Home /News /lifestyle /હળદર સ્કિન માટે બેસ્ટ છે: આ રીતે ઉપયોગ કરો, સ્કિન થઇ જશે દૂધ જેવી ધોળી
હળદર સ્કિન માટે બેસ્ટ છે: આ રીતે ઉપયોગ કરો, સ્કિન થઇ જશે દૂધ જેવી ધોળી
હળદર સ્કિન માટે બેસ્ટ છે.
Turmeric Benefits For skin: હળદર એન્ટી બેક્ટેરિયલ, એન્ટી માઇક્રોબિયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સિડન્ટ્સ ગુણોથી ભરપૂર હોય છે જે સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. તો તમે પણ આ રીતે હળદરનો ઉપયોગ કરો.
Turmeric Benefits For Skin Repair: તમારી સ્કિન ડલ થઇ રહી છે, પિંપલ્સના ડાઘ જતા નથી અને તડકાને કારણે ટેનિંગની સમસ્યા છે તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ સમસ્યાની સરળતાથી સારવાર તમે ઘરે જ કરી શકો છો. આમ, વાત કરવામાં આવે તો દરેક લોકોના રસોડામાં હળદર હોય છે. હળદર રસોઇનો સ્વાદ વધારે છે અને સાથે-સાથે અનેક રીતે ફાયદાકારક છે. હળદરમાં એન્ટી ઓક્સિડન્ટ્સ અને એન્ટી માઇક્રોબિયલ ગુણ હોય છે જે સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
ડેડ સ્કિનને દૂર કરીને, હેલ્ધી અને શાઇની ત્વચા માટે હળદર સૌથી બેસ્ટ છે. આ સાથે જ ત્વચાની અંદરથી ક્લિન કરવાનું કામ કરે છે. આ માટે છ મોટી ચમચી બેસન, એક મોટી ચમચી હળદરની સાથે બે મોટી ચમચી ઓરેન્જ પીલ પાવડરને સારી રીતે મિક્સ કરીને એરટાઇટ બોક્સમાં ભરી લો. આનો ઉપયોગ કરવા માટે 2 થી 3 ચમચી પાવડર લો અને એને પાણીની સાથે મિક્સ કરી લો.
આ પેસ્ટ તમારી સ્કિનને ડિપ ક્લિન કરવાનું કામ કરે છે. તમારી સ્કિન ડ્રાય છે તો આ પેસ્ટમાં એલોવેરા જેલ અને એક ચમચી મધ મિક્સ કરો. આ પેસ્ટથી તમે રેગ્યુલર માલિશ કરો છો તો સ્કિન પર બેસ્ટ રિઝલ્ટ જોવા મળે છે. આ પેસ્ટ ચહેરા પર લગાવો અને થોડી વાર માટે રહેવા દો. પછી ચોખ્ખા પાણીથી ધોઇ લો. આમ કરવાથી ત્વચા પર નેચરલ ગ્લો આવે છે અને સાથે એક્સફોલિએટ થાય છે.
ઓવરનાઇટ ફેસ માસ્ક
સ્કિનને ઓવરનાઇટ રિપેર કરવા માટે બે મોટી ચમચી એલોવેરા જેલમાં એક મોટી ચમચી ગુલાબ જળ મિક્સ કરો. આમાં ¼ ચમચી હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. હવે આને ચહેરા પર લગાવો અને થોડી વાર માટે રહેવા દો. પછી ચોખ્ખા પાણીથી ચહેરો ધોઇ લો. આમ કરવાથી સ્કિન મસ્ત થઇ જશે. આ પેસ્ટ તમને બેસ્ટ રિઝલ્ટ આપે છે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર