વારંવાર 'માથાનો દુખાવો' થતો રહેતો હોય તો હોઈ શકે છે આ કારણ!

માથાના દુખાવાના પ્રકારો: ઘણી વખત ઉંઘ ન લેવાના કારણે, થાક અને તણાવના કારણે માથાના દુખાવાની તકલીફ થઈ જાય છે. આવે જાણીએ માથાના દુખાવાના પ્રકારો..

માથાના દુખાવાના પ્રકારો: ઘણી વખત ઉંઘ ન લેવાના કારણે, થાક અને તણાવના કારણે માથાના દુખાવાની તકલીફ થઈ જાય છે. આવે જાણીએ માથાના દુખાવાના પ્રકારો..

 • Share this:
  Types Of Headaches: વારંવાર 'માથાનો દુખાવો' થતો રહેતો હોય તો હોઈ શકે છે આ કારણ!

  દોડધામ ભરી જિંદગીમાં કામકાજનો તણાવ અને ઘણી વખત ભોજન સ્કિપ કરવાનો પ્રભાવ શરીર પર પડે છે. ઘણા લોકોને વારંવાર માથાના દુખાવાની તકલીફ રહે છે. માથાના દુખાવાના પણ ઘણા પ્રકાર હોઈ શકે છે. ઘણ વખત ઉંઘ પૂરી ન થતા, થાક અને ટેન્શનના કારણે માથાનો દુખાવો થવા લાગે છે. આવો જાણીએ માથાના દુખાવાના પ્રકારો...

  ઘણા કામકાજી લોકો અને સામાન્ય લોકોમાં માથાના દુખાવાની સમસ્યાઓ આવી શકે છે. આ પ્રકારની બાબતોમાં માથાની બંને બાજુ અથવા આખા માથામાં દુખાવો થાય છે. ખરેખર તણાવના કારણે માંસપેશીઓ સંકોચાઈ જાય છે. જ્યારે કોઈ વાતને લઈને ટેન્શનમાં હોવ ત્યારે માથાનો દુખાવો થઈ શકે છે.

  કેટલાક લોકોને માથાની એક જ બાજુએ અને આંખોની આસપાસ સખત દુખાવો થાય છે. આ દરમિયાન જો તે સામાન્ય કામ પણ કરે તો આ દુખાવો વધી જાય છે. આ દુખાવાને માઈગ્રેન પણ કહેવાય છે. માઈગ્રેન પીડિત લોકો અંધારામાં અને શાંત વાતાવરણમાં રહેવું વધારે પસંદ કરે છે. તે પીડા જેનેટિક કારણોથી હોઈ શકે છે.

  ઘણી વખત દાંતનો દુખાવો પણ માથાના દુખાવાનું કારણ બની શકે છે. દાંતોમાં પાયરિયા કે કીટાણું લાગવાથી દુખાવો થતો રહે છે. અને ઘણી વખત માથાનો દુખાવો થાય છે. આ સ્થિતિમાં ડૉક્ટરનો સંપર્ક કરી ઉચિત સલાહ લો જોથી સારો ઈલાજ થઈ શકે.
  Published by:Bansari Shah
  First published: