Home /News /lifestyle /11 વર્ષનાં રોનીને અબ્બુ અને નદી સિવાય ફક્ત આઇસક્રિમ યાદ આવે છે

11 વર્ષનાં રોનીને અબ્બુ અને નદી સિવાય ફક્ત આઇસક્રિમ યાદ આવે છે

  હું તે જ હથોડી-છીણીથી કામ કરુ છુ જેનાંથી મારા અબ્બૂ કરતા હતાં. તે જ મશીનોની વચ્ચે કામ કરુ છુ જે ક્યારેક મારા અબ્બૂનાં રમકડાં હોતા હતાં. મારા અબ્બૂ ખુબજ મજબૂત માણસ હતાં. આજે પણ કોઇને વિશ્વાસ નથી થતો કે તેમનું મોત ગરમીનાં કારણ થઇ છે ખુદ હુ પણ નહીં.

  રાત્રે દુખાવાથી ઉંઘ નથી આવતી. હાથ-પગ-ખભો બધુ દુખે છે. સવારે ઉંઘ આવે છે કે કારખાંનાની સાયરન સંભળાવવા લાગે છે. હું તે જ કારખાંનામાં કામ કરુ છું. મારા આસપાસનાં તમામ મજૂર કામ કરવા નીકળતા હોય છે. કોઇ કોઇ તો મારા ઘરનો દરવાજો પણ ખખડાવતા જાય છે. એકાદ-બે લોકો છે તે મારી રાહ જુવે છે. તેમને હું ચાચાજાન કહુ છું. અમ્મી રાત્રે ભાતનો ડબ્બો ભરીને રાખે છે હું તે ઉઠાવીને કારખાંના માટે નીકળી જવુ છું.

  એક વર્ષ પહેલાં મારા કારખાંનાનાં પહેલાં દિવસની શરૂઆત એકદમ અલગ રીતે થઇ હતી. રાત્રે ભલે જલદી સુઇ જવ. સવારે તો હું મોડા સુધી જ સુતો રહેતો. અમ્મી
  બૂમો પાડી પાડીને અડધી થઇ જતી. અબ્બૂ મારા માથા પર હાથ ફેરવીને કારખાંને જઇ ચુક્યા હતાં. જ્યારે ઘરમાં રસોઇની સુગંધ આવતી ત્યારે જઇને હું ઉઠતો. કંઇક ખાઇને ગલીના બાળકો સાથે રમવા જતો જ્યાં સુધી મને ફરી ભુખ ન લાગતી. ભણતો પણ ખરો. પણ ફક્ત અબ્બૂની વઢથી બચવા માટે.

  અમે તમામ બાળકોનું સૌથી પસંદિદા કામ હતુ પાસેની નદીમાં તરવા જવું. પાણી જોતા જ હું માછલી થઇ જતો. નહાવા માટે બીજા બાળકો જ્યાં સુધી તૈયાર થતા ત્યાં સુધીમાં હું કપડાં ઉતારીને નદીમાં છલાંગ લગાવી ચુક્યો હોત. કલાકો સુધી તરતો અને ત્યાં સુધી તરતો જ્યાં સુધી છએલ્લો મિત્ર જવા માટે તૈયાર ન થાય.

  ગત વર્ષે કારખાંનામાં ગરમીને કારણે મારા અબ્બૂનું ઇંતકાલ થયા બાદ ફેક્ટરીનાં લોકો મને આવીને સાંત્વના આપવા લાગ્યા. ત્યારે તેમણે નિર્ણય કર્યો કે તેમની જગ્યાએ હવે હું કામ કરીશ. કોઇએ મને પુછ્યુ ન હતું કે હું કામ કરવા ઇચ્છુ છુ કે નહીં. કે પછી હું કામ કરી શકીશ કે નહીં. તેમણે જાતે જ આ નેક નિર્ણય લીધો કારણ  કે અબ્બૂનાં ગયા બાદ અમારી પાસે ખાવાનાં પણ ફાં ફાં હતાં.  આમ તો હું 11 વર્ષનો છુ પણ અબ્બૂ જેટલો તાકાતવર નથી. મને તેમનાં જ સામાનથી તે કામ કરવાનું હોય છે જે પહેલાં અબ્બૂ કરતાં હતાં. થાકી જવું છું. ભૂખ લાગે છે. કામ કરતાં ઉંઘ આવે છે. ત્યારે પાસે કોઇ બૂમ પાડે છે. મોટી મોટી મશીનોની વચ્ચે થોડી પણ ચૂક જીવ લઇ શકે છે. કારખાંનામાં પહેલા આ જ પાઠ ભણાવાય છે.

  અબ્બૂ અને નદી ઉપરાંત જો કોઇ ચીજ સૌથી વધુ યાદ આવે છે તો તે આઇસક્રીમ છે. અબ્બૂ ગરમીમાં રોજ મારા માટે રંગબેરંગી આઇસક્રીમ લઇને આવતા. કારખાંનામાં કામ કરતાં જ્યારે ગરમી લાગતી તો વારંવાર આઇસક્રીમ ખાવાની ઇચ્છા થતી. ઘણી વખત સાંજનાં સમયે મારા એક ચાચા આઇસક્રીમ લઇને આવે છે. કારખાંનાનાં આ ભારે કામમાં તઓ જ મારી મદદ કરે છે. ચાચા કહે છે કે આપણને સૌને એકબીજાની જરૂર છે. એકલો માણસ ક્યારેય પૂર્ણ નથી થતો.

  મારાથી સારી રીતે આ વાત કોણ સમજી શકશે. હું પણ મોટો થઇને 'આઇસક્રીમ અંકલ' જેવો બનવા ઇચ્છુ છું. બીજાને કામમાં આવનારો અને તેમને ખુશીઓ આપનારો.

  (રોનીની કહાની અમે ફેસબૂક પેજ GMB Akashની પરવાનગીથી લીધી છે)
  Published by:Margi Pandya
  First published:

  Tags: Human Story

  विज्ञापन
  विज्ञापन