Home /News /lifestyle /

Health News: હવે plastic waste દૂર કરવો બનશે સરળ, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો નવો રસ્તો - અભ્યાસ

Health News: હવે plastic waste દૂર કરવો બનશે સરળ, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો નવો રસ્તો - અભ્યાસ

વૈજ્ઞાનિકોએ પ્લાસ્ટિકના કચરાને હટાવવા માટે નવા એન્ઝાઇમ વિકસાવ્યા છે

New enzyme to eliminate plastic waste : યુનિવર્સિટી ઓફ પોર્ટ્સમાઉથના (University of Portsmouth) સંશોધકોએ એક ખાસ એન્ઝાઇમ (enzyme)ની શોધ કરી છે, જે TPA એટલે કે ટેરેફ્થાલેટને તોડી નાખવામાં સક્ષમ છે. આ અભ્યાસની મદદથી પ્લાસ્ટિકના પ્રદૂષણને રોકી શકાય છે.

વધુ જુઓ ...
    New enzyme to eliminate plastic waste : બ્રિટનના વૈજ્ઞાનિકોએ પ્લાસ્ટિક કચરા (plastic waste)ની વૈશ્વિક સમસ્યાના કુદરતી ઉકેલ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અહીં પોર્ટ્સમાઉથ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં સંશોધકોએ એક ખાસ એન્ઝાઇમ (enzyme)ની શોધ કરી છે, જે TPA એટલે કે ટેરેફ્થાલેટ (terephthalate)ને તોડી નાખવામાં સક્ષમ છે. TPA નો ઉપયોગ PET એટલે કે પોલિઇથિલિન ટેરેફ્થાલેટ પ્લાસ્ટિક બનાવવા માટે થાય છે. તમને જણાવી દઈએ કે સિંગલ યુઝ બેવરેજ બોટલ, કપડાં અને કાર્પેટ PET પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે.

    આ અભ્યાસનું નેતૃત્વ મોન્ટાના સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર જેન ડુબોઈસ અને યુનિવર્સિટી ઓફ પોર્ટ્સમાઉથના પ્રો. જ્હોન મેકગીહાને દ્વારા કરવામાં આવ્યું હતું. 2018 માં, તેણે એક આંતરરાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કર્યું જેણે PET પ્લાસ્ટિકને તોડી પાડવા સક્ષમ કુદરતી એન્ઝાઇમ બનાવ્યું. આ અભ્યાસના તારણો 'ધ પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સ' એટલે કે PNAS જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.

    નિષ્ણાતો શું કહે છે
    પ્રો. જ્હોન મેકગીહાનના જણાવ્યા અનુસાર, "છેલ્લા કેટલાક વર્ષોમાં, એન્ઝાઇમ એન્જિનિયરિંગ દ્વારા PET પ્લાસ્ટિકને બિલ્ડીંગ બ્લોક્સમાં તોડવાની પ્રક્રિયામાં અવિશ્વસનીય પ્રગતિ થઈ છે. આ દ્વારા બિલ્ડીંગ બ્લોક્સ સામાન્ય પરમાણુઓમાં રૂપાંતરિત થાય છે.

    આ પણ વાંચો: શા માટે ખોરાક બને છે poisonous એટલે કે ઝેરી, જે બની શકે છે જીવલેણ

    આ પછી, પ્લાસ્ટિકનો કચરો બેક્ટેરિયા દ્વારા ખાતરમાં પરિવર્તિત થાય છે. તેમણે વધુમાં સમજાવ્યું કે અમે હીરાના પ્રકાશ સ્ત્રોત પર શક્તિશાળી એક્સ-રેનો ઉપયોગ કરીને TPADO એન્ઝાઇમનું 3D માળખું બનાવ્યું છે, જે દર્શાવે છે કે તે કેવી રીતે પ્રતિક્રિયા આપે છે.

    આ પણ વાંચો:  પ્રદૂષણે 7 વર્ષ સુઘીનું ઘટાડ્યું આયુષ્ય, WHOએ આપ્યા અનેક ખતરનાક બીમારીના સંકેત

    દર વર્ષે 400 મિલિયન ટન કરતાં વધુ પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે, જેમાંથી મોટાભાગનો લેન્ડફિલ્સમાં સમાપ્ત થાય છે, એવી આશા છે કે આ કાર્ય TPADO જેવા બેક્ટેરિયલ ઉત્સેચકોમાં સુધારાના દરવાજા ખોલશે. તે પ્લાસ્ટિક પ્રદૂષણના પડકારનો સામનો કરવામાં અને જૈવિક પ્રણાલી વિકસાવવામાં મદદ કરશે જે કચરાના પ્લાસ્ટિકને મૂલ્યવાન ઉત્પાદનોમાં રૂપાંતરિત કરી શકે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Health News, Lifestyle, Plastic waste, Science News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन