હળદર-લીંબુનું આ જાદુઈ કૉમ્બિનેશન સટાસટ ઉતારશે વજન

 • Share this:
  યાર રોજ ડાયટિંગ કરૂ છો તો પણ મને ફાયદો નજર નથી આવતો. ન તો પેટ ઓછું થઈ રહ્યું છે ન તો ચરબી. આવી તમામ ફરિયાદો આપણે આપણા મિત્રને કરતા હોય છીએ. ખાવાનું ન ખાવાથી વજન ઓછો નથી થતો. વજન ઓછુ કરવું હોય તો અમે આપને એક એવી જાદુઈ ટિપ્સ બતાવીએ કે જેનાથી સટાસટ તમારો વજન ઉતરી જશે.

  પેટનું જાડાપણું ઓછું કરવા માટે હળદર-લિંબુનું પાવરફુલ કૉમ્બિનેશન ખૂબ અસરકારક બની શકે છે. હળદરમાં કૅલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, આયર્ન, મૅગ્નેશિયમ અને ઝિંક જેવા ઢગલાબંધ મિનરલ્સ હોય છે. તેની સાથે જ તેમાં વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઈ, નિયાસિન અને પ્રોટીન વગેરે પણ હોય છે. હળદરને ડાયેટમાં લેવાથી શરીરમાં સોજો પણ નથી આવતો.

  આ જ રીતે લીંબુમાં વિટામિન સી હોય છે કે જે વારંવાર ભૂખ લાગવાથી રોકે છે અને પેટ સાફ રાખે છે. તેનાથી શરીરનું મેટાબૉલિઝ્મ પણ વધે છે.

  હળદર-લીંબુનું જાદુઈ કૉમ્બિનેશન:
  હળદર-લીંબુનું ગરમ પાણી- 1 કપ ગરમ પાણીમાં અડધું લીંબુ નિચોવીને નાંખો અને સાથે 1/4 ટેબલ સ્પૂન હળદર મેળવો. આપ તેમાં મિઠાશ માટે 1/8 કપ ટેબલ સ્પૂન મધ પણ મળવી શકો છે. તેને હુંફાળું જ પી જાવો.  હળદર-લીંબુની ગોલ્ડન પેસ્ટ- એક વાટકીમાં લીંબુનો રસ નાંખી તેની સાથે 1/4 ટી સ્પૂન હળદર મેળવો. પછી તેમાં 1/4 ટી સ્પૂન કાળી મરી અને 1/4 ટી સ્પૂન ઑલિવ ઑયલ તેલ નાંખીનું પેસ્ટ બનાવો. આપ આ પેસ્ટને 1-2 ટી સ્પૂન લો અને દિવસમાં બે થી ત્રણ વાર ખાવો.  હળદર-લીંબુની ચા- મધ્યમ આંચ પર એક પૅનમાં 1 કપ દૂધ ઉકાળો. તેમાં 1/2 ટી સ્પૂન લીંબુનો રસ અને 1/2 ટી સ્પૂન મધ મેળવો અને ઉપરથી થોડુંક વૅનિલા એસેંસ પણ મેળવો. તે પછી તેમાં અડધી ટી સ્પૂન હળદર મેળવો. પાંચ મિનિટ સુધી ધીમી જ આંચમાં પકાવો. અને ત્યાર બાદ ચાને ગાળી લો અને ગરમ જ પીવો.  હળદર અને લીંબુનો કૉમ્બો સલાડ- પેટ ઓછું કરવા માટે આપ જે પણ સલાડ ખાવો, તેમાં 1 ટી સ્પૂન હળદર પાવડર અને 2 ટી સ્પૂન લિંબુનો રસ મેળવો. આ ઉપરાંત અડધું ટી સ્પૂન તજ પાવડર પણ મેળવી શકો છો. તેમાં શરીરનો સોજો પણ ઓછો થશે અને આપનું પેટણ પણ ઘટશે.  સાવચેતી:
  આ રેસિપી લેતી વખતે આપે સાવચેતી રાખવાની જરૂર છે. જો આપને ગઠિયા, કિડની સ્ટોન કે ગૉલ સ્ટોન છે, કોઈ સર્જરી થવાની છે, તો આપ પોતાનાં ડૉક્ટરને આ રેસિપી અંગે પૂછી લો. અને હા, જો આપ પ્રેગ્નંટ છો કે સ્તનપાન કરાવી રહ્યા છો, તો પણ સાવચેતી રાખો.
  Published by:Nisha Kachhadiya
  First published: