જીવનમાં સૌથી વધુ મહત્વની બાબત છે ખૂશી. તે માટે લોકો દિવસભર મહેનત કરે છે. પરંતુ દિવસના અંતે તે આખા દિવસમાં શું મેળવ્યું તે વિચારે, ત્યારે તેને અફસોસ સિવાય કંઈજ નથી મળતું. શું તમે પણ સુખ શોધી રહ્યા છો? સુખ માટે વાસ્તવમાં કોઈ સેટ પેટર્ન નથી. કેટલાક લોકો માને છે કે લગ્ન કરવું ખુશી છે. ઘણા લોકો ખરીદીને સુખ માને છે. ઘણાં લોક ભલે માને છે કે લગ્ન કરવાથી જીવનમાં સુખ આવી જાય છે પરંતુ એવું માનવામાં આવે છે કે ઘણી મહિલાઓ માટે આ વિચાર સાવ ખોટો છે.
દરેક વ્યક્તિ માટે ખુશીના કારણો અલગ હોઈ શકે છે. મોટા ભાગની છોકરીઓ અને સ્ત્રીઓ લગ્ન કર્યા વગર જીવન જીવવાનું પસંદ કરે છે. પતિ અને બાળકની જવાબદારી કરતા મહિલાઓ આઝાદ રહેવું વધુ પસંદ કરે છે. નવા સંશોધનમાં મહિલાના સુખ માટેના ઘણાં રહસ્યોનો ખુલાસો થયો.
અમેરિકન ટાઈમ યૂઝ ઈન, આ બાબતે એક સર્વે કર્યો. જેમાં વિવાહિત, અપરિણિત, વિધવા અને છૂટાછેડા લીધેલા લોકોનો સમાવેશ કર્યો હતો. આ સંશોધન હેઠળ, આ લોકોના જીવનમાં સુખ અને ઉદાસીના સ્તરનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જ્યારે સૌથી વધુ રસપ્રદ વસ્તુ સામે આવી કે જ્યારે સંશોધકોએ વિવાહિત લોકોને તેમના જીવનસાથીની સામે તેમની ખૂશીની વાત પૂછી ત્યારે જ તેમણે કબૂલ્યું. એ વાત પણ સામે આવી કે અવિવાહિત લોકો વિવાહિત લોકો કરતા વધુ કીશ હતા.
આ બાબતે જણાવવામાં આવ્યું કે લગ્નથી પુરુષોને વધારે ફાયદો થાય છે. અને મહિલાઓ લગ્ન પહેલાં વધઆરે ખૂશ રહે છે. તેમજ લગ્ન પછી પુરુષોનો સ્વભાવ ઘણો શાંત, ઓછું જોખમ ઉઠાવનારો, વધુ પૈસા કમાવનારો બની જાય છે. કદાચ આ જ કારણ છે કે તેઓ લાંબુ જીવન જીવે છે. જો મહિલાઓની વાત કરીએ તો લગ્ન પછી તેમના આરોગ્ય પર અસર થાય છે. લગ્ન કરતાં પહેલાં મહિલાઓ વધુ આનંદથી ભરપૂર સમય વિતાવે છે.
Published by:Bansari Shah
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર