Home /News /lifestyle /આ આર્યુવેદિક પાણીમાં છે જોરદાર તાકાત: આ રીતે પીશો તો અનેક બીમારીઓમાંથી છૂટકારો મળશે

આ આર્યુવેદિક પાણીમાં છે જોરદાર તાકાત: આ રીતે પીશો તો અનેક બીમારીઓમાંથી છૂટકારો મળશે

સ્કિન માટે પણ બેસ્ટ છે.

Benefits of turmeric water: હળદર પાણી હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. હળદર પાણી તમે આ રીતે પીઓ છો તો સ્કિન અને હેલ્થ માટે અનેક ફાયદો પહોંચાડે છે. તમે દરરોજ હળદર પાણી પીઓ છો તો ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: હળદર ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. હળદર સ્વાસ્થ્ય અને સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. સામાન્ય રીતે હળદર દૂધમાં નાખીને પીવામાં આવે છે. આ સાથે જ રસોઇનો સ્વાદ વધારવામાં હળદર મહત્વનો ભાગ ભજવે છે. આમ, જો તમે શાકમાં હળદર નાખતા નથી તો ટેસ્ટ અને કલર અલગ જ આવે છે. પરંતુ શું તમે જાણો છો હળદર પાણી પીવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે? આ પાણી બનાવવામાં તમને વધારે મહેનત પડતી નથી. તમે સરળતાથી આ પાણી ઘરે બનાવી શકો છો. હળદર પાણી શરીર માટે  ડિટોક્સ વોટરની જેમ કામ કરે છે જેમાં ટોકિસન્સ શરીરમાં નિકળી જાય છે. તો જાણો આ પાણી પીવાના ફાયદાઓ.

આ પણ વાંચો:આ દેસી ડ્રિંક પીઓ અને કમળો ભગાડો

હળદર પાણી પીવાના ફાયદા


હળદર પાણી પીવાના અઢળક ફાયદાઓ છે. આ પાણી બનાવવા માટે તમે એક વાસણમાં એક ગ્લાસ પાણી લો અને એમાં એક નાની ચમચી હળદર નાખો. કાચી હળદરનો ટુકડો તમે નાંખો છો તો વઘારે ફાયદાકારક થાય છે. આ પાણીનો સ્વાદ વધારવા માટે તમે અડધી ચમચી લીંબુ નાંખી શકો છો. આ પાણીને હળવું ગરમ કરીને પીવાનું રહેશે.

દુખાવામાંથી રાહત


હાડકાં અને સાંધાનો દુખાવો તમને વધારે થાય છે તો રોજ હળદર પાણી પીઓ. હળદર પાણી પીવાથી શરીરમાં થતા દુખાવામાંથી રાહત થાય છે.

આ પણ વાંચો:કેન્સર થવા પાછળ આ કારણો હોય છે જવાબદાર

સિઝનલમાંથી તકલીફમાંથી રાહત


હળદર પાણી તમે રેગ્યુલર પીઓ છો તો સિઝનલ બીમારી એટલે શરદી-ખાંસી જેવી સમસ્યા થતી નથી. તમને મોટી રાહત થાય છે. હળદર પાણી શરદી-ખાંસી તેમજ ફ્લૂ જેવી અનેક બીમારીઓમાંથી છૂટકારો અપાવે છે.

ઇમ્યુનિટી વધે છે


હળદરમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણ હોય છે શરીરના ફ્રી રેડિકલ્સથી ડેમેજ થતા બચાવે છે. આ સાથે જ હળદરનું પાણી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે અને સાથે અનેક પ્રકારના રોગમાંથી બચાવે છે. આ માટે દરેક લોકોએ હળદર પાણી પીવાની આદત પાડવી જોઇએ.


સ્કિન માટે બેસ્ટ


તમે રેગ્યુલર હળદર પાણી પીઓ છો તો સ્કિનને અનેક ઘણો ફાયદો થાય છે. સ્કિન પર નેચરલ ગ્લો આવે છે.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: GLOWING SKIN, Health care tips, Life Style News, Turmeric

विज्ञापन