UKની આ મહિલા 10 કરોડની બચત સાથે માત્ર 35 વર્ષની ઉંમરે નિવૃત્ત થઇ, જાણો કેવી રીતે

યુકેના કપલની તસવીર

કેટીએ જણાવ્યું કે, તે હંમેશા તેના પૈસાને લઈને કરકસર કરતી રહી છે. દા.ત, અન્ય યુવાનોથી વિપરીત કેટી તેના પોકેટ મનીને ખર્ચવાને બદલે બચાવતી હતી.

  • Share this:
UKની  37 વર્ષીય મહિલા કેટી ડોનેગને (katie Donegan) તાજેતરમાં જાહેર કર્યું હતું કે, તે કેવી રીતે માત્ર 35 વર્ષની (retirement in age of 35) ઉંમરે લગભગ 1 મિલિયન પાઉન્ડ(10 કરોડથી વધુ)ની બચત અને રોકાણ સાથે સેવા નિવૃત્ત થઈ હતી.

કેટીએ જણાવ્યું કે, તે હંમેશા તેના પૈસાને લઈને કરકસર કરતી રહી છે. દા.ત, અન્ય યુવાનોથી વિપરીત કેટી તેના પોકેટ મનીને ખર્ચવાને બદલે બચાવતી હતી. પરંતુ જ્યારે તેણીએ 18 વર્ષની ઉંમરે ઓક્સફોર્ડ યુનિવર્સિટી છોડવાનો નિર્ણય કર્યો અને કોસ્ટા રિકાની યાત્રા કરવાનો નિર્ણય લીધો, જ્યાં તેની મુલાકાત એલન સાથે થઈ.

તે બંને એક યુગલ તરીકે યુકે પરત ફર્યા. ત્યારબાદ કેટીએ યુનિવર્સિટી કોલેજ લંડનમાં સ્ટેટેસ્ટિક્સનો અભ્યાસ શરૂ કર્યો. અહીં પૈસા બચાવવા માટે કેટી તેના માતા-પિતા સાથે રહેતી હતી. કેટી 2008માં સ્નાતક થઈ અને ઘરની ડિપોઝીટ માટે બચત કરવાનો ઈરાદો કર્યો હતો. તે બંને હેમ્પશાયરમાં એલનની માતા સાથે ગયા.

શરૂઆતમાં એલન વેરિયેબલ આવક પર સ્વ-રોજગારી પર નિર્ભર હતો અને કેટી એક્ચ્યુરી તરીકે કામ કરતી હતી. તેઓ દર વર્ષે 28,500 પાઉન્ડની કમાણી કરતા હતા, જે 28,81,800 રૂપિયા થાય છે.

ઉલ્લેખનીય છે કે, બંનેએ જુલાઈ 2013માં લગ્ન કર્યા અને શક્ય તેટલો ઓછો ખર્ચ કરવાનો પ્રયાસ કર્યો. ઘણા પ્રમોશન બાદ 2014ના અંત સુધીમાં તેણી 58,000ની કમાણી કરી રહી હતી. પરંતુ ઇન્ક્રીમેન્ટ હોવા છતાં કેટીએ તેના ખર્ચ ઓછા રાખવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

કેટીએ ઉલ્લેખ કર્યો છે કે, તેઓ બંનેએ નાણાં કમાવાની તકો વધારવા માટે શેરબજારમાં સંશોધન અને અભ્યાસ કર્યો હતો.

આ દંપતી ફાઈનાન્શિયલ ઈન્ડિપેન્ડન્સ, રિટાયર અર્લી (FIRE) નામની મૂવમેન્ટથી પ્રેરિત હતું, જે તમારા વધારાના ખર્ચને ઓછો રાખવાનું સૂચવે છે અને દરેક પૈસો બચાવવાનો પ્રયાસ કરે છે.

યુકેના કપલની તસવીર


એલને ધ સન સાથે વાત કરતા જણાવ્યું કે, તે 1996થી બચત કરી રહ્યો છે અને કેટીએ સ્નાતક થયા પછી તેમાં ફાળો આપવાનું શરૂ કર્યું.

તેના રોકાણ અંગે કેટીએ ખુલાસો કર્યો કે, તેમનું રોકાણ હવે વાર્ષિક 65,000 પાઉન્ડ વળતર આપે છે, જે 6,569,900 રૂપિયા છે. તેઓ બંને હવે બેસિંગસ્ટોક, ઇંગ્લેન્ડ અને વિદેશમાં પોતાનો સમય વહેંચી શકે તેમ છે.

એલન હાલમાં રોજિંદી કામગીરીમાં વ્યસ્ત નથી. તેણે હજુ સુધી સંપૂર્ણ રીતે નિવૃત્ત થવાનું બાકી છે અને હજુ પણ ક્યારેક તે વ્યવસાયની દેખરેખ રાખે છે. કેટી હવે રિબેલ ફાઇનાન્સ સ્કૂલ ચલાવે છે. અન્ય લોકોને તેમની નાણાંકીય બાબતોને અસરકારક રીતે નિયંત્રિત કરવામાં અને સંચાલિત કરવામાં મદદ કરવા માટે તે 10 સપ્તાહનો ફ્રી ઓનલાઈન અભ્યાસક્રમ છે.
First published: