રોગપ્રતિકારક શક્તિ વધારવામાં શ્રેષ્ઠ છે હળદરવાળુ દૂધ, જાણે તેનો જાદૂઇ ફાયદા

News18 Gujarati
Updated: April 7, 2020, 3:49 PM IST
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં શ્રેષ્ઠ છે હળદરવાળુ દૂધ, જાણે તેનો જાદૂઇ ફાયદા
હળદર એન્ટિસેપ્ટિક છે

હળદરયુક્ત દૂધ પીવાથી કેટલીય બિમારીઓમાંથી દવા લીધા વિના જ છુટકારો મેળવી શકાય છે.

  • Share this:
હાલ કોરોના વાયરસનો કહેર આખા વિશ્વમાં વ્યાપેલો છે જેના કારણે આપણા દેશ અને રાજ્યમાં લૉકડાઉનની સ્થિતિ ઉભી થઇ છે. ત્યારે સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનો હાલ એક જ મત છે કે, કોરોના સામે લડવા માટે સામાન્ય માણસે પોતાની રોગકારક શક્તિ વધારી જરૂરી છે. તો હળદરવાળુ દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. હળદર એન્ટિસેપ્ટિક છે જેના નિયમિત ઉપયોગથી શરીરમાંથી અનેક તકલીફ દૂર થાય છે. દૂધને સંપૂર્ણ ખોરાક પણ કહ્યો છે. દૂધ સ્વાસ્થ્ય માટે ઘણું ઉપયોગી છે. એમાંય તમે રોજ હળદર નાંખેલું દૂધ પીવો તો ઘણું ફાયદાકારક છે. હળદરયુક્ત દૂધ પીવાથી કેટલીય બિમારીઓમાંથી દવા લીધા વિના જ છુટકારો મેળવી શકાય છે.

  • હળદરવાળું દૂધ પીવાથી વજન ઘટે છે અને શરીરની વધારાની ચરબી દૂર થાય છે.


  • હળદરવાળું દૂધ પીવાથી પાચનક્રિયા સારી રહે છે અને પેટના મોટાભાગનાં રોગોથી છૂટકારો મળે છે.

  • આ દૂધ પીવાથી અલ્સર, ડાયરિયામાં પણ રાહત મળી શકે છે.
    ગરમ દૂધમાં થોડી હળદર નાંખી પીવાથી સારી ઊંઘ આવે છે.
  • શરીરમાં થતા કોઇ પણ પ્રકારના દુખાવા, કળતરથી છૂટકારો મેળવવા માટે હળદરવાળા દૂધનું સેવન કરવાથી ફાયદો થાય છે.

  • ગરમ દૂધમાં થોડી હળદર નાંખી પીવાથી શરદી, કફ, ઉધરસથી રાહત મળે છે.

  • દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે અને હળદરમાં એન્ટિઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જેથી દૂધમાં હળદર નાખીને સેવન કરવાથી હાડકા મજબૂત બને છે અને શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા વધે છે.

  • માસિક સ્ત્રાવ દરમિયાન હળદરવાળું દૂધ પીવાથી પેટમાં અને સ્નાયુઓમાં થતાં દુખાવા પણ રાહત મળે છે.


આ પણ વાંચો - કોરોના મચ્છર કરડવા કે ઠંડા પાણીથી નાહવાથી થાય છે? આવા પ્રશ્નોનાં WHOએ આપ્યાં જવાબ

આ પણ વાંચો - કોરોના સામે લડવા માટે સરકારે આપ્યા કેટલાક ગોલ્ડન રૂલ્સ, આટલું રોજ કરો અને સ્વસ્થ રહો
First published: April 7, 2020, 3:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading