દ્રો પર થશે પરિક્ષા
    દેશના કુલ 12 કેન્દ્રો પર પ્રવેશ પરિક્ષા આયોજીત થાય છે. તેમાં દિલ્હી, શ્રીનગર, જમ્મૂ, હૈદરાબાદ, જયપુર, મુંબઈ, લખનઉ, ગુવાહાટી, પટના, બેંગલુરૂ, ત્રિવેન્દ્રમ અને ચેન્નાઈ સામેલ છે. યૂપીએસસી મોડલ પર સાામન્ય જ્ઞાન અને અંગ્રેજી, હિન્દી તથા ઉર્દૂમાં નિબંધ લેખન 7 જુલાઈ 2019, રવિવારે, સવારે 10 કલાકથી બપોરે એક કલાક સુધી લેખિત પરિક્ષા થશે. પરિક્ષામાં નેગેટિવ માર્કિંગ પણ છે. એક ખોટા જવાબ પર એક તૃત્યાંસ માર્ક્સ કાપી નાખવામાં આવશે.

    30 જુલાઈએ પરિમામ આવશે
    પ્રવેશ પરીક્ષાઓનું પરિણામ 30 જુલાઈ 2019ના રોજ જાહેર કરવામાં આવશે. તેનો સાક્ષાતકાર 5 ઓગષ્ટથી 10 ઓગષ્ટ 2019 વચ્ચે થવાની સંભાવના છે. સફળ ઉમેદવારોનું અંતિમ પરિણામ 20 ઓગષ્ટે જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. દાખલ પ્રક્રિયા 27 ઓગષ્ટ, 2019 સુધી પૂરી કરી લેવામાં આવશે. સીટ ખાલી હોવાની સ્થિતિમાં વેટિંગ લિસ્ટ માટે ઉમેદવારોનું રજીસ્ટ્રેશન 28 ઓગષ્ટ, 2019ના રોજ થશે અને દાખલ પ્રક્રિયા 30 ઓગષ્ટ 2019 સુધીમાં પૂરી થશે. પસંદગી ઉમેદવારની ઓરિએન્ટેશન ક્લાસ 3 સપ્ટેમ્બરના રોજ સવારે 11 કલાકે શરૂ થશે.

    વધારે જાણકારી માટે અભ્યાર્થિઓ માટે હેલ્પલાઈન નંબર અને ઈમેઈલ આઈડી જાહેર કરવામાં આવ્યો છે. નંબર - 9836219994, 9836289994, 9836319994

    http://jmicoe.in/pdf19/Notification_civil_services_coaching.pdf પર સંપર્ક કરી શકો છો.

    જુલાઈ 2019ના રોજ 10 વાગ્યાથી 1 કલાક સુધી દેશભરમાં પ્રવેશ પરિક્ષા થશે.

    જૂન, 2019 સુધી jmicoe.in પર ઓનલાઈન દાખલ થવા માટેના ફોર્મ ભરવામાં આવશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Civil Services, Free coaching upsc, Helpline number-issued, Start application, UPSC

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन