બેબી ગર્ન નેમ 2023: દરેક મા-બાપ ઈચ્છતા હોય છે કે તેમના સંતાન મજબૂત બને અને જિંદગીના પડકારોનો સામનો કરીને ફાઈટરની માફક ઊભા રહે . જો આપ પણ આપના બાળકો માટે આવી ઈચ્છા ધરાવતા હોય, તો તેને કંઈક આવા નામ આપી શકો, જેનો અર્થ ફાઈટર થાય છે. અહીં આપને બેબી ગર્લના અમુક નામ આપ્યા છે, જેનો અર્થ ફાઈટર થાય છે. આ લિસ્ટમાં આપને જે પણ નામ પસંદ આવે, તેને આપ આપની દીકરી માટે પસંદ કરી શકો છો.
અલાલા
ગ્રીક પૌરાણિક કથાઓમાં અલાલા યુદ્ધના દેવતા એરેસની બહેન હતી. તેનો અર્થ યુદ્ધ જેવો થાય છે. ફાઈટર અથવા યોદ્ધાને પણ અલાલા કહે છે. જો આપ ઈચ્છતા હોવ કે આપની દીકરી ફાઈટર બને અને જીવનના પડકારો સામે હારી ન જાય, તો આપ તેને આ નામ આપી શકો છો.
એંડ્રોનિકોસ નામનું ફીમેલ વર્જન છે એંડ્રોનિકા. આ નામ ગ્રીક મૂળનું છે. તેનો અર્થ વિજયી યોદ્ધા થાય છે. આ નામની દરેક છોકરીને હક માટે લડવાની પ્રેરણા આપે છે. જો આપને અંગ્રેજી નામ પસંદ છે, તો આપ આપની દીકરી માટે એંડ્રોનિક નામ પસંદ કરી શકો છો.
એથેના
જો આપની દીકરીનું નામ એ અક્ષરમાંથી આવે છે, તો આપ તેના માટે એથેના નામની પસંદગી કરી શકો છો. આ નામ ગ્રીક પૌરાણિક કથાઓમાંથી મળે છે અને સેનાની યોદ્ધા અને જ્ઞાનની દેવી છે.
આ એથેના નામનું એક રોમન વર્જન છે. ડાયના નામનો અર્થ થાય છે તે એક બહાદુર મહિલા છે. એક્ટ્રેસ ડાયના હેડનનું નામ તો આપે સાંભળ્યું જ હશે. આ ઈંગ્લિશ નામને પણ આપ આપની દીકરી માટે પસંદ કરી શકો છો.
એમલિન
આ અંગ્રેજી નામ છે અને તેનો અર્થ મહાન અને બહાદુર યોદ્ધા છે. આપ આપની દીકરીને એમલિન આપી શકો છો. જો આપની દીકરીનું નામ એ અક્ષરમાંથી આવે તો તેને એમલિન નામ આપી શકો છો. આ નામ આપની દીકરી પર ખૂબ જ સારુ લાગશે.
મારસેલા
જો આપ આપની બેબી ગર્લનું નામ મ અક્ષર પર રાખવા માગતા હોવ તો, મારસેલા નામને પસંદ કરી શકો. મારસેલા નામનો અર્થ થાય છે કે સુંદર પતંગીયું. મારસેલા નામનો અર્થ થાય છે યોદ્ધા. આ નામ આપની દીકરી પર વધારે સારુ લાગી શકે છે.
અંગ્રેજી નામના લિસ્ટમાં વલેંસિયા નામને ખૂબ જ પસંદ કરવામા આવે છે. આ એક સુંદર નામ છે, જે એક વિજયી અને મજબૂત યોદ્ધાને દર્શાવે છે. આ નામ આપીને આપ પણ આપની દીકરીને ફાઈટર બનાવી શકો છો.
શમરા
જે લોકોને પોતાના બાળકોના યૂનિક નામ પસંદ છે, તે શમરા નામ આપી શકે છે. આ એક અરબી નામ છે, જેનો અર્થ થાય છે યુદ્ધ માટે તૈયાર વ્યક્તિ. આપ આપની દીકરીને શમરા નામથી પણ બોલાવી શકો છો.
આ નામ યુક્રેની મૂળનું છે. જેનો અર્થ બચાવ કરનારા યોદ્ધા અથવા માનવ જાતિનો સહાયક એવો થાય છે. આ નામ જ નહીં પણ તેનો અર્થ પણ ખૂબ જ સારો છે. પોતાની બેબી ગર્લ માટે આપ આ યૂનિક નામ પસંદ કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર