Home /News /lifestyle /New Year 2023 Celebration: ન્યૂ યર પર ફેમિલી સાથે રમો આ મજેદાર ગેમ્સ, મોજ-મસ્તી ભર્યુ રહેશે સેલિબ્રેશન

New Year 2023 Celebration: ન્યૂ યર પર ફેમિલી સાથે રમો આ મજેદાર ગેમ્સ, મોજ-મસ્તી ભર્યુ રહેશે સેલિબ્રેશન

ન્યૂ યર પર આ ગેમ રમવાની મજા માણો

Unique Family Game for New Year: અનેક લોકો હાલમાં નવા વર્ષના સેલિબ્રેશન મુડમાં આવી ગયા છે. નવા વર્ષને ઉજવવા માટે લોકોએ અનેક ઘણી શોપિંગ પણ કરી લીધી છે. આમ, જો તમે ન્યૂ યરમાં આ ગેસ રમો છો તો તમને મજા પડી જાય છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણી વાર આપણે ન્યૂ ઇયર ઇવેન્ટને સેલિબ્રેટ કરવા માટે સારો પ્લાન બનાવતા હોઇએ છીએ, પરંતુ મોડી રાત્રે થાકી જઇએ છીએ અને ઊંઘ આવે છે. આ ચક્કરમાં આખો પરિવાર સાથે મળીને એકબીજાને ન્યૂ ઇયર વીશ કરે છે અને સાથે નવા વર્ષનું ફુલ ટુ મુડમાં એન્જોય કરતા હોય છે. પરંતુ ઘણી વાર કંટાળો આવતો હોય છે જેના કારણે આપણને ન્યૂ યર સેલિબ્રેશનમાં મુડ આવતો નથી. આમ, જો તમારી સાથે પણ આવું થાય છે તો આ ગેમ્સ તમારા માટે સૌથી બેસ્ટ છે. આ ગેમ રમીને તમે ન્યૂ યર મસ્ત રીતે મનાવી શકો છો અને સાથે ઊંઘ પણ આવતી નથી.'

આ પણ વાંચો:નવા વર્ષમાં વિદેશ ફરવા જવાનો પ્લાન છે?

ન્યૂ યર માટે ફેમિલી ગેમ


રિઝોલ્યુશન ગેમ


આ ગેમ રમવાની બહુ જ મજા આવે છે. આ ગેમ રમવા માટે સૌ પ્રથમ ઘરના બધા સભ્યો એક જેવા પેપર પર નવા વર્ષના ત્રણ રિઝોલ્યુશન લખો અને એને બાસ્કેટમાં નાંખી દો. હવે બધા જ સભ્યો એક પછી એક પેપર નિકાળો અને ગેસ કરો કે આ કોનું રિઝોલ્યુશન છે. જે વઘારે ગેમ ઓળખી શકશે એ વિનર બનશે.

ગાર્ગલ ગેમ


ઘરના બધા જ સભ્યો માટે ગાર્ગલ ગેમ પણ સારી છે. આ માટે એક એક કરીને પરિવારના સભિયો મોંમા પાણી ભરી લો અને કોઇ ગીત ગાવાની કોશિશ કરો, જ્યારે બીજા સભ્યો ઓળખવાની કોશિશ કરો કે આ કયુ ગીત છે.

આ પણ વાંચો:ભારતમાં પણ કોરોનાનું રેડ એલર્ટ

મ્યૂઝિકલ ચેર


તમારા ઘરમાં જેટલા પણ સભ્યો છે એ કરતા એક ચેર ઓછી લો અને એને રિંગ શેપમાં ગોઠવી લો. પછી મ્યૂઝિક વગાડો..જ્યારે મ્યૂઝિક બંઘ થાય ત્યારે તમારે તરત બેસવાનું રહેશે.


બ્લાઇન્ડ હિટ ગેમ


જો તમે ક્યારે પણ ફેમિલી સાથે બ્લાઇન્ડ હિટ ગેમ રમ્યા નથી તો તમે ન્યૂ યરના દિવસે ચોક્કસથી રમો. આ ગેમ રમવાની પણ એક મજા હોય છે. આ ગેમ રમવા માટે એક પ્લાસ્ટિક બેગ લો અને એમાં બહુ બધી ચોકલેટ ટોફી ભરી લો. હવે એને પંખા તેમજ દોરડાની મદદથી લટકાવી લો. ઘરના એક-એક સભ્યો લાકડીની મદદથી એને હિટ કરવાનો પ્રયાસ કરો.











 

 
First published:

Tags: Christmas celebration, Life style

विज्ञापन